સવાલોના શાસ્ત્રમાંથી જવાબ

શું ઈશ્વરનું કોઈ નામ છે?

ગુજરાતી
શું ઈશ્વરનું કોઈ નામ છે?
https://cms-imgp.jw-cdn.org/img/p/502012489/univ/art/502012489_univ_sqr_xl.jpg
ijwbq લેખ ૯

શું ઈશ્વરનું કોઈ નામ છે?

શું ઈશ્વરનું કોઈ નામ છે?

શાસ્ત્રમાંથી જવાબ

 દરેક માણસનું એક નામ હોય છે. તો પછી ઈશ્વરનું પણ એક નામ હોવું ન જોઈએ? માણસો વચ્ચેની દોસ્તીમાં એકબીજાનું નામ જાણવું અને એકબીજાને નામ લઈને બોલાવવા એ મહત્ત્વનું છે. શું ઈશ્વર સાથેની દોસ્તીમાં પણ એ વાત એટલી જ મહત્ત્વની ન હોવી જોઈએ?

 શાસ્ત્રમાં ઈશ્વરે કહ્યું છે: “હું યહોવા છું. એ જ મારું નામ છે.” (યશાયા ૪૨:૮) ઈશ્વરના ઘણા ખિતાબો પણ છે. જેમ કે, “સર્વશક્તિમાન,” “વિશ્વના માલિક,” અને “સર્જનહાર.” તોપણ ઈશ્વર ચાહે છે કે તેમના ભક્તો તેમને પોતાના નામથી પોકારે. આમ તે પોતાના ભક્તોને માન આપે છે.—ઉત્પત્તિ ૧૭:૧; પ્રેરિતોનાં કાર્યો ૪:૨૪; ૧ પિતર ૪:૧૯.

 બાઇબલના ઘણાં ભાષાંતરોમાં ઈશ્વરનું નામ નિર્ગમન ૬:૩માં જણાવ્યું છે. જ્યાં લખ્યું છે: “સર્વશક્તિમાન ઈશ્વર તરીકે હું ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રગટ થતો હતો. પણ મારું નામ યહોવા મેં તેઓ આગળ પૂરી રીતે જાહેર કર્યું ન હતું.”

 ગુજરાતીમાં ઈશ્વરનું નામ યહોવા છે. આ નામ વર્ષોથી વપરાય છે. ખરું કે ઘણા વિદ્વાનો ઈશ્વરને “યાહવેહ” કહે છે, પણ દુનિયામાં યહોવા નામ સૌથી વધારે જાણીતું છે. બાઇબલનો પહેલો ભાગ અંગ્રેજીમાં નહિ, પણ હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યો હતો. હિબ્રૂ ભાષા જમણેથી ડાબે વાંચવામાં આવે છે. હિબ્રૂ ભાષામાં ઈશ્વરનું નામ આ ચાર અક્ષરોમાં લખવામાં આવ્યું હતું,יהוה (ય-હ-વ-હ). આ ચાર અક્ષરોને અંગ્રેજીમાં ટેટ્રાગ્રામેટોન કહેવામાં આવે છે.