યહોવાના સાક્ષીઓનું વાર્ષિક મહાસંમેલન
દર વર્ષે યહોવાના સાક્ષીઓ ત્રણ દિવસના મહાસંમેલનમાં ભેગા મળે છે. અમારા મહાસંમેલનોમાં શાસ્ત્ર આધારિત બોધપાઠ શીખવતા પ્રવચનો અને વીડિયો હોય છે. અનુભવો અને અનુભવોના દૃશ્યોથી બતાવવામાં આવે છે કે, આપણા જીવનમાં બાઇબલ સિદ્ધાંતો કેવી રીતે લાગુ પાડી શકાય. એમાં બધાને આમંત્રણ છે. કોઈ દાન ઉઘરાવવામાં આવતું નથી.

