યહોવાના સેવકો તરીકે આપણું જીવન
પોર્નોગ્રાફી જોવી કેમ ખરાબ કહેવાય?
આજે ગંદાં વીડિયો કે ચિત્રો જોવાં બહુ સહેલું થઈ ગયું છે. એક બટન દબાવો અને પોર્નોગ્રાફી તમારી નજર સામે. ઘણા લોકોને, અરે, અમુક ધાર્મિક લોકોને પણ લાગે છે કે પોર્નોગ્રાફી જોવાથી કોઈ નુકસાન થતું નથી.
શું પોર્નોગ્રાફી જોવી એ ઈશ્વરની નજરે પાપ છે? વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:
પોર્નોગ્રાફી જોઈએ છીએ ત્યારે ઈશ્વરને કેવું લાગે છે, એ જાણવા નીચે આપેલી કલમો કઈ રીતે મદદ કરે છે?

