ઈસુની જીવન કહાની

ઈશ્વરના દીકરા અને માણસજાતના બચાવનાર, ઈસુ ખ્રિસ્ત વિશે વધારે જાણવા આ જોરદાર વીડિયો સીરિઝ જુઓ.

એપિસોડ ૧: દુનિયા માટે સાચો પ્રકાશ

આદમે કરેલા પાપમાંથી માણસજાત કઈ રીતે છૂટકારો મેળવી શકે? માણસજાત માટે એક જ આશા છે, ખ્રિસ્ત.

એપિસોડ ૨: “આ મારો વહાલો દીકરો છે”

બાપ્તિસ્મા આપનાર યોહાન મસીહ માટે માર્ગ તૈયાર કરે છે. પૃથ્વી પર ઈસુ પોતાનું સેવાકાર્ય શરૂ કરે છે, એ બતાવતા જોરદાર બનાવો જુઓ!

એપિસોડ ૩: “હું એ જ છું”

ઈસુ મસીહ તરીકેની પોતાની ઓળખ નિકોદેમસ, સમરૂની સ્ત્રી અને નાઝરેથના લોકો આગળ જાહેર કરે છે. પણ ફક્ત થોડા જ નેક દિલના લોકો તેમનો સ્વીકાર કરે છે. ઈસુએ એક જોરદાર ચમત્કાર કર્યો, એ પછી નમ્ર દિલના માછીમારોને પોતાના શિષ્યો બનવા તેમણે આમંત્રણ આપ્યું.