સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરે માણસને કેમ રચ્યો?

ઈશ્વરે માણસને કેમ રચ્યો?

ઈશ્વરે માણસને કેમ રચ્યો?

શા માટે એ જાણવું જોઈએ? કેમ કે, જીવનમાં તકલીફ આવે તો, આપણે સહન કરી શકીશું. હિંમત રાખી શકીશું. પણ એનો જવાબ આપણને ખબર ન હોય તો તકલીફોમાં ઉદાસ થઈ જઈશું. જીવનમાં ફાંફાં મારીશું. હોલોકોસ્ટ એટલે કે ક્રૂર સતાવણીમાંથી બચનાર વિક્ટર ઈ. ફ્રેન્કલે લખ્યું, ‘જો વ્યક્તિ જાણતી હોય કે શા માટે ઈશ્વરે માનવને રચ્યો છે તો તે પહાડ જેવી મુશ્કેલી પણ સહન કરી શકશે.’

પણ આજે અમુક લોકો ઉત્ક્રાંતિમાં માને છે, ઈશ્વરમાં નહિ. તેઓને લાગે છે કે પૃથ્વી પર અમુક વર્ષો જીવીને મરી જઈએ એ જ જીવન કહેવાય. બીજાને લાગે છે કે મન ફાવે એમ જીવીએ એને જીવન કહેવાય. આ બતાવે છે લોકો જાણતા નથી કે શા માટે ઈશ્વરે માનવને રચ્યો છે.

હકીકત જાણવી હોય તો આપણે સર્જનહારનું માર્ગદર્શન લેવું પડે. તેમનું માર્ગદર્શન બાઇબલમાં છે. એટલે ચાલો આપણે બાઇબલમાંથી અમુક કલમો વાંચીએ અને જોઈએ કે શા માટે પરમેશ્વરે આપણને રચ્યાં છે.

બાઇબલ શું જણાવે છે

ઈશ્વરે પ્રથમ સ્ત્રી-પુરુષને રચ્યાં ત્યારે તેઓને અમુક જવાબદારી સોંપી. ચાલો બાઇબલમાંથી જોઈએ કે એ જવાબદારી શું હતી:

ઉત્પત્તિ ૧:૨૮. ‘ઈશ્વરે તેઓને આશીર્વાદ દીધો; અને કહ્યું, કે સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.’

શરૂઆતમાં પરમેશ્વરે પહેલા પુરુષ અને સ્ત્રીને જવાબદારી સોંપી કે તેઓ પૃથ્વીને સુંદર બનાવે. તેમ જ ઈશ્વરે તેઓને એક આજ્ઞા આપી હતી. જો તેઓએ ઈશ્વરની આજ્ઞા પાળી હોત તો, અમર જીવન જીવત. એ બતાવે છે કે ઈશ્વર ચાહતા ન હતા કે માનવ મરે. બીમાર પડે કે પૃથ્વીને બગાડે. પણ દુઃખની વાત છે કે તેઓએ ઈશ્વરની આજ્ઞા ન પાળી. એનાથી તેઓએ ઈશ્વર સાથેનો નાતો ગુમાવ્યો. તેમ જ, અમર જીવન ગુમાવ્યું. એના લીધે તેઓ ઘરડા થઈને ધીમે ધીમે મરણ પામ્યા. આ પ્રથમ માબાપના પાપને લીધે આપણે પણ જન્મ્યા ત્યારથી જ અમર જીવન ગુમાવી દીધું છે. તેથી આપણે પણ ઘરડા થઈને ધીમે ધીમે મરણ પામીએ છીએ. (ઉત્પત્તિ ૩:૨-૬; રૂમી ૫:૧૨) તોપણ પૃથ્વી ને માણસજાત માટે ઈશ્વરની ઇચ્છા પૂરી થશે. યહોવાહ જે ધારે છે એ સો ટકા પૂરું કરે છે. એટલે જલદી જ ઈશ્વર ફેરફાર કરશે, જેથી આપણે સ્વર્ગ જેવી પૃથ્વી પર અમર જીવન જીવી શકીએ.—યશાયાહ ૫૫:૧૦, ૧૧.

એ આશીર્વાદ મેળવવા આપણે ઈશ્વરના કહ્યા પ્રમાણે ચાલવું જોઈએ. અને એ અઘરું નથી. કેમ કે તે આપણને સથવારો આપશે. ઈશ્વરે ચાહે છે કે આપણે તેમના કહેવા પ્રમાણે ચાલીએ. બાઇબલ કહે છે કે:

સભાશિક્ષક ૧૨:૧૩. ‘ઈશ્વરનો ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની ફરજ એ છે.’

મીખાહ ૬:૮. “ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?”

માત્થી ૨૨:૩૭-૩૯. ‘તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.’

બાઇબલના સંદેશાથી આપણને જીવનમાં સંતોષ મળશે

ઈશ્વરે ચાહે છે કે આપણે તેમના કહેવા પ્રમાણે ચાલીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે. ફક્ત તે જ જાણે છે કે આપણા માટે સારું શું છે. એ સમજવા એક દાખલો લઈએ. માનો કે તમારી પાસે એક મશીન છે. મશીન બરાબર કામ કરે એ માટે બનાવનાર જે રીતે ઇચ્છે એ રીતે વાપરવું પડે. એવી જ રીતે જીવનમાં સંતોષ જોઈએ તો સર્જનહારની ઇચ્છા પ્રમાણે જીવવું જોઈએ. તેમના માર્ગમાં ચાલવું જોઈએ. એનાથી મનમાં સારા વિચારો રાખીશું. તબિયત સારી રહેશે. અને ઈશ્વરને વધારે સારી રીતે ઓળખીશું.

જીવનમાં મહત્ત્વનું શું છે? આજે ઘણા લોકો મન ફાવે એમ જીવે છે. એટલે તેઓ આખી જિંદગી માલમિલકત પાછળ દોડે છે. પણ બાઇબલ કહે છે કે “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે તેઓ પૈસા કમાવવા માટે સર્વ પ્રકારના ખોટા માર્ગો અપનાવે છે. પરિણામે તેઓને નુકસાન થાય છે.”—૧ તીમોથી ૬:૯, ૧૦, IBSI.

પણ ઈશ્વરને વધારે ઓળખે છે તેઓને જીવનમાં સંતોષ મળે છે. (૧ તીમોથી ૬:૭, ૮) એવા લોકો જાણે છે કે રોજીરોટી મેળવવા મહેનત તો કરવી પડશે. (એફેસી ૪:૨૮) પણ સાથે સાથે તેઓ ઈસુના શબ્દો પણ મનમાં રાખે છે: “કોઈપણ વ્યક્તિ બે શેઠની નોકરી કરી શકે નહિ. એકના પર તે પ્રેમ કરશે ને બીજાને ધિક્કારશે. એકને તે વફાદાર રહેશે ને બીજાને વફાદાર નહીં રહે. એ જ પ્રમાણે ઈશ્વર અને પૈસાની પૂજા તમારાથી કરી શકાય નહિ.”—માથ્થી ૬:૨૪, કોમન લેંગ્વેજ.

ઈશ્વરને પ્રેમ કરનારા પૈસા પાછળ પડવાને બદલે ઈશ્વરની ભક્તિ જીવનમાં પહેલી રાખે છે. તેઓ જાણે છે કે ઈશ્વરના નીતિ-નિયમો પૂરા દિલથી પાળશે તો, ઈશ્વર તેમની સંભાળ રાખશે. અરે, ઈશ્વરે બાઇબલમાં કહ્યું છે કે આપણી સંભાળ રાખવી એ તેમની જવાબદારી છે.—માત્થી ૬:૨૫-૩૩.

લોકો સાથે વ્યવહાર કરતા, ઘણા લોકો પોતાને જ મહત્ત્વ આપે છે. આજની દુનિયામાં લોકો “સ્વાર્થી” અને “પ્રેમરહિત” છે. (૨ તીમોથી ૩:૨, ૩) એવા લોકો જલદી ગુસ્સે થાય છે. દાખલા તરીકે, તેઓ કોઈ વ્યક્તિને કામ આપે, પણ તે પૂરું ન કરી શકે ત્યારે તેઓ તેના પર ‘ક્રોધ’ કરે છે. તેની ‘નિંદા’ કરે છે. (એફેસી ૪:૩૧) અથવા સ્વાર્થી વ્યક્તિ પોતાના જ વિચારોને આગળ કરે છે. બીજી વ્યક્તિ તેના વિચારોથી સહમત ન હોય ત્યારે, સ્વાર્થી વ્યક્તિ જલદી ગુસ્સે થઈ જાય છે. એટલે બાઇબલ જણાવે છે કે એવા લોકો શાંત રહેવાને બદલે ‘ઝઘડો ઊભો કરે છે.’—નીતિવચનો ૧૫:૧૮.

પણ ઈશ્વર ચાહે છે કે આપણે એકબીજા સાથે હળીમળીને રહીએ. આમ કરીશું તો, આપણે ‘માયા અને કરુણા બતાવીશું. એકબીજાને ક્ષમા કરીશું.’ (એફેસી ૪:૩૨; કોલોસી ૩:૧૩) બીજાઓ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે તોય, આપણે મહાન ગુરુ, ઈસુના પગલે ચાલીશું. ઈસુએ “નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ.” (૧ પીતર ૨:૨૩) આપણે જાણીશું કે ઈસુની જેમ બીજાઓને મદદ કરવાથી જીવનમાં સંતોષ મળશે. (માત્થી ૨૦:૨૫-૨૮; યોહાન ૧૩:૧૪, ૧૫; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આપણે ઈસુના પગલે ચાલીશું તો ઈશ્વર આપણને સથવારો આપશે. આપણને મનની શાંતિ મળશે. જીવનમાં સંતોષ મળશે.—ગલાતી ૫:૨૨.

પણ આ દુનિયામાં મનની શાંતિ આજે છે ને કાલે નહિ હોય. એટલે આપણે જાણવાની જરૂર છે કે શું જીવનમાં કદી સુખ-શાંતિ આવશે. એ વિષે હવે પછીનો લેખ વાંચીએ. (w08 2/1)

[પાન ૬ પર બ્લર્બ]

વ્યક્તિએ જાણવાની જરૂર છે કે ઈશ્વરે માણસને કેમ રચ્યો

[પાન ૭ પર ચિત્રો]

મનની શાંતિ મેળવવા ઈસુએ ખરું માર્ગદર્શન આપ્યું