તિમોથીને પહેલો પત્ર ૬:૧-૨૧

  • ચાકર પોતાના માલિકને માન આપે (૧, ૨)

  • જૂઠા શિક્ષકો અને પૈસાનો પ્રેમ (૩-૧૦)

  • ઈશ્વરભક્ત માટે સલાહ (૧૧-૧૬)

  • સારાં કામો કરતા થાકશો નહિ (૧૭-૧૯)

  • તને જે સોંપવામાં આવ્યું છે, એનું રક્ષણ કરજે (૨૦, ૨૧)

 ચાકર* પોતાના માલિકને પૂરા માનને લાયક ગણે,+ જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિશે કોઈ માણસ કદી ખરાબ ન બોલે.+ ૨  જો કોઈ ચાકરનો માલિક શ્રદ્ધા રાખનાર હોય, તો તે પોતાના માલિકનો અનાદર ન કરે, કેમ કે તેઓ ભાઈઓ છે. તેણે તો માલિકની સેવા વધારે ઉત્સાહથી કરવી જોઈએ, કેમ કે તેની સેવાથી જેને લાભ થાય છે, તે શ્રદ્ધા રાખનાર અને વહાલો ભાઈ છે. આ વાતો શીખવતો રહેજે અને આ સલાહ આપતો રહેજે. ૩  જો કોઈ માણસ કંઈક જુદું શીખવતો હોય અને તેનું શિક્ષણ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના ખરા ઉપદેશ સાથે સુમેળમાં ન હોય+ અથવા તે એવું કંઈક શીખવતો હોય જેનાથી ઈશ્વરને વફાદાર રહેવા ઉત્તેજન મળતું ન હોય,+ ૪  તો તે અભિમાનથી ફુલાઈ ગયો છે અને તેને કંઈ સમજણ પડતી નથી.+ તે દલીલો અને શબ્દોના વાદવિવાદમાં ડૂબેલો રહે છે.*+ પરિણામે, લોકોમાં અદેખાઈ, ઝઘડા, નિંદા,* ખોટા વહેમ પેદા થાય છે. ૫  એટલું જ નહિ, જેઓનાં મન ભ્રષ્ટ છે+ અને જેઓ સત્યથી દૂર થઈ ગયા છે, તેઓ નાની નાની વાતો વિશે સતત તકરાર કરે છે. તેઓને લાગે છે કે ઈશ્વરની ભક્તિ લાભ મેળવવાનું એક સાધન છે.+ ૬  હકીકતમાં, પોતાની પાસે જે કંઈ છે એમાં સંતોષ માનીને ઈશ્વરની ભક્તિ કરીએ તો, એનાથી ઘણા લાભ થાય છે.+ ૭  આપણે દુનિયામાં કંઈ લાવ્યા નથી અને કંઈ લઈ જવાના નથી.+ ૮  તેથી, જે ખોરાક અને કપડાં* મળે, એમાં આપણે સંતોષ માનીએ.+ ૯  પણ જેઓ કોઈ પણ રીતે ધનવાન થવા માંગે છે, તેઓ કસોટીમાં પડે છે અને ફાંદામાં ફસાય છે.+ તેઓ મૂર્ખ અને નુકસાન કરતી ઘણી ઇચ્છાઓના શિકાર બને છે, જે મનુષ્યને વિનાશ અને બરબાદીની ખાઈમાં ધકેલી દે છે.+ ૧૦  કેમ કે પૈસાનો પ્રેમ દરેક પ્રકારની દુષ્ટતાનું મૂળ છે. એના પ્રેમમાં પડીને અમુક લોકો શ્રદ્ધામાંથી ભટકી ગયા છે અને તેઓએ પોતાને ઘણાં દુઃખોથી વીંધ્યા છે.+ ૧૧  હે ઈશ્વરભક્ત, તું એ બધાથી નાસી જા. પણ તું નેકી,* ભક્તિભાવ,* શ્રદ્ધા, પ્રેમ, ધીરજ અને કોમળતા જેવા ગુણો કેળવતો રહેજે.+ ૧૨  શ્રદ્ધાની સારી લડાઈ લડજે, હંમેશ માટેના જીવનને મજબૂત રીતે પકડી રાખજે, એના માટે તને બોલાવવામાં આવ્યો હતો અને એ વિશે તેં ઘણા લોકો આગળ સારી રીતે જાહેરમાં સાક્ષી આપી હતી. ૧૩  બધાને જીવંત રાખનાર ઈશ્વરની આગળ અને ખ્રિસ્ત ઈસુ, જેમણે પોંતિયુસ પિલાત સામે જાહેરમાં સારી રીતે સાક્ષી આપી હતી,+ તેમની આગળ હું તને આજ્ઞા આપું છું કે, ૧૪  આપણા માલિક ઈસુ ખ્રિસ્ત જાહેર થાય ત્યાં સુધી તારા પર કોઈ કલંક કે દોષ ન લાગે એનું ધ્યાન રાખીને આ આજ્ઞાઓ પાળજે.+ ૧૫  તે આનંદી અને એકમાત્ર સત્તાધીશ છે. તે નક્કી કરેલા સમયે પોતાને જાહેર કરશે. તે રાજાઓના રાજા અને માલિકોના માલિક છે.+ ૧૬  તે એકલા જ અમર છે+ અને એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે,+ જ્યાં કોઈ પહોંચી શકતું નથી. તેમને કોઈ માણસે જોયા નથી કે કોઈ માણસ જોઈ શકતો નથી.+ તેમને માન મળે અને તેમનું પરાક્રમ કાયમ રહે. આમેન. ૧૭  આ દુનિયાના ધનવાનોને તું હુકમ* આપજે કે તેઓ ઘમંડી ન બને. તેઓ પોતાની આશા ધનદોલત પર ન મૂકે,+ જે આજે છે અને કાલે નથી. પણ તેઓ પોતાની આશા ઈશ્વર પર મૂકે, જે આપણા આનંદ માટે બધી ચીજવસ્તુઓ ભરપૂર માત્રામાં પૂરી પાડે છે.+ ૧૮  તેઓને જણાવજે કે તેઓ ભલું કરે, સારાં કામો કરતા થાકે નહિ, ઉદાર* બને, પોતાની પાસે જે છે એ બીજાઓ સાથે વહેંચવા તૈયાર રહે.+ ૧૯  એવું કરીને તેઓ જાણે ઈશ્વર પાસેથી પોતાના માટે ખજાનો ભેગો કરશે, એટલે કે ભાવિ માટે પાકો પાયો નાખશે,+ જેથી તેઓ ખરા જીવન પર મજબૂત પકડ મેળવી શકે.+ ૨૦  વહાલા તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે એનું રક્ષણ કરજે.+ ઈશ્વરની વિરુદ્ધ હોય એવી નકામી વાતો સાંભળતો નહિ. તું એવા લોકોના વિચારોથી દૂર રહેજે, જેઓ પોતાને જ્ઞાની સમજે છે, પણ જેઓનું “જ્ઞાન” સત્યની વિરુદ્ધ છે.+ ૨૧  કેટલાક લોકો એવા જ્ઞાનનો દેખાડો કરીને શ્રદ્ધાથી ભટકી ગયા છે. ઈશ્વરની અપાર કૃપા તારા પર રહે.

ફૂટનોટ

અથવા, “ગુલામીની ઝૂંસરી નીચે છે તે.”
અથવા, “વાદવિવાદમાં પડવાનું ઝનૂન સવાર હોય છે.”
અથવા, “અપમાનજનક વાતો.”
અથવા કદાચ, “રહેઠાણ.” મૂળ, “છત.”
અથવા, “ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “સલાહ.”
અથવા, “દરિયાદિલ.”