બાઇબલ સત્યએ તેઓને આઝાદ કર્યા
બાઇબલ સત્યએ તેઓને આઝાદ કર્યા
ઈસુ ખ્રિસ્તે લોકોને કહ્યું: “તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” (યોહાન ૮:૩૨) દુષ્ટ દૂતો જંતર મંતર અને મેલીવિદ્યા દ્વારા લોકોને છેતરે છે, પોતાની પકડમાં રાખે છે. જ્યારે કે તેઓની પકડમાંથી બાઇબલનું સત્ય લોકોને આઝાદ કરે છે, જે આપણને નીચેના અનુભવો બતાવે છે.—યોહાન ૮:૪૪.
આ દરેક અનુભવો બતાવે છે કે બાઇબલ સત્યમાં કેટલી તાકાત છે. ફક્ત એ જ લોકોને અંધશ્રદ્ધામાંથી આઝાદ કરી શકે છે. તમે પણ બાઇબલ વાંચીને એની સચ્ચાઈ પારખી જુઓ. એમ કરવાથી તમે કંઈ ગુમાવશો નહિ. (g11-E 02)
[પાન ૧૬ પર બોક્સ/ચિત્ર]
અનુભવને રજૂ કરતા ચિત્રો
● સુઝાના બ્રાઝિલમાં રહે છે અને તે સાધ્વી હતા. તે મેલીવિદ્યાથી લોકોને મદદ કરવા માંગતા હતા. તેમ જ, ‘તે ગુજરી ગયેલી પોતાની માના આત્મા સાથે વાત કરતા.’ થોડા સમય પછી, ‘માના આત્માએ’ તેમને વિનંતી કરી કે ‘આત્મહત્યા કરીને મારી સાથે રહેવા આવ.’ એનાથી સુઝાના દુઃખી થઈ અને તેમને બિહામણાં સપનાં આવવા લાગ્યાં. પછીથી સુઝાના અને તેમના પતિ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગ્યાં. તેઓએ શેતાનની સામે સખત લડત આપી. તેઓ ‘શેતાનની સામા થયા હોવાથી તે તેઓની પાસેથી નાસી’ ગયો. (યાકૂબ ૪:૭) અત્યારે તેઓના જીવનમાં શાંતિ છે અને સુઝાનાને હવે બિહામણાં સપનાં નથી આવતા. તે લખે છે, ‘ઘણી બધી બાબતો માટે હું યહોવાહની આભારી છું. પણ સૌથી વધારે એ વાતની આભારી છું કે, તેમણે અમને જૂઠી માન્યતામાંથી આઝાદ કરીને સાચો માર્ગ બતાવ્યો.’
[પાન ૧૬ પર બોક્સ/ચિત્ર]
● તીમોથી પશ્ચિમ આફ્રિકામાં રહે છે. તે બોલી કે સાંભળી નથી શકતા. * ડૉક્ટર તેમની માટે કંઈ કરી ન શક્યા. એટલે તે ચમત્કારથી સાજા કરનાર વ્યક્તિ પાસે ગયા. તોય કંઈ વળ્યું નહિ. એના વિષે તે લખે છે, ‘મારી સાથે છેતરપિંડી થઈ એનાથી દિલ તૂટી ગયું.’ પછી તીમોથી યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગ્યા. તે શીખ્યા કે ઈશ્વર બધી બીમારી અને ખોડ-ખાંપણ કાઢી નાખશે. તે જણાવે છે કે “હું આતુરતાથી ઈશ્વરની નવી દુનિયાની રાહ જોઉં છું, જ્યારે ‘બહેરાઓના કાન ઉઘાડવામાં આવશે. ને મૂંગાની જીભ ગાયન કરશે.’” (યશાયાહ ૩૫:૧-૬) ત્યાં સુધી, તીમોથી બહેરાં-મૂંગા લોકો માટે તૈયાર કરેલું બાઇબલનું સત્ય નાનકડા ડીવીડી પ્લેયરથી બીજાઓને શીખવે છે. આમ તે લોકોને જૂઠા શિક્ષણમાંથી આઝાદ કરવાનો આનંદ માણે છે.
[ફુટનોટ]
^ કેટલાંક નામો બદલવામાં આવ્યા છે.
[પાન ૧૭ પર બોક્સ/ચિત્ર]
● એવલિન એસ્તોનિયામાં રહે છે. તે ઈસુની જેમ લોકોને સાજા કરવા માંગતા હતા. ખાસ કરીને પોતાની મમ્મીને, જેની તબિયત ધીમે ધીમે બગડતી હતી. એટલે તે મેલીવિદ્યા કરવા લાગ્યા. ગંભીર બીમારીનું નિદાન કરવા અને એને દૂર કરવા મેલીવિદ્યામાં વપરાતું પ્લેન્ડુલુમ્સ કે લોલક વાપરતા શીખ્યા. સમય જતાં, તેમણે બાઇબલ પણ તપાસ્યુ. શું શીખવા મળ્યું? તે કહે છે, ‘મને જાણવા મળ્યું કે હું છેતરાઈ ગઈ છું. એટલે મેં મેલીવિદ્યા વિષેનું સાહિત્ય અને લોલક સળગાવી દીધાં.’ આવી બાબતોમાંથી આઝાદી આપતું બાઇબલનું સત્ય તે આજે બીજાઓને પણ શીખવે છે.
[પાન ૧૭ પર બોક્સ/ચિત્ર]
● મેરીનો ઉછેર પાપુઆ ન્યૂ ગિની દેશના એક ટાપુ પર થયો છે. ત્યાંના લોકોને ગુજરી ગયેલી વ્યક્તિની બીક લાગે છે. તેમના ગામમાં કોઈ ગુજરી જાય ત્યારે મેરી બીજી વ્યક્તિના પલંગ નીચે સૂઈ જતા. કેમ? તેમને લાગતું કે પોતે એકલા હશે તો ગુજરી ગયેલાનો આત્મા હેરાન કરશે. પછી તે બાઇબલમાંથી શીખ્યા કે ગુજરી ગયેલાઓ મરણની ઊંઘમાં છે. યહોવાહ નવી દુનિયા લાવશે ત્યારે તેઓને સજીવન કરશે. (લુક ૨૩:૪૩; યોહાન ૧૧:૧૧-૧૪) તેમને હવે ગુજરી ગયેલાનો ડર નથી લાગતો.
[પાન ૧૭ પર બોક્સ/ચિત્ર]
● અલીશા અમેરિકામાં રહે છે. તેમના માબાપ યહોવાહના સાક્ષી છે. નાનપણથી તે યહોવાહ વિષે શીખ્યા હતા. પણ સમય જતાં, અલીશા જંતર-મંતર વાળા પુસ્તકો અને ફિલ્મોમાં રસ લેવા લાગ્યા. પછીથી પોતે માબાપ પાસેથી બાઇબલ વિષે જે શીખ્યા હતા એનો વિચાર કરવા લાગ્યા. તેમને સમજાયું કે ‘પ્રભુ યહોવાહના મેજની સાથે શેતાનની મેજના ભાગીદાર થઈ શકતા નથી.’ એટલે તેમણે એ બધી બાબતો છોડી દીધી. તે આજે શુદ્ધ અંતઃકરણથી ઈશ્વરની ભક્તિ કરે છે.—૧ કોરીંથી ૧૦:૨૧.