સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તંદુરસ્ત રહેવા પગલાં લો

તંદુરસ્ત રહેવા પગલાં લો

તંદુરસ્ત રહેવા પગલાં લો

પહેલા લેખમાં આપણે નેપાળમાં રહેતા રામ વિષે જોયું. દુનિયાના બીજા ઘણાં લોકોની જેમ તે પણ અજાણ હતા કે તંદુરસ્તી માટે યોગ્ય ખોરાક અને સારી આદતો કેમ જરૂરી છે. તે જણાવે છે: “મે ૮, ૨૦૦૨ સજાગ બનો! (અંગ્રેજી) લેખનો વિષય હતો, ‘સહેલાઈથી મેળવી શકાય એવો પૌષ્ટિક ખોરાક.’ એમાંથી અમને સમજાયું કે શા માટે અમારે પૌષ્ટિક ખોરાક વિષે જાણવું જોઈએ.”

રામ વધુમાં જણાવે છે: “એ લેખમાંથી જે શીખ્યા એ અમે કુટુંબ તરીકે લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો. થોડા સમય પછી જાણવા મળ્યું કે અમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થયો છે. પહેલાં વારંવાર શરદી થતી હતી, પણ હવે ભાગ્યે જ થાય છે. એ ઉપરાંત, અમે શીખ્યા કે પીવાનું પાણી કઈ રીતે સહેલાઈથી સ્વચ્છ રાખી શકીએ. અને ખર્ચો પણ ઓછો થાય. એ માટે ‘તંદુરસ્ત રહેવાની છ રીતો’ લેખમાંથી મદદ મળી.—ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૩ સજાગ બનો!

“અંગ્રેજી સજાગ બનો!ના બીજા એક લેખમાંથી પણ કુટુંબની તંદુરસ્તી સુધારવા મદદ મળી. નવેમ્બર ૨૨, ૨૦૦૩ સજાગ બનો! (અંગ્રેજી) લેખનો વિષય હતો, ‘સાબુ—હાથવગી દવા.’ આ લેખ વાંચ્યા પછી અમે તરત જ એના સૂચનો લાગુ પાડ્યા. હવે પહેલાંની જેમ આંખના ચેપથી હેરાન નથી થતા.

“અમે રહીએ છીએ એ જગ્યાના લોકો માખીઓ અને મચ્છરો વિષે બેપરવા છે. એવા જીવજંતુઓથી દૂર રહેવાની સલાહ મારા કુટુંબને બાઇબલ જીવન સુધારવા મદદ કરે છે * (અંગ્રેજી) વિડીયોમાંથી મળી. એ માહિતીથી સારી તંદુરસ્તી જાળવી રાખવા મદદ મળી.”

હિંમત ન હારશો. ગમે તેવા ફેરફાર કરવા પડે પણ હાર માનશો નહિ. શરૂઆતમાં વાજબી ધ્યેય રાખો અને ધીમે ધીમે પૂરા કરવા પ્રયત્ન કરો. એમ કરવાથી જરૂર સફળ થશો. દાખલા તરીકે, પૌષ્ટિક ન હોય એવો ખોરાક એકદમ બંધ કરવાને બદલે ધીમે ધીમે ઓછો કરો. થોડા વહેલાં ઊંઘવાની કોશિશ કરો અને થોડી વધારે કસરત કરો. કંઈ ન કરવા કરતાં થોડું થોડું કરવાથી મદદ મળે છે. સારી આદત જીવનનો ભાગ બને માટે કદાચ અમુક અઠવાડિયા કે મહિનાઓ લાગે. જો એમ કરવા છતાં પણ તરત ફાયદા ન થાય તો હિંમત ન હારશો. ક્યારેક એમ કરવાનું ચૂકી જતા હોવ તોપણ એ ટેવોને વળગી રહેશો તો, ચોક્કસ તમારી તંદુરસ્તી સુધરશે.

આજની દુઃખ અને બીમારી વાળી દુનિયામાં દરેક પાસે સારી તંદુરસ્તી હોવી શક્ય નથી. જો બીમાર પડીએ તો એવું નથી કે પોતાની બેદરકારીને લીધે થયા છીએ. પણ વારસામાં મળતી નબળાઈને લીધે બધા જ બીમાર પડે છે. એટલા માટે તંદુરસ્તીની કે બીજી કોઈ જાતની ચિંતામાં ડૂબી ન જાઓ. ઈસુએ આમ કહ્યું કે ‘ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાનું જીવન વધારી શકે છે?’ (લુક ૧૨:૨૫) જીવન ટૂંકાવે કે તકલીફ વધારે એવી બાબતો ટાળવી જોઈએ. એમ કરીશું તો ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી સારી તંદુરસ્તી જાળવી રાખીશું. ઈશ્વરના રાજ્યમાં “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયાહ ૩૩:૨૪. (g11-E 03)

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.