સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આનો રચનાર કોણ?

આપણાં શરીરની ઘા રુઝવવાની ક્ષમતા

આપણાં શરીરની ઘા રુઝવવાની ક્ષમતા

આપણાં શરીરમાં થતી ઘણી પ્રક્રિયાઓને લીધે જ જીવન શક્ય બને છે. ઘા રુઝવવાની અને એ જગ્યાએ નવા કોષો બનવાની પ્રક્રિયા એમાંની એક છે. આપણને ઈજા પહોંચે કે તરત એ પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

જાણવા જેવું: આપણાં શરીરમાં રહેલા કોષોની ઘણી બધી જટિલ પ્રક્રિયાને લીધે રુઝ આવવી શક્ય બને છે:

  • લોહીમાં રહેલા પ્લેટલેટ્સ ઈજા પહોંચેલી જગ્યાની આસપાસ ચોંટી જાય છે. એના લીધે, લોહી જામી જાય છે અને બહાર વહી જતું અટકે છે.

  • એ પછી, ઈજા પહોંચેલી જગ્યા ફૂલી અથવા સૂજી જાય છે. એના લીધે, શરીરને ચેપ લાગવાથી રક્ષણ મળે છે. ઉપરાંત, કંઈક વાગવાથી એની રજકણો શરીરમાં પ્રવેશી હોય તો, એનો નિકાલ કરવા મદદ મળે છે.

  • થોડા દિવસોમાં જૂની ચામડીની જગ્યાએ નવી ચામડી આવવા લાગે છે. ઘા નાનો થવા લાગે છે અને નુકસાન પામેલી નસો પણ ફરી સારી થવા લાગે છે.

  • ચામડી પર વાગેલા ઘાની નિશાની ધીરે ધીરે જતી રહે છે અને ચામડી મજબૂત બને છે.

રુઝ આવવાની પ્રક્રિયાથી પ્રેરાઈને સંશોધકો એવું પ્લાસ્ટિક બનાવી રહ્યા છે જે ફાટી જાય તોપણ, જાતે જ સંધાઈ જાય. એમાં નાની-નાની ટ્યૂબ મૂકવામાં આવે છે. જો કોઈ કારણોથી પ્લાસ્ટિક ફાટી જાય, તો એ ટ્યૂબમાં રહેલાં બે અલગ પ્રકારનાં કેમિકલ બહાર નીકળે છે. એ બેના મિશ્રણથી એક પદાર્થ બને છે જે ફાટેલી જગ્યાને પૂરી દે છે. પછી, એ પદાર્થ કઠણ થવા લાગે છે અને પ્લાસ્ટિક પોતાની મજબૂતાઈ પાછી મેળવે છે. એક સંશોધક જણાવે છે કે, આ વિશે હજી સંશોધન ચાલુ છે. જોકે, સૃષ્ટિમાં આ પ્રક્રિયા પહેલેથી જ છે.

વિચારવા જેવું: શરીરની ઘા રુઝવવાની ક્ષમતા શું પોતાની મેળે આવી ગઈ કે પછી એનો કોઈ રચનાર છે? (g૧૫-E ૧૨)