સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૫

મોટું પૂર, કોણે ભગવાનનું સાંભળ્યું?

મોટું પૂર, કોણે ભગવાનનું સાંભળ્યું?

નૂહના જમાનામાં મોટા ભાગના લોકો ખરાબ હતા. ઉત્પત્તિ ૬:૫

આદમ અને હવાને બાળકો થયાં. ધીમે ધીમે ધરતી પર લોકો વધવા લાગ્યા. સમય જતાં અમુક દૂતો શેતાન સાથે ભળી ગયા અને ભગવાનની સામે થયા.

એ દૂતો ધરતી પર ઊતરી આવ્યા અને માણસનું રૂપ લીધું, જેથી સ્ત્રીઓ સાથે પરણી શકે. તેઓને થયેલાં બાળકો આપણા જેવા ન હતાં, પણ ખૂબ બળવાન અને જુલમી હતાં.

દુનિયામાં ખરાબ લોકો વધી ગયા. બાઇબલ કહે છે કે લોકો ખોટા વિચારો અને કામોમાં જ ડૂબેલા હતા. એ જમાનામાં ધરતી પર પાપનો ઘડો ભરાઈ ગયો હતો.

નૂહે ભગવાનનું કહેવું માન્યું અને વહાણ બનાવ્યું. ઉત્પત્તિ ૬:૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૨

નૂહ સારા માણસ હતા. યહોવાએ તેમને કીધું કે ‘ખરાબ લોકોનો નાશ કરવા હું મોટું પૂર લાવીશ.’

યહોવાએ નૂહને એક મોટી હોડી કે વહાણ બનાવવા કીધું. પછી તેમના કુટુંબને અને દરેક જાતનાં પશુ-પંખીઓને વહાણમાં લઈ જવા કીધું.

નૂહે લોકોને ચેતવણી આપી કે મોટું પૂર આવશે, પણ તેઓએ માન્યું નહિ. અમુકે નૂહની મજાક ઉડાવી. અમુક તેમને નફરત કરવા લાગ્યા.

આખરે વહાણ બંધાઈ ગયું. નૂહ બધાં પશુ-પંખીઓને વહાણની અંદર લઈ ગયા.