સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૯

શીખવવા માટે વસ્તુઓ વાપરો

શીખવવા માટે વસ્તુઓ વાપરો

ઉત્પત્તિ ૧૫:૫

મુખ્ય વિચાર: મહત્ત્વના મુદ્દાઓ શીખવતી વખતે વસ્તુઓ વાપરશો તો એ યાદગાર બની જશે.

કેવી રીતે કરશો:

  • તમે શીખવો છો એને યાદગાર બનાવવા ચીજવસ્તુઓ પસંદ કરો. મહત્ત્વના વિચારો શીખવવા માટે એ વાપરો, નાની નાની વિગતો માટે નહિ. ચિત્રો, ડાયાગ્રામ, નકશાઓ, ક્યારે શું બન્યું એ બતાવતી સમયરેખા અથવા એવી બીજી વસ્તુઓ વાપરી શકો. તમે બતાવો છો એ વસ્તુ જ નહિ, તમે જે શીખવવા માંગો છો એ મુદ્દો પણ લોકોને યાદ રહેવો જોઈએ.

  • તમે જે વસ્તુઓ વાપરો છો એ સાંભળનારાઓ બરાબર જોઈ શકે એની ખાતરી કરો.