સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૭

સાચી અને ખાતરી કરાવે એવી માહિતી

સાચી અને ખાતરી કરાવે એવી માહિતી

લુક ૧:૩

મુખ્ય વિચાર: ભરોસો મૂકાય એવી માહિતી વાપરો, જેથી સાંભળનારાઓને સાચી માહિતી મળે.

કેવી રીતે કરશો:

  • ભરોસો મૂકાય એવી માહિતી વાપરો. તમારી વાત બાઇબલને આધારે કરો, શક્ય હોય તો એમાંથી જ વાંચો. કોઈ બીજી વિગતો જણાવવી હોય તો, અગાઉથી ચેક કરો કે એ માહિતી સાચી છે અને બદલાઈ નથી ગઈ. દાખલા તરીકે, વિજ્ઞાનની કોઈ વાત, કોઈ સમાચાર, અનુભવ અથવા મુખ્ય વિચારને ટેકો આપતી કોઈ વાત કરવાના હો ત્યારે અગાઉથી ચેક કરો.

  • માહિતીનો યોગ્ય ઉપયોગ. કોઈ કલમ વાપરતા પહેલાં સમજો કે યહોવા એમાંથી શું શીખવવા માંગે છે. એની સમજણ બાઇબલના સુમેળમાં આપો, ‘વિશ્વાસુ અને સમજુ ચાકરે’ બહાર પાડેલી માહિતીના સુમેળમાં આપો. (માથ. ૨૪:૪૫) બહારની માહિતીને બદલશો નહિ, જેવી છે એવી જ રજૂ કરો. લેખકનો ઇરાદો શું છે એનો પણ વિચાર કરો.

  • માહિતીને બરાબર સમજાવો. કલમ કે માહિતી વાંચો. પછી એના વિશે સવાલો પૂછો અથવા દાખલો આપીને સમજાવો. એનાથી સાંભળનારા માહિતીનો અર્થ જાતે સમજી શકશે.