સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ ૪

વ્યક્તિનું મન તૈયાર કરો, પછી બાઇબલમાંથી બતાવો

વ્યક્તિનું મન તૈયાર કરો, પછી બાઇબલમાંથી બતાવો

માથ્થી ૨૨:૪૧-૪૫

મુખ્ય વિચાર: બાઇબલમાંથી વાંચતા પહેલાં લોકોનાં મન તૈયાર કરો.

કેવી રીતે કરશો:

  • તમારે શા માટે કલમ વાંચવી છે એનો વિચાર કરો. દરેક કલમ વાંચતા પહેલાં એને સારી રીતે રજૂ કરો. એનાથી લોકો કલમના મુખ્ય વિચાર પર ધ્યાન આપી શકશે.

  • બાઇબલ પર ભાર મૂકો. ઈશ્વરમાં માને છે તેઓ સાથે વાત કરો ત્યારે, બાઇબલ ‘ઈશ્વરની વાણી’ છે એ જણાવો. એનાથી તેઓ જોઈ શકશે કે આપણે ઈશ્વરના વિચારો જણાવીએ છીએ.

  • બાઇબલ માટે રસ જગાડો. એવો સવાલ પૂછો, જેનો જવાબ બાઇબલની કલમોમાં હોય. એવી તકલીફ વિશે વાત કરો, જેનો ઉકેલ બાઇબલની કલમોમાં હોય. અથવા એવો સિદ્ધાંત જણાવો, જે બાઇબલના કોઈ બનાવની મદદથી સમજાવી શકાય.