સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—અંધ વ્યક્તિને સાક્ષી આપીએ

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—અંધ વ્યક્તિને સાક્ષી આપીએ

કેમ મહત્ત્વનું: ઘણી અંધ વ્યક્તિઓ અજાણી વ્યક્તિ સાથે વાત કરતા અચકાય છે. એટલે તેઓને ખુશખબર જણાવવા આપણે અમુક આવડત કેળવવી જોઈએ. યહોવા અંધ લોકોને પ્રેમ કરે છે. (લેવી ૧૯:૧૪) આપણે તેમના પગલે ચાલવાનો પ્રયત્ન કરી શકીએ. અંધ લોકો યહોવા વિશે શીખે માટે આપણે પહેલ કરવી જોઈએ.

કઈ રીતે કરશો:

  • અંધ વ્યક્તિની શોધ કરો. (માથ ૧૦:૧૧) શું તમે એવા કોઈને ઓળખો છો જેના કુટુંબમાં અંધ વ્યક્તિ હોય? શું તમારા વિસ્તારમાં અંધ લોકો માટેની શાળા કે સંસ્થા છે? શું તેઓને અંધ લોકો માટેનું સાહિત્ય લેવાનું ગમશે?

  • વ્યક્તિ માટે લાગણી બતાવો. જો તમે મળતાવડા હશો અને તેઓની કાળજી લેશો, તો તેઓ સહેલાઈથી તમારી સાથે વાત કરશે. તેઓને પસંદ હોય એવા વિષય પર વાત કરો.

  • તેઓ યહોવાને ઓળખી શકે માટે સાહિત્યો આપો. જેઓ જોઈ શકતા નથી અથવા ઓછું જોઈ શકે છે, તેઓ માટે સંગઠને અલગ અલગ ફૉર્મેટમાં સાહિત્યો બહાર પાડ્યાં છે. અંધ વ્યક્તિને પૂછો કે તે કઈ રીતે અભ્યાસ કરવા માંગે છે. અંધ વ્યક્તિને જે ફૉર્મેટમાં સાહિત્ય જોઈતું હોય એ માટે સાહિત્ય વિભાગના ભાઈ ફૉર્મ ભરે, એની સેવા નિરીક્ષક ખાતરી કરશે.