સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સારા પત્રો લખીએ

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સારા પત્રો લખીએ

કેમ મહત્ત્વનું: મંડળોને ઉત્તેજન આપવા પ્રેરિત પાઊલે કુલ ૧૪ પત્રો લખ્યા હતા. કોરીંથીઓને પહેલો પત્ર એમાંનો એક છે. વ્યક્તિ પત્ર લખે ત્યારે, તે નિરાંતે સમજી-વિચારીને પોતાના વિચારો જણાવી શકે છે. જેને પત્ર લખ્યો હોય એ વ્યક્તિ વારંવાર એને વાંચી શકે છે. સગાં-વહાલાં અને ઓળખીતાઓને આ રીતે ખુશખબર જણાવી શકીએ. જેઓને મળીને વાત કરી શકતા નથી તેઓને પત્રથી ખુશખબર જણાવી શકીએ છીએ. જેમ કે, કોઈ વ્યક્તિએ રસ બતાવ્યો હોય, પણ તે ભાગ્યે જ ઘરે મળે છે. બીજા અમુક લોકો એવા ઍપાર્ટમેન્ટ કે બિલ્ડિંગમાં રહે છે, જ્યાં વોચમેન અંદર જવાની રજા આપતા નથી. અથવા તો તેઓ ઘણે દૂર અને છૂટાછવાયા રહે છે. અજાણી વ્યક્તિને પત્ર લખીએ ત્યારે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે?

કઈ રીતે કરી શકીએ:

  • એવી રીતે લખો જાણે આપણે એ વ્યક્તિ સાથે વાત કરતા હોય. પત્રની શરૂઆતમાં તમારી ઓળખાણ આપો. પત્ર લખવાનું કારણ સાફ જણાવો. પછી વ્યક્તિને વિચારવા માટે એક સવાલ પૂછો અને આપણી વેબસાઈટ વિશે જણાવો. જણાવો કે તેઓ ચાહે તો બાઇબલમાંથી ઓનલાઇન શીખી શકે (ગુજરાતીમાં પ્રાપ્ય નથી). અથવા, તમે તેમના ઘરે જઈને બાઇબલમાંથી શીખવી શકો. અભ્યાસ માટેના કોઈ પણ સાહિત્યમાંથી અમુક વિષયો જણાવી શકો. કોન્ટેક્ટ કાર્ડ, આમંત્રણ પત્રિકા કે કોઈ ટ્રેક્ટ એમાં મૂકી શકો

  • લાંબો પત્ર લખશો નહિ. ઘણું બધું લખશો તો, વ્યક્તિને વાંચતા કંટાળો આવશે.—પત્રનો નમૂનો જુઓ

  • પત્રમાં ભૂલો રહી ગઈ હોય તો સુધારો. સુંદર અને સાફ અક્ષરોમાં લખો. જાણે કોઈ મિત્ર સાથે વાત કરતા હોય એ રીતે લખો. સમજી-વિચારીને લખો. તમારા શબ્દો ઉત્તેજન આપનારા હોય. પત્ર પર જરૂરી સ્ટેમ્પ લગાડજો