સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રજૂઆતની એક રીત

રજૂઆતની એક રીત

ઈશ્વરનું રાજ્ય શું છે? (T-36)

સવાલ: તમને લાગે છે કે, દુઃખ-દર્દ અને મરણ વગરનું જીવન શક્ય છે? [ઘરમાલિક રસ બતાવે તો આગળ વાત કરો.] શાસ્ત્રમાં એ વિશે આમ જણાવવામાં આવ્યું છે.

શાસ્ત્રવચન: પ્રક ૨૧:૩, ૪

આમ કહો: આ પત્રિકા એ વિશે વધુ માહિતી આપે છે.

ઈશ્વરનું રાજ્ય શું છે? (T-36)

સવાલ: શું તમે જાણવા ચાહો છો કે, મનુષ્યોની બધી જ મુશ્કેલીઓનો હલ કઈ રીતે આવી શકે? [ઘરમાલિક રસ બતાવે તો કલમ વાંચો.]

શાસ્ત્રવચન: દા ૨:૪૪

આમ કહો: આ પત્રિકા જણાવે છે કે, ઈશ્વરની સરકાર આપણી બધી મુશ્કેલીઓનો અંત લાવશે.

સ્મરણપ્રસંગ માટે આમંત્રણ

આમ કહો: અમે લોકોને એક ખાસ પ્રસંગ માટે આમંત્રણ આપીએ છીએ. [આમંત્રણ પત્રિકા આપો.] એપ્રિલ ૧૧ના રોજ દુનિયા ફરતે લાખો લોકો ઈસુના મરણને યાદ કરવા ભેગા મળશે. ઈસુના મરણથી આપણને કયા આશીર્વાદો મળવાના છે, એ વિશે ત્યાં એક પ્રવચન આપવામાં આવશે. આ પત્રિકામાં એ સભાનું સરનામું અને સમય આપેલાં છે. પ્રવેશ મફત છે. જો તમે આવશો, તો અમને ખુશી થશે.

રજૂઆત તમારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.