સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૧૨-૧૬

ઇઝરાયેલ યહોવાને ભૂલી ગયું

ઇઝરાયેલ યહોવાને ભૂલી ગયું

યહોવાએ હઠીલા યહુદા અને યરૂશાલેમનું ઘમંડ ઉતારવાનો નિર્ણય લીધો હતો. એને રજૂ કરતી એક અઘરી સોંપણી તેમણે યિર્મેયાને આપી હતી.

યિર્મેયાએ શણનો કમરબંધ ખરીદ્યો

૧૩:૧, ૨

  • કમરે બાંધેલો એ કમરબંધ યહોવા અને રાષ્ટ્ર વચ્ચે કેટલી ગાઢ મિત્રતા શક્ય છે, એ બતાવતું હતું

યિર્મેયા એ કમરબંધને ફ્રાત નદી પાસે લઈ ગયા

૧૩:૩-૫

  • તેમણે એને ખડકની ફાટમાં સંતાડ્યો અને પછી યરૂશાલેમ પાછા આવ્યા

એ કમરબંધ પાછો લેવા યિર્મેયા ફરીથી ફ્રાત નદી પાસે ગયા

૧૩:૬, ૭

  • એ કમરબંધ નકામો થઈ ગયો હતો

યિર્મેયાએ પોતાની સોંપણી પૂરી કરી પછી યહોવાએ એનો ખુલાસો કર્યો

૧૩:૮-૧૧

  • યહોવાની આજ્ઞા પૂરી કરવા યિર્મેયાએ કરેલી મહેનત કદાચ નકામી લાગે; પણ, એ બતાવતું હતું કે લોકોના દિલ સુધી પહોંચવા યહોવા કેટલી મહેનત કરે છે