સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સપનાઓની દુનિયા

સપનાઓની દુનિયા

ડાઉનલોડ:

  1. ૧. ગરીબી ભલે નડે છે

    ને રોટલો તો માંડ મળે છે

    બંધ આંખોથી જોઈ શકું છું 

    સુંદર સપનું એક દુન્યાનું 

    (ટેક)

    સપનાઓની દુન્યા આ ધરતી પર

    બસ આવશે આંખોના પલકારામાં 

    નથી ગરીબ કોઈ કે નથી કોઈ ભૂખ્યા

    નાચો ગાઓ જિંદગી આખી હવે તહેવાર છે 

  2. ૨. તાજગી ઝાકળ જેવી ચારેકોર 

    ને સંભળાય છે ખુશીનો શોર

    નવીનક્કોર કરી ધરતી 

    સૂરજ ઊગે રોજ સોનેરી 

    (ટેક)

    સપનાઓની દુન્યા આ ધરતી પર

    બસ આવશે આંખોના પલકારામાં 

    નથી ગરીબ કોઈ કે નથી કોઈ ભૂખ્યા

    નાચો ગાઓ જિંદગી આખી હવે તે’વાર છે 

    (ખાસ પંક્તિઓ)

    ભલે આજે ના ચાલી શકું હું 

    સાઇકલ ચલાવવાનું છે સપનું

    (ટેક)

    સપનાઓની દુન્યા આ ધરતી પર

    બસ આવશે આંખોના પલકારામાં 

    ઊઠી છે ઉમંગો ને જાગી છે સવાર 

    હવે મારી ખુશી છે અપાર 

    (ટેક)

    સપનાઓની દુન્યા આ ધરતી પર

    બસ આવશે આંખોના પલકારામાં 

    નથી ગરીબ કોઈ કે નથી કોઈ ભૂખ્યા

    જિંદગી આખી હવે તહેવાર છે