સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | કેમ સારા લોકો આફતનો શિકાર બને છે?

વધી રહેલા કરુણ બનાવો

વધી રહેલા કરુણ બનાવો

પાંત્રીસ વર્ષના સ્મિતાબેન * બાંગ્લાદેશના ઢાકા શહેરમાં રહેતાં હતાં. તે ખૂબ જ પ્રેમાળ અને બીજાઓને મદદ કરનાર તરીકે જાણીતાં હતાં. તેમ જ, મહેનતુ અને આનંદી પત્ની હતાં. બીજાઓને ઈશ્વર વિશે જણાવવાનું તેમને ખૂબ જ ગમતું. અચાનક તે બીમાર પડ્યાં અને એક જ અઠવાડિયામાં મરણ પામ્યાં. એનાથી તેમના કુટુંબીજનો અને મિત્રોને કેટલો આઘાત લાગ્યો હશે!

ન્યૂ યૉર્કમાં રહેતા જેમ્સ અને તેમના પત્ની ત્રીસેક વર્ષના હતા. તેઓનો સ્વભાવ પણ સ્મિતા જેવો હતો. ઉનાળામાં પોતાના મિત્રને મળવા તેઓ પશ્ચિમ અમેરિકાના દરિયા કિનારે ગયા. પણ, વાહન અકસ્માતમાં તેઓનું મરણ થયું હોવાથી પોતાના ઘરે પાછા પહોંચી ન શક્યા. એ બનાવથી તેમના કુટુંબીજનો અને સાથે કામ કરનાર લોકોના દિલમાં ખાલીપો છવાઈ ગયો.

આજે દુનિયામાં ચારેબાજુ ખરાબ બનાવો અને દુઃખ-તકલીફો સામાન્ય થઈ ગયા છે. યુદ્ધોએ ઘણા લોકો અને સૈનિકોના જીવ લીધા છે. નિર્દોષ લોકો ગુના અને હિંસાનો ભોગ બને છે. જીવલેણ અકસ્માતો અને ખતરનાક બીમારીઓ વ્યક્તિનો હોદ્દો કે ઉંમર જોતા નથી. એ કોઈને પણ થઈ શકે છે. કુદરતી આફતો કોઈને છોડતી નથી. ભેદભાવ અને અન્યાય આજે રોજનું થઈ ગયું છે. તમે પણ કદાચ આવી કોઈ બાબતનો શિકાર બન્યા હશો.

એટલે મનમાં આવા સવાલો થાય એ સ્વાભાવિક છે:

  • કેમ સારા લોકો પર દુઃખો આવે છે?

  • શું દુઃખ-તકલીફો માટે ઈશ્વર જવાબદાર છે?

  • શું આફતો અણધારી જ આવે છે કે એની પાછળ માણસનો હાથ છે?

  • શું વ્યક્તિ કર્મના કર્યા ભોગવે છે?

  • ઈશ્વર તો સર્વશક્તિમાન છે. તોય, કેમ સારા લોકોનું દુષ્ટતાથી રક્ષણ કરતા નથી?

  • શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?

એ સવાલોના જવાબ મેળવતા પહેલાં આપણે બે બાબતો જાણવાની જરૂર છે: ખરાબ બનાવો કેમ બને છે અને ઈશ્વર એ વિશે શું કરશે? (w14-E 07/01)

^ ફકરો. 3 નામ બદલ્યાં છે.