સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહીએ

સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહીએ

સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહીએ

“મરતાં સુધી હું મારા પ્રમાણિકપણાનો ઇન્કાર કરીશ નહિ.”—અયૂ. ૨૭:૫.

૧, ૨. યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરવા શું કરવું જોઈએ? આ લેખમાં શાની ચર્ચા કરીશું?

 કલ્પના કરો કે તમે નવા બંગલાના પ્લાન જુઓ છો. વાહ, શું ડિઝાઇન! એની સગવડો, ફર્નિચર વગેરેના વિચારોમાં ખોવાઈ જાવ છો. પણ જો એ બંગલો બંધાય જ નહિ, તો શું ફાયદો!

એ જ રીતે યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરવાની ઇચ્છા રાખવી જ પૂરતું નથી. પણ સચ્ચાઈના માર્ગે ચાલવા બનતું બધું કરીશું, તો જ ફાયદો થશે. બંગલો બાંધવા ઘણા પૈસા જોઈએ. મહેનત કરવી પડે. (લુક ૧૪:૨૮, ૨૯) એ જ રીતે સચ્ચાઈથી ચાલવા ઘણા પ્રયત્ન કરવા પડે. ઘણું જતું કરવું પડે. સચ્ચાઈના માર્ગે ચાલવા શું કરી શકાય? એમાંથી ભટકી ન જઈએ, એ માટે શું કરવું જોઈએ? આપણે ભટકી ગયા હોઈએ તો શું કરવું જોઈએ? ચાલો એ ત્રણ પ્રશ્નોની ચર્ચા કરીએ.

સચ્ચાઈના માર્ગે ચાલવા શું કરવું જોઈએ?

૩, ૪. (ક) સચ્ચાઈથી ચાલવા યહોવાહ કઈ રીતે મદદ કરે છે? (ખ) સચ્ચાઈના માર્ગ પર ચાલવા ઈસુએ કયો દાખલો બેસાડ્યો?

આગળના લેખમાં જોઈ ગયા કે યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરવાની પસંદગી આપણી છે. જો એમ કરવા માગતા હોઈએ, તો સચ્ચાઈને માર્ગે કઈ રીતે ચાલવું એ યહોવાહ શીખવશે. એ માર્ગ પર ચાલવા શક્તિ આપશે. (લુક ૧૧:૧૩) આપણે એ માર્ગ પર ચાલીશું તેમ, યહોવાહ આપણને તેમની સાથેનો નાતો જાળવી રાખવા મદદ કરશે.—નીતિ. ૨:૭.

યહોવાહે આપણને કઈ રીતે સચ્ચાઈને માર્ગે ચાલવાનું શીખવ્યું છે? ઈસુને મોકલીને. બધી જ રીતે યહોવાહના કહેવા પ્રમાણે જીવીને, ઈસુ ‘મરણને આધીન થયા.’ (ફિલિ. ૨:૮) એક વાર આકરી કસોટીમાં પણ તેમણે યહોવાહને કહ્યું, “મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઇચ્છા પ્રમાણે થાઓ.” (લુક ૨૨:૪૨) પોતાને પૂછો કે ‘શું હું ઈસુને પગલે ચાલું છું?’ પૂરા દિલથી યહોવાહનું કહેવું માનીને, સચ્ચાઈથી ચાલી શકીશું. ચાલો જોઈએ કે ખાસ કેવી બાબતોમાં યહોવાહની આજ્ઞા પાળવી જોઈએ.

૫, ૬. (ક) દાઊદે “ઘરમાં” પણ સચ્ચાઈથી ચાલવા વિષે શું કહ્યું? (ખ) આપણે એકલા હોઈએ ત્યારે શું લલચાવી શકે છે?

દાઊદ જાણતા હતા કે કોઈ જોતું ન હોય ત્યારે પણ યહોવાહની આજ્ઞા પાળવી જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૦૧:૨ વાંચો.) તે રાજા હોવાથી હંમેશાં લોકોથી ઘેરાયેલા રહેતા. ઘણી વખત હજારો લોકોની નજર તેમના પર હતી. (વધારે માહિતી: ગીતશાસ્ત્ર ૨૬:૧૨.) દાઊદને ખબર હતી કે પ્રજા માટે સારો દાખલો બેસાડવો જોઈએ. (પુન. ૧૭:૧૮, ૧૯) ફક્ત લોકોમાં જ નહિ, ‘તેમના ઘરમાં’ એકલા હોય ત્યારે પણ, તે સચ્ચાઈથી વર્તતા. આજે આપણા વિષે શું?

ગીતશાસ્ત્ર ૧૦૧:૩માં દાઊદે કહ્યું: “હું કંઈ અધમ [બૂરી] વસ્તુ મારી દૃષ્ટિમાં રાખીશ નહિ.” એકલા હોઈએ ત્યારે, આપણી નજર આગળ ઘણી બૂરી બાબતો આવી શકે. દાખલા તરીકે, ઇન્ટરનેટ વાપરતા હોઈએ ને અચાનક ગંદા ચિત્રો કે પોર્નોગ્રાફીની જાહેરાત આવી જાય છે. એ જોઈએ તો, શું દાઊદના શબ્દો પ્રમાણે વર્તીએ છીએ? પોર્નોગ્રાફી ઝેર જેવી છે. એ ખોટી લાગણીઓ જગાડે છે. સ્વાર્થી બનાવે છે. અંતઃકરણ બૂઠું બનાવી દે છે. લગ્‍નજીવનમાં આગ લગાડે છે. એને લાગતા-વળગતા બધાનું નામ બદનામ કરે છે.—નીતિ. ૪:૨૩; ૨ કોરીં. ૭:૧; ૧ થેસ્સા. ૪:૩-૫.

૭. સચ્ચાઈના માર્ગમાં ચાલતા રહેવા બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરશે?

ચાલો આપણે માત્થી ૫:૨૮ની સલાહ પાળીએ. પોર્નોગ્રાફી જેવી કોઈ માહિતી વાંચીએ નહિ કે જોઈએ નહિ. એમ કરીશું તો, સચ્ચાઈના માર્ગમાં ચાલતા રહીશું. હકીકતમાં આપણે કદીયે એકલા હોતા નથી. યહોવાહ હંમેશાં આપણી સાથે જ છે. (ગીતશાસ્ત્ર ૧૧:૪ વાંચો.) જ્યારે આપણે લાલચોથી મોં ફેરવી લઈએ છીએ, ત્યારે તેમને કેટલો આનંદ થતો હશે!

૮, ૯. (ક) દાનીયેલ અને તેમના મિત્રોની કઈ કસોટી થઈ? (ખ) આજે યુવાનો શું કરે છે, જેનાથી યહોવાહને અને આપણને આનંદ થાય છે?

આપણે દુનિયાના લોકો સાથે હોઈએ ત્યારે પણ, સચ્ચાઈથી વર્તવું જોઈએ. દાનીયેલ અને તેમના ત્રણ મિત્રોનો વિચાર કરો. તેઓને બાબેલોનમાં ગુલામ તરીકે લઈ જવાયા ત્યારે તેઓ યુવાનો હતા. ત્યાંના લોકો યહોવાહને માનતા ન હતા. તેઓએ ચાર યુવાનો પર અમુક એવો ખોરાક ખાવાનું દબાણ મૂક્યું, જે યહોવાહના નિયમ વિરુદ્ધ હતો. યુવાનો વિચારી શક્યા હોત કે ‘ખાઈએ, પીએ ને મજા કરીએ. માબાપ, વડીલો કે યાજકોને કંઈ ખબર નહિ પડે!’ તોપણ તેઓએ એમ ન કર્યું, કેમ કે તેઓ જાણતા હતા કે યહોવાહ બધુંયે જુએ છે.—દાની. ૧:૩-૯.

આજે પણ યુવાન ભાઈ-બહેનો પર ઘણાં દબાણો કે લાલચો આવે છે. જેમ કે ડ્રગ્સ, મારામારી, ગાળાગાળી અને વ્યભિચાર. તેઓ એ બધાનો ઇન્કાર કરીને, યહોવાહનાં ધોરણોને વળગી રહે છે. તેઓનું જીવન શુદ્ધ રહે છે. તેઓ સચ્ચાઈના માર્ગે ચાલે છે. એનાથી યહોવાહને અને આપણને બહુ જ ખુશી થાય છે.—ગીત. ૧૧૦:૩.

૧૦. (ક) કઈ ખોટી સમજણને લીધે અમુક યુવાનો પાપ કરે છે? (ખ) વ્યભિચારથી નાસી છૂટવા શું કરવું જોઈએ?

૧૦ યહોવાહને વ્યભિચારથી સખત નફરત છે. એટલે કોઈ પણ સ્ત્રી કે પુરુષ સાથે વહેવાર કરતી વખતે, તેમના માર્ગદર્શન પ્રમાણે જ વર્તીએ. નહિ તો વ્યભિચાર જેવાં કામોમાં ફસાઈ જઈશું. અમુક યુવાનો માને છે કે જાતીય સંબંધ ન બાંધો ત્યાં સુધી, કંઈ ખોટું નથી. દાખલા તરીકે, અમુક યુવાનો હાથેથી કે મોંથી એકબીજાનાં જાતીય અંગ પંપાળે છે, ગુદા દ્વારા જાતીય વાસના સંતોષે છે (ઑરલ કે એનલ સેક્સ). પણ બાઇબલમાં વ્યભિચાર માટે વપરાયેલા શબ્દમાં એ બધું જ આવી જાય છે. એવાં પાપ માટે, વ્યક્તિને મંડળમાંથી કાઢી મૂકવામાં આવી શકે. * યુવાનો, સજા ભોગવ્યા વગર કેટલાં ખોટાં કામ કરી શકો, એવી છટકબારી ન શોધો. “વ્યભિચારથી નાસો.” (૧ કોરીં. ૬:૧૮) યહોવાહને પસંદ પડે એવાં કામોમાં મંડ્યા રહો. સચ્ચાઈને માર્ગે ચાલતા રહો.

સચ્ચાઈના માર્ગથી ભટકી ન જઈએ

૧૧. આપણે કેમ હંમેશાં યહોવાહની આજ્ઞા પાળવી જોઈએ? દાખલો આપો.

૧૧ યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરવા, હંમેશાં તેમની આજ્ઞાઓ પાળીએ. એક દાખલો લઈએ. એક ઈંટથી નહિ, પણ ઘણી ઈંટોથી બંગલો બંધાય છે. એ જ રીતે, યહોવાહનું કહેવું એક વાર નહિ, પણ કાયમ કરીએ. એનાથી આપણને સચ્ચાઈને માર્ગે ચાલવા મદદ મળશે.—લુક ૧૬:૧૦.

૧૨. દાઊદને અન્યાય થયો ત્યારે શું કર્યું?

૧૨ આપણને અન્યાય થાય ત્યારે પણ, યહોવાહને વળગી રહેવું જોઈએ. દાઊદનો વિચાર કરો. શાઊલ રાજાએ યહોવાહની કૃપા ગુમાવી. જ્યારે કે દાઊદે યહોવાહની કૃપા મેળવી. એટલે દાઊદ સાથે શાઊલ ક્રૂર રીતે વર્ત્યો. તે લશ્કર લઈને દાઊદની પાછળ પડી ગયો. અમુક વર્ષો સુધી આવું ચાલ્યું. દાઊદે શું એવું વિચાર્યું કે સહન કરવામાં શું ફાયદો? શું તેમણે યહોવાહને છોડી દીધા? ના. શાઊલ પર બદલો લેવાની તક મળી, તોપણ એમ ન કર્યું. તેમણે તો યહોવાહે પસંદ કરેલા શાઊલ રાજાને માન આપ્યું.—૧ શમૂ. ૨૪:૨-૭.

૧૩. કોઈ આપણને મોટો અન્યાય કરે, તોપણ શું કરવું જોઈએ?

૧૩ આજે યહોવાહના ભક્તો આખી દુનિયામાં છે. આપણે બધા ભૂલો કરીએ છીએ. પણ જો મંડળમાં કોઈ આપણને મોટો અન્યાય કરે, દિલ દુખાવે તો શું કરીશું? શું દિલમાં કડવાશ ભરી રાખીશું? ના. યહોવાહના સંગઠનમાં બધા જ એવા નથી હોતા. યહોવાહ પોતાના સંગઠનનું રક્ષણ કરે છે. (યશા. ૫૪:૧૭) ભલે કોઈ ગમે એ કરે તોપણ, યહોવાહ પ્રત્યે કડવાશ ન રાખીએ. તેમનું સંગઠન છોડી ન દઈએ. (ગીત. ૧૧૯:૧૬૫) કસોટીઓ સહન કરીને, યહોવાહને માર્ગે ચાલતા રહીએ.

૧૪. બાઇબલ સમજણમાં કે સંગઠનમાં સુધારો થાય ત્યારે શું કરવું જોઈએ?

૧૪ જો યહોવાહને વળગી રહીશું, તો આપણે કોઈની ભૂલો નહિ શોધીએ. કચકચ નહિ કરીએ. યહોવાહના આશીર્વાદથી આજે આખી પૃથ્વી પર તેમની ભક્તિ ફેલાઈ છે. (યશા. ૨:૨-૪) તેમના જ્ઞાનનો પ્રકાશ દિવસે-દિવસે વધતો જાય છે. (નીતિ. ૪:૧૮) બાઇબલ સમજણમાં કે સંગઠનમાં કોઈ સુધારો થાય ત્યારે, આપણે એ ખુશીથી સ્વીકારીએ. જો કોઈ ફેરફાર અઘરો લાગે, તો પ્રાર્થનામાં યહોવાહની મદદ માગીએ. આમ આપણે તેમના માર્ગે ચાલતા રહીશું.

જો ભટકી જઈએ તો શું કરવું જોઈએ?

૧૫. યહોવાહ સાથેનો આપણો નાતો ફક્ત કોણ કાપી શકે?

૧૫ આપણે આગળના લેખમાં શીખ્યા તેમ, યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરવી અને સચ્ચાઈના માર્ગે ચાલતા રહેવું બહુ જ મહત્ત્વનું છે. જો એમ ન કરીએ તો આપણે પોતે યહોવાહ સાથેનો નાતો કાપી નાખીશું. ભાવિની આશા ખોવી બેસીશું. યહોવાહને વળગી રહીશું કે નહિ, એ આપણે પોતે જ નક્કી કરી શકીએ, બીજું કોઈ નહિ. એ સારી રીતે જાણતા હોવાથી અયૂબે કહ્યું, “મરતાં સુધી હું મારા પ્રમાણિકપણાનો ઇન્કાર કરીશ નહિ.” (અયૂ. ૨૭:૫) આપણે પણ અયૂબના જેવો જ નિર્ણય કરીએ.—યાકૂ. ૪:૮.

૧૬, ૧૭. (ક) પાપ કરીએ ત્યારે શું ન કરવું જોઈએ? (ખ) જો આપણે પાપ કરીએ તો શું કરવું જોઈએ?

૧૬ તોપણ યહોવાહના માર્ગથી અમુક ભટકી જાય છે. પહેલી સદીની જેમ અમુક જણ પાપ કર્યા કરે છે. આપણે એમ કર્યું હોય તો, શું ફરીથી યહોવાહની કૃપા પામી શકાય? જરૂર પામી શકાય. એ માટે શું કરવું જોઈએ? આપણે કંઈ ખોટું કરીએ તો, માબાપ અને વડીલોથી સંતાડીએ નહિ. યહોવાહ કહે છે: “જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છૂપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.” (નીતિ. ૨૮:૧૩) પાપ સંતાડવાની કોશિશ ન કરીએ, કેમ કે યહોવાહ તો બધું જ જોઈ શકે છે. (હેબ્રી ૪:૧૩ વાંચો.) અમુક જણ છાનીછૂપી રીતે પાપ કરે છે અને યહોવાહને ભજવાનો ઢોંગ પણ કરે છે. આવા ઢોંગથી યહોવાહને સખત નફરત છે.—નીતિ. ૨૧:૨૭; યશા. ૧:૧૧-૧૬.

૧૭ જો આપણે કોઈ પાપ કર્યું હોય, તો વડીલોની મદદ લઈએ. તેઓનો ડર ન રાખીએ. એ યહોવાહની ગોઠવણ છે, જેથી તેમની સાથેનો નાતો ફરી બાંધી શકીએ. (યાકૂબ ૫:૧૪ વાંચો.) દાખલા તરીકે, આપણું જીવન બચાવવા કોઈ ઇંજેક્શન લેવાનું હોય કે ઑપરેશન કરાવવાનું હોય. પણ એના ડરને લીધે આપણે ના નહિ કહીએ. એવી જ રીતે, વડીલોની મદદ લેતા અચકાઈએ નહિ.—હેબ્રી ૧૨:૧૧.

૧૮, ૧૯. (ક) દાઊદનો દાખલો શું બતાવે છે? (ખ) યહોવાહને વળગી રહેવા તમે શું કરશો?

૧૮ દાઊદ રાજાનો વિચાર કરો. તેમણે વ્યભિચાર કર્યો. નિર્દોષ પતિનું ખૂન કરાવ્યું. યહોવાહની કૃપા ગુમાવી. આટલું બધું ખોટું કર્યા પછી, શું દાઊદ યહોવાહની કૃપા પાછી મેળવી શક્યા? હા. સખત ઠપકો આપવામાં આવ્યો ત્યારે, તેમણે ખૂબ પસ્તાવો કર્યો. તે મરણ સુધી યહોવાહને વળગી રહ્યા. એટલે યહોવાહે સુલેમાનને કહ્યું કે દાઊદ પૂરા દિલથી તેમના માર્ગે ચાલ્યા હતા. (૧ રાજાઓ ૯:૪ વાંચો.) દાઊદના કિસ્સામાં નીતિવચનો ૨૪:૧૬ના શબ્દો સાચા ઠરે છે: “નેક માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે.” આપણે ભલે ગમે એ પાપ કર્યાં હોય, પણ દિલથી પસ્તાવો કરીએ તો યહોવાહ જરૂર માફ કરશે.—યશા. ૧:૧૮.

૧૯ દાઊદે કહ્યું કે “હું તો પ્રમાણિકપણે વર્તીશ.” (ગીત. ૨૬:૧૧) ચાલો આપણે પણ પૂરા દિલથી યહોવાહનું માનીએ. તેમને જ વળગી રહીએ. કોઈ પાપ થઈ જાય તોપણ, પસ્તાવો કરીએ. સચ્ચાઈના માર્ગમાં ચાલતા રહીએ. (w08 12/15)

[Footnotes]

કેવી રીતે સમજાવશો?

• સચ્ચાઈના માર્ગે ચાલવા શું કરવું જોઈએ?

• યહોવાહના માર્ગમાંથી ભટકી ન જઈએ, એ માટે શું કરવું જોઈએ?

• આપણે ભટકી ગયા હોઈએ તો શું કરવું જોઈએ?

[Study Questions]

[Box on page 16]

‘તે સાચે જ ઇમાનદાર છે’

એક સ્ત્રી મા બનવાની હતી. તે હોટેલમાં કૉફી પીવા ગઈ. ત્યાંથી નીકળી એના અમુક સમય પછી ખબર પડી કે તેનું પર્સ હોટેલમાં જ રહી ગયું. એમાં ૨,૦૦૦ ડૉલર (લગભગ ૮૦,૦૦૦ રૂપિયા) હતા! એ પર્સ બીજી યુવાન સ્ત્રીને મળ્યું, જે તરત શોધ કરવા લાગી કે એ કોનું છે. કોઈ પત્તો ન લાગતા, પર્સ લઈને તે પોલીસ સ્ટેશને ગઈ. પોલીસે જેનું પર્સ હતું, એ સ્ત્રીને શોધી કાઢી. એના વિષે એક ન્યૂઝ પેપરમાં રિપોર્ટ આવ્યો. એમાં પર્સવાળી સ્ત્રીએ કહ્યું: ‘પર્સ ખોવાઈ ગયું એની ખબર પડતા જ મારા હોશકોશ ઊડી ગયા. મને પર્સ પાછું આપનાર સાચે જ ઇમાનદાર છે.’ એનું કારણ શું હતું? ન્યૂઝ પેપરને યુવાન સ્ત્રીએ જણાવ્યું: ‘હું નાનપણથી યહોવાહની સાક્ષી છું. મારો ધર્મ ઇમાનદારી શીખવે છે!’