સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શા માટે યશાયાહ ૩૦:૨૧ કહે છે કે “તમારી પછવાડેથી” તમે યહોવાહનો અવાજ સાંભળશો, જ્યારે એની પહેલાની કલમ કહે છે “તારી આંખો તારા શિક્ષકને જોશે”?

યશાયાહ ૩૦:૨૦, ૨૧ કહે છે: “તારો શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તારી આંખો તારા શિક્ષકને જોશે. જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સાંભળશે, કે માર્ગ આ છે, તે પર તમે ચાલો.”

એનો અર્થ એમ નથી થતો, કે વાંચનાર પોતાની નરી આંખે યહોવાહને જુએ છે અને અવાજ પછવાડેથી સાંભળે છે. તો પછી, એનો અર્થ શું થાય છે?

કલમ ૨૦ આપણને એ સેવકની યાદ અપાવે છે જે પોતાના માલિકનો દરેક પડતો બોલ ઝીલવા તૈયાર હોય છે. એ સેવક પોતાના માલિકના હાથ તરફ ધ્યાન આપે છે, જેથી માલિક શું કહે છે એ તે સમજી શકે. એ જ રીતે, યહોવાહ આજે પૃથ્વી પરની સંસ્થા દ્વારા બાઇબલમાંથી જે સૂચનાઓ આપે છે એને આપણે ધ્યાનથી સાંભળીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૨૩:૧, ૨) તેમ જ, યહોવાહ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા જે સૂચનાઓ આપે છે, એને ધ્યાન આપીને એ જ પ્રમાણે કરીએ છીએ.—માત્થી ૨૪:૪૫-૪૭.

તો પછી, પરમેશ્વરના સેવકો ‘પછવાડેથી’ જે અવાજ સાંભળે છે એ શું છે? એ તો ભૂતકાળમાં યહોવાહ તેમના શબ્દ બાઇબલ દ્વારા જે બોલ્યા હતા એને બતાવે છે અને એ સૂચનાઓ તે ‘વિશ્વાસુ કારભારી’ દ્વારા સમજાવે છે. (લુક ૧૨:૪૨) પરંતુ, આજે આપણે યહોવાહનો અવાજ કઈ રીતે સાંભળીએ છીએ? બાઇબલનો ઊંડો અભ્યાસ કરીને અને એના નિયમોને જીવનમાં લાગુ પાડીને આપણે એમ કરીએ છીએ. તેમ જ, “વિશ્વાસુ તથા શાણો ચાકર” અથવા ‘વિશ્વાસુ કારભારી’ જે પ્રકાશનો તૈયાર કરે છે એના પર મનન કરીને પણ આજે આપણે યહોવાહનો અવાજ સાંભળીએ છીએ. તેથી, આપણા મહાન શિક્ષક યહોવાહ જે સૂચનાઓ આપે છે એને વળગી રહેવાથી અને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી, જાણે આપણે યહોવાહને આંખોથી જોઈએ છીએ અને તેમનો અવાજ પછવાડેથી સાંભળીએ છીએ.—રૂમીઓને પત્ર ૧૫:૪.