સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નેધરલૅન્ડના લોકોને મદદ કરવી

નેધરલૅન્ડના લોકોને મદદ કરવી

રાજ્ય પ્રચારકોના અનુભવ

નેધરલૅન્ડના લોકોને મદદ કરવી

ઈબ્રાહીમનો વિશ્વાસ અસામાન્ય હતો. પ્રેષિત પાઊલે કહ્યું કે ઈબ્રાહીમે દેવનું કહ્યું માનીને, “તેડું મળવાથી . . . પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો.” તેમના આખા કુટુંબ સાથે ઈબ્રાહીમે પોતાના જીવનનાં બાકીના સો વર્ષ “જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો.”—હેબ્રી ૧૧:૮, ૯.

આજે પણ, યહોવાહના સાક્ષીઓમાંના ઘણા બીજા દેશોમાં ગયા છે, જ્યાં પ્રચાર કરવાની વધારે જરૂર હોય. ઘણા નવી ભાષા શીખ્યા છે, જેથી પોતાના દેશમાંના પરદેશીઓને સાક્ષી આપી શકે. નીચેના અનુભવો મુજબ, આ ઉમદા વલણને કારણે “કાર્ય કરવા માટે વિશાળ દ્વાર ખુલી છે” નેધરલૅન્ડમાં ૧.૫ કરોડ લોકોમાંથી, ૧૦ લાખ લોકો પરદેશીઓ છે.—૧ કોરીંથી ૧૬:૯.

◻ બારામ મધ્ય પૂર્વમાંથી આવે છે, જે એક વખતે કરાટેના શિક્ષક હતા. તેમણે બાઇબલ અને વૉચ ટાવરનાં અમુક સાહિત્યો મેળવ્યાં. એક જ મહિનામાં બારામ જોઈ શક્યા કે, પોતાને સત્ય મળ્યું છે. તે અને તેમની પત્ની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. પરંતુ એક સમસ્યા હતી. તેઓના બાઇબલ શિક્ષક તે ભાષા જાણતા ન હતા. તેઓ કહે છે કે તેઓ સર્વ “હાથ અને પગના ઇશારાથી” વાતચીત કરતા હતા. સમય જતાં, બારામ અને તેમની પત્નીએ તેઓની ભાષામાં સભાઓ ચાલતી હતી, એ મંડળ શોધી કાઢ્યું. પછી, તેઓએ ઝડપથી પ્રગતિ કરી. બારામ હવે એક યહોવાહના સાક્ષી છે.

◻ એક ડચ પાયોનિયર યુગલે, એક મોટી દુકાનની આગળ ઊભેલા ઇંડોનેશિયન માણસ સાથે વાત કરી. એ યુગલે તેની જ ભાષામાં વાતચીત કરી ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. તેના ઘરે ફરી મળવાની ગોઠવણ કરવામાં આવી. એ સમયે માલૂમ પડ્યું કે, તે વીસથી વધારે વર્ષો રશિયામાં હતા, અને રશિયામાં તે ડૉક્ટર બન્યા હતા. પોતે નાસ્તિક છે એવું તેમનું કહેવું હતું. પરંતુ, તેમણે કબૂલ કર્યું કે, જ્યારે તે પ્રસૂતિ કરાવતા ત્યારે આશ્ચર્ય પામતા કે, “માનવ શરીરની કેવી સુંદર રચના! કેવો ચમત્કાર!” તેમણે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો અને થોડા સમયમાં દેવમાં માનવા લાગ્યા. તે જોઈ શક્યા કે, ઉત્પન્‍નકર્તા છે, અને તે મનુષ્યોની સંભાળ લે છે. (૧ પીતર ૫:૬, ૭) હવે તે એક યહોવાહના સાક્ષી છે અને ઍમ્સ્ટરડૅમમાંના ઇંડોનેશિયન મંડળમાં સેવા કરે છે.

◻ દુનિયાના સૌથી મોટાં બંદરોમાંના એક, રોટરડેમ પર દરરોજ જુદી જુદી ભાષાના લોકો આવ-જા કરતા હોય છે. કેટલાક પાયોનિયરો તેઓના પ્રચાર કાર્યમાં કુશળ બન્યા. આ પાયોનિયરોના ઉત્સાહી કાર્યથી, એક કૅપ્ટન, નૌકાસૈન્યના અધિકારી અને એક વખતના બૉડીગાર્ડ સહિત અમુક નાવિકોએ સત્ય સ્વીકાર્યું. હવે તેઓ પણ જગતવ્યાપી દેવના રાજ્યનો પ્રચાર કરવામાં ભાગ લે છે.—માત્થી ૨૪:૧૪.

દુનિયાના બીજા દેશોની જેમ, નેધરલૅન્ડમાં પણ યહોવાહના સાક્ષીઓ મહેનત કરી રહ્યા છે. જેથી, તેઓ પણ સર્વ દેશો, જાતિ, અને ભાષાના લોકોને સનાતન સુવાર્તા જણાવી શકે.—પ્રકટીકરણ ૧૪:૬.