સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું મિત્રો મને ખોટા રસ્તે લઈ જાય છે?

શું મિત્રો મને ખોટા રસ્તે લઈ જાય છે?

યુવાનો પૂછે છે

શું મિત્રો મને ખોટા રસ્તે લઈ જાય છે?

“જ્યારે હું બહુ ખુશ હોઉં ત્યારે મારી લાગણીઓ કોઈને જણાવવાનું મન થાય છે. જ્યારે ગુસ્સો આવે કે હું બહુ દુઃખી હોઉં ત્યારે પણ દિલનો ઊભરો બીજાની સામે ઠાલવવાનું મન થાય છે. ફ્રેન્ડ વગરના જીવનની હું કલ્પના જ ના કરી શકું.”—બ્રિટની.

બાળકો નાના હોય ત્યારે તેમને સાથે રમવા કોઈ ફ્રેન્ડની જરૂર પડે છે. એ જ બાળકો યુવાન બને છે ત્યારે પણ તેમને ફ્રેન્ડની જરૂર પડે છે. પણ આ બંનેની દોસ્તીમાં મોટો ફરક છે.

બાળકના જે ફ્રેન્ડ હોય છે તે ફક્ત તેમની સાથે રમે છે.

જ્યારે યુવાનના ફ્રેન્ડ સુખ-દુઃખમાં એકબીજાને સાથ આપે છે.

એ વિષે બાઇબલ જણાવે છે, ‘સાચો મિત્ર હંમેશા વફાદાર રહે છે. જરૂરના સમયે મદદરૂપ થવા ભાઈ જનમ્યો છે.’ (નીતિવચનો ૧૭:૧૭, IBSI) જેમ જેમ યુવાનો મોટા થતાં જાય છે તેમ તેમ તેમની દોસ્તી વધારે ને વધારે ગાઢ બનતી જાય છે. આમ તેઓ એકબીજાને સુખ-દુઃખમાં સાથ આપે છે.

હકીકત જાણો: તમે યુવાન હો તો તમારે આવા મિત્રો પસંદ કરવા જોઈએ.

(૧) જેઓમાં સારા ગુણો હોય.

(૨) જેઓ ઈશ્વરના નીતિ-નિયમો પાળતા હોય.

(૩) જેઓ પાસેથી તમે કંઈક સારું શીખી શકો.

આ સવાલ પૂછો: આગળની ત્રણેય બાબતો તમારા ફ્રેન્ડમાં છે કે નહિ એ કેવી રીતે જાણી શકો? એ માટે ચાલો એક પછી એક બાબતો પર ચર્ચા કરીએ.

(૧) સારા ગુણો:

તમારે શું જાણવું જોઈએ? બાઇબલ જણાવે છે કે “એવા પણ મિત્રો હોય છે જે મિત્રતાનો ઢોંગ કરે છે.” (નીતિવચનો ૧૮:૨૪) એટલે અમુક મિત્રો એવા હોય છે જે તમારો ફાયદો ઉઠાવે, અથવા તમારા વિષે ખોટી વાતો ફેલાવે. જો એવું બને તો એ મિત્ર પરથી તમારો ભરોસો ઊઠી જશે, ખરું ને? * જ્યારે તમે દોસ્તી બાંધો ત્યારે સૌથી પહેલાં તેઓના સારા ગુણો તપાસવા જોઈએ. એટલે ઘણા મિત્રો હોય એના કરતાં એક સારો મિત્ર હોય એ જરૂરી છે.

તમે શું કરી શકો? દોસ્તી બાંધતા પહેલાં વ્યક્તિના સારા ગુણો જુઓ.

“ફિયોના મારી ખાસ બેનપણી છે. તેના સારા સ્વભાવને લીધે બધા એના વખાણ કરે છે. મારે પણ તેના જેવું બનવું છે.”—ઈવેટ, ૧૭ વર્ષ.

આમ કરી શકો:

૧. ગલાતી ૫:૨૨, ૨૩ વાંચો.

૨. એ વાંચીને પોતાને પૂછો કે “શું મારા ફ્રેન્ડમાં આવા ગુણો છે?”

૩. તમારા જિગરી દોસ્તોના નામ નીચે લખી લો. તેઓનો સૌથી સારો ગુણ પણ બાજુમાં લખી લો.

નામ ગુણ

․․․․․ ․․․․․

․․․․․ ․․․․․

․․․․․ ․․․․․

સૂચન: જો દોસ્તોના ફક્ત ખરાબ ગુણો જ મનમાં આવતા હોય તો તમારે નવા દોસ્તો શોધવાની જરૂર છે.

(૨) ઈશ્વરના નીતિ-નિયમો પાળતા હોય:

તમારે શું જાણવું જોઈએ? બાઇબલ જણાવે છે, “જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચનો ૧૩:૨૦) આ કલમમાં મૂર્ખનો અર્થ એવો નથી કે વ્યક્તિ અભણ છે. એનો અર્થ એ થાય કે, તે જ્ઞાની હોવા છતાં જાણીજોઈને ખરાબ કામ કરે છે. એવા લોકો સાથે કદીયે દોસ્તી બાંધવી ન જોઈએ. દોસ્તી બાંધતા પહેલાં એ જુઓ કે તે તમને ખોટે માર્ગે ના દોરી જાય.

તમે શું કરી શકો? દોસ્તી બાંધતા પહેલાં તેમનો સ્વભાવ પારખવો જોઈએ. (ગીતશાસ્ત્ર ૨૬:૪) એ માટે આપણે ‘સદાચારી તથા દુરાચારી, ઈશ્વરની સેવા કરનાર તથા સેવા નહિ કરનાર વચ્ચેનો ભેદ સમજવો’ જોઈએ.—માલાખી ૩:૧૮.

ઈશ્વર પણ વ્યક્તિનો સ્વભાવ પારખે છે. જેઓ તેમના નીતિ-નિયમો પ્રમાણે ચાલે છે તેઓ પર તે પોતાની કૃપા વરસાવે છે. (ગીતશાસ્ત્ર ૧૫:૧-૫) જો આપણે પણ ઈશ્વરના નીતિ-નિયમો પ્રમાણે ચાલીશું તો તેમની કૃપા મેળવીશું. અને એવા બીજા લોકો સાથે પણ દોસ્તી બાંધી શકીશું.

“મારા મમ્મી-પપ્પાએ એવા મિત્રો શોધવામાં મદદ કરી જેઓ ઈશ્વરના નીતિ-નિયમો પાળતા હતા.”—ક્રિસ્ટોફર, ૧૩ વર્ષ.

આમ કરી શકો:

આ સવાલો પોતાને પૂછો:

મિત્રો સાથે ભેગા મળો ત્યારે શું તેઓ તમને ખોટા કામ કરવા દબાણ કરે છે?

હાના

દોસ્તોને શું હું મમ્મી-પપ્પાને મળાવતા ડરું છું?

હાના

સૂચન: ઉપરના સવાલોના જવાબ હા હોય તો, તમારે નવા દોસ્તો શોધવાની જરૂર છે. તમે તમારાથી મોટી ઉંમરના પણ મિત્રો બનાવી શકો, જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલતા હોય.

(૩) જેઓ પાસેથી તમે કંઈક સારું શીખી શકો:

તમારે શું જાણવું જોઈએ? બાઇબલ જણાવે છે કે “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીંથી ૧૫:૩૩) લૉરા એ વિચાર સાથે સહમત છે. તે જણાવે છે કે “મારી બેનપણીઓ જે કરે એ મારે કરવું પડે, નહિ તો તેઓ મારી સાથે વાત કરવાનું બંધ કરી દે.” એમ કરીને લૉરા અમુક ખોટાં કામોમાં ફસાઈ ગઈ. જ્યારે તમે ફ્રેન્ડને ખુશ કરવા જાણીજોઈને ખોટાં કામ કરો છો તો તમે શતરંજનું એક મહોરું બની જાવ છો, જેને ઉઠાવીને ગમે ત્યાં મૂકી શકાય છે. આ રીતે ફ્રેન્ડ તમને ચાહે ત્યાં ખોટે માર્ગે દોરી જશે.

તમે શું કરી શકો? જો એવા મિત્રો હોય તો તેઓની દોસ્તી તોડી નાખો. એમ કરશો તો તમારો આત્મ-વિશ્વાસ વધશે, ને બીજા એવા મિત્રો બનાવી શકશો જેની પાસેથી તમે કંઈક સારું શીખી શકો.—રૂમી ૧૨:૨.

“ક્લિંટ મારો જિગરી દોસ્ત છે. તે બહુ સમજુ છે, અને મારી લાગણીઓને સારી રીતે સમજી શકે છે. તેની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે.”—જેસન, ૨૧ વર્ષ.

આમ કરી શકો:

આ સવાલો પોતાને પૂછો:

શું હું દોસ્તોને ખુશ કરવા તેઓના જેવાં કપડાં પહેરું છું? શું હું તેઓના જેવી ભાષા બોલું છું?

હાના

શું હું દોસ્તોને ખુશ કરવા તેઓ સાથે નાઇટ ક્લબમાં કે ખરાબ મૂવી જોવા જઉં છું?

હાના

સૂચન: જો તમારો જવાબ હા હોય તો, એ વિષે મમ્મી-પપ્પા કે અનુભવી સગાં-વહાલાં સાથે વાત કરો. જો તમે યહોવાહના સાક્ષી હો તો કોઈ વડીલ સાથે આ વિષે વાત કરી શકો. તેઓ તમને સારા મિત્રો પસંદ કરવા મદદ કરશે. (g09 03)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ માણસ માત્ર ભૂલને પાત્ર. (રૂમી ૩:૨૩) એટલે જ્યારે કોઈ દોસ્ત ભૂલ કરીને પસ્તાવો કરે ત્યારે તેઓને માફ કરવા જોઈએ, કેમ કે ‘પ્રીતિ ઘણા પાપને ઢાંકે છે.”—૧ પીતર ૪:૮.

આના વિષે વિચાર કરો

◼ ફ્રેન્ડના કયા ગુણો તમને ગમે છે? શા માટે?

◼ સારા ફ્રેન્ડ બનવા તમારામાં કયા ગુણો હોવા જોઈએ?

[પાન ૨૩ પર બોક્સ/ચિત્ર]

બીજા યુવાનો શું કહે છે

“મમ્મી-પપ્પાએ મને અમુક દોસ્તો સાથે દોસ્તી તોડી નાખવા કહ્યું, પણ મેં તેઓનું માન્યું નહિ. જોકે પાછળથી મને ખબર પડી કે તેઓ સારા દોસ્તો ન હતા. જો મેં મમ્મી-પપ્પાની વાત પહેલેથી માની હોત તો મને વધારે નુકસાન ન થાત.”—કાર્લ.

“મંડળના ભાઈ-બહેનો સાથે વધારે રહું છું. એનાથી નાના-મોટા બધા જ મારા દોસ્ત છે. મને ઘણી ખુશી છે કે તેઓ બધા જ પરમેશ્વર યહોવાહના ભક્ત છે.”—ઈવેટ.

“મને બહુ એકલું એકલું લાગતું એટલે મેં ઈશ્વરને પ્રાર્થના કરી કે મને એક દોસ્તની જરૂર છે. પણ દોસ્તો શોધવા મેં કંઈ જ ન કર્યું. સમય જતા મંડળની સભાઓમાં હું ભાઈ-બહેનો સાથે વાત કરવા લાગ્યો. હવે મારી પાસે એક નહીં પણ અનેક દોસ્તો છે.”—સેમ.

[પાન ૨૪ પર બોક્સ]

આ પ્રમાણે કરી જુઓ

સારા મિત્ર પસંદ કરવાની બાબતમાં મમ્મી-પપ્પા પાસેથી સલાહ લો. તેઓને પૂછો કે: જ્યારે તેઓ યુવાન હતા ત્યારે તેઓના મિત્રો કેવા હતા? શું તેઓના પણ ખરાબ મિત્રો હતા? જો એમ હોય તો તેઓને અત્યારે કેવું લાગે છે? એ પણ પૂછો કે તમે ખોટા મિત્રો પસંદ ન કરો એ માટે શું કરી શકો?

તમારા મિત્રોને મમ્મી-પપ્પા સાથે મળાવો. જો તમે એમ કરતા અચકાતા હો, તો પોતાને પૂછો કે શા માટે મને ડર લાગે છે? શું મારા દોસ્તોમાં કોઈ ખરાબ ગુણ છે જે મમ્મી-પપ્પાને નહીં ગમે? જો એમ હોય તો તમારે મિત્રો પસંદ કરવામાં ધ્યાન રાખવું જોઈએ.

[પાન ૨૪ પર બોક્સ]

સારા મિત્રો રાખવાની ત્રણ રીતો

સારા સાંભળનાર બનો. દોસ્તોના સુખ-દુઃખને સાંભળો અને તેઓને સાથ આપો.—ફિલિપી ૨:૪.

માફી આપો. બાઇબલ જણાવે છે કે “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ” છીએ, એટલે બધાથી ભૂલો તો થવાની જ. પણ આપણે ખુલ્લા દિલે માફી આપીએ.—યાકૂબ ૩:૨.

ફ્રેન્ડ્‌ની જોડે ને જોડે રહેવું એ સારું નથી. જ્યારે જરૂર પડે ત્યારે તેઓ તમને સાથ તો આપશે જ.—સભાશિક્ષક ૪:૯, ૧૦.

[પાન ૨૨ પર ચિત્ર]

જ્યારે તમે મિત્રોને ખુશ કરવા જાવ છો, ત્યારે જાણે શતરંજનું કોઈ મહોરું બની જાવ છો