સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વર કેવા છે?

પરમેશ્વર કેવા છે?

બાઇબલ શું કહે છે?

પરમેશ્વર કેવા છે?

બાઇબલ જણાવે છે કે આપણે પરમેશ્વરની પૂરા દિલથી ભક્તિ કરવી જોઈએ. પણ એક વાત ચોક્કસ છે કે આપણે તેમને જોઈ શકતા નથી. (યોહાન ૪:૧૯-૨૪) જોકે બાઇબલમાં પરમેશ્વર માટે અમુક શબ્દચિત્ર વાપર્યા છે, જેમાં તેમને એક વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેમ વ્યક્તિને નામ હોય એમ પરમેશ્વરનું નામ યહોવાહ છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

પણ પ્રશ્ન થાય કે કોઈ વ્યક્તિએ પરમેશ્વરને જોયા નથી, તો શા માટે બાઇબલમાં તેમને એક વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા છે? શા માટે બાઇબલમાં જણાવ્યું છે કે તેમની પાસે આંખ, નાક, હાથ અને પગ છે? * શા માટે જણાવ્યું છે કે પરમેશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યો છે? આ સવાલોને લીધે અમુક માને છે કે પરમેશ્વરની પાસે આપણા જેવું જ શરીર છે. પણ ખરેખર ઈશ્વર એવા નથી. એ સમજવા ચાલો આપણે બાઇબલમાંથી અમુક કલમો તપાસીએ.—ઉત્પત્તિ ૧:૨૬.

શું પરમેશ્વર પાસે અંગો છે?

શા માટે બાઇબલના લેખકોએ પરમેશ્વરને આ રીતે દર્શાવ્યા છે કે જાણે તેમની પાસે હાથ-પગ જેવા અંગો છે? તેઓ જાણતા હતા કે પરમેશ્વર વિશ્વના માલિક છે. એટલે તેઓએ ગમે તેટલી અલંકારિક ભાષા વાપરી હોત તો પણ તેઓ યહોવાહનું ગૌરવ પૂરેપૂરી રીતે વર્ણવી શક્યા ન હોત. આ કારણને લીધે પરમેશ્વરને દર્શાવવા તેઓએ સાદી ભાષા વાપરી, જેથી સામાન્ય માણસ એ સમજી શકે. અરે અંગો જ નહિ તેમને બાઇબલમાં “ખડક,” ‘સૂર્ય ને ઢાલ’ તરીકે પણ દર્શાવ્યા છે. તો શું એનો અર્થ એવો થાય કે પરમેશ્વર એવા છે? ના, આપણે જાણીએ છીએ કે પરમેશ્વર એવા નથી.—પુનર્નિયમ ૩૨:૪; ગીતશાસ્ત્ર ૮૪:૧૧.

ખરું કે બાઇબલ સમજાવે છે કે પરમેશ્વરે તેમના સ્વરૂપ પ્રમાણે માણસને રચ્યો છે. તેમ છતાં આપણે યાદ રાખવું જોઈએ કે પરમેશ્વર વિશ્વના માલિક છે. તેમની સરખાણીમાં તો આપણે કંઈ જ નથી. એટલે આપણે સમજવું જોઈએ કે પરમેશ્વર માણસ જેવા દેખાતા નથી.

શું પરમેશ્વર પુરુષ કે સ્ત્રી છે?

આપણે શીખી ગયા કે પરમેશ્વર પાસે આપણા જેવા અંગો નથી. તો પછી શા માટે અમુક વખતે બાઇબલમાં પરમેશ્વર માટે નરજાતિનું સર્વનામ વાપર્યું છે? એ વધારે સમજવા માટે ચાલો એક દાખલો લઈએ.

બાઇબલમાં જણાવ્યું છે કે પરમેશ્વર આપણા “પિતા કે બાપ” છે. આ શબ્દચિત્ર વાપરીને બાઇબલ લેખકો જણાવવા માગતા હતા કે જેમ એક પિતા પોતાના બાળકની સાંભળ રાખે છે, તેમ પરમેશ્વર સર્વ લોકોની સંભાળ રાખે છે. (માત્થી ૬:૯) બાઇબલમાં જણાવ્યું છે કે સ્વર્ગમાં ‘પુરુષ કે સ્ત્રી કોઈ નથી.’ એટલે આપણે એવું વિચારવું ન જોઈએ કે પરમેશ્વર અને સ્વર્ગદૂતોમાં નર કે નારીજાતિ હોય છે. બાઇબલમાં જણાવ્યું છે કે અમુક લોકો મરણ પછી સ્વર્ગમાં અમર જીવન મેળવશે. તેઓ ઈસુ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાંથી રાજ કરશે. સ્વર્ગમાં તેઓ નર કે નારી જેવા નહિ પણ સ્વર્ગદૂતો જેવા હશે. બાઇબલ એ પણ જણાવે છે કે તેઓ ઈસુ ખ્રિસ્તની “વહુ” કે પત્ની તરીકે હશે. આને આપણે હકીકત તરીકે નહિ પણ શબ્દચિત્ર તરીકે ગણવું જોઈએ. એનો ખરો અર્થ સમજવા આપણે બાઇબલમાંથી વધારે સંશોધન કરવું જોઈએ.—ગલાતી ૩:૨૬, ૨૮; પ્રકટીકરણ ૨૧:૯, ૧; યોહાન ૩:૧, ૨.

વધુમાં બાઇબલ લેખકો જાણતા હતા કે કઈ રીતે એક પ્રેમાળ પિતા પોતાના બાળકોની સંભાળ રાખે છે. યહોવાહ પણ એક પ્રેમાળ પિતાની જેમ પોતાના લોકોની કાળજી રાખતા અને પ્રેમ બતાવતા. એટલે લેખકોએ યહોવાહને પિતા તરીકે દર્શાવ્યા છે.—માલાખી ૩:૧૭; માત્થી ૫:૪૫; લુક ૧૧:૧૧-૧૩.

ઈશ્વરનો પ્રેમ

ખરું કે પરમેશ્વર સ્વર્ગમાં રહે છે. આપણે તેમને જોઈ શકતા નથી. પણ આપણે તેમનું સર્જન જોઈ શકીએ છીએ. આપણે એના પર ધ્યાન આપીને ઈશ્વરને સારી રીતે ઓળખી શકીશું. વિશ્વના સર્જનમાં આપણે તેમનો પ્રેમ, ન્યાય, ડહાપણ અને શક્તિ જોઈ શકીએ છીએ.—રૂમી ૧:૧૯-૨૧.

પરમેશ્વર વિષે વધારે શીખીએ તો આપણને જોવા મળશે કે તે પ્રેમના સાગર છે. (૧ યોહાન ૪:૮) તે દયાળુ, કૃપાળુ અને સહનશીલ પણ છે. (નિર્ગમન ૩૪:૬; ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૪; યશાયાહ ૫૫:૭; રૂમી ૫:૮) યહોવાહ એક પ્રેમાળ પિતા છે. તે ચાહે છે કે આપણે તેમને સારી રીતે ઓળખીએ અને પ્રેમ કરીએ.—યોહાન ૪:૨૩. (g08 10)

[Footnote]

શું તમે કદી વિચાર્યું છે?

◼ પરમેશ્વરનું નામ શું છે?—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

◼ આપણે તેમના ગુણો વિષે ક્યાંથી શીખી શકીએ?—રૂમી ૧:૧૯-૨૧.

◼ ઈશ્વરનો ખાસ ગુણ કયો છે?—૧ યોહાન ૪:૮.