સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

અમારા વાચકો તરફથી

તન સજાવટ હું તમારા લેખ, “બાઇબલ શું કહે છે: તન સજાવટ—વાજબી થવાની જરૂર”ના પ્રત્યુત્તરમાં લખી રહી છું. (ઑગસ્ટ ૮, ૨૦૦૦, અંગ્રેજી) રુચિકર તન સજાવટ સુંદર હોય છે અને એ સાચી કળા છે. સમાજ મારો બાહ્ય દેખાવ જોઈને મારો ન્યાય કે ગણના કરી શકે, પરંતુ હું જાણું છું કે પરમેશ્વર મને ચાહે છે. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે બીજાઓ મારો દેખાવ નહિ પરંતુ હું અંદરથી કેવી છું એ જુએ.

કે. એમ., યુનાઈટેડ સ્ટેટ્‌સ

લેખે કબૂલ્યું હતું કે વ્યક્તિએ વધુ પડતો શણગાર કરવો કે નહિ એ વ્યક્તિગત નિર્ણય છે. તોપણ, વ્યક્તિ ‘મર્યાદા તથા ગાંભીર્ય રાખીને પોતાને શણગારીને’ આંતરિક સુંદરતાનો પુરાવો આપે છે. (૧ તીમોથી ૨:૯) બાઇબલ એ પણ સ્પષ્ટ કરે છે કે એક ખ્રિસ્તીની ફક્ત પોતાના અંતઃકરણની જ નહિ, બીજાના અંતઃકરણને પણ લક્ષમાં લેવાની જવાબદારી છે. (૧ કોરીંથી ૧૦:૨૯)—સંપાદક. (g01 4/8)

જાતીય પજવણી “યુવાનો પૂછે છે . . . હું જાતીય પજવણીનો સામનો કઈ રીતે કરી શકું?” (ઑગસ્ટ ૨૨, ૨૦૦૦, અંગ્રેજી) લેખ માટે હું કદર વ્યક્ત કરવા માંગુ છું. શાળામાં મને ઘણાં અલગ અલગ નામોથી બોલાવવામાં આવતી હતી કેમ કે હું અનૈતિક કાર્યોમાં સંડોવાતી ન હતી. હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી, મેં વિચાર્યું કે હવે મારી પજવણી નહિ થાય, પરંતુ કેટલીક છોકરીઓ મારા વિષે મન ફાવે એમ બોલતી હતી. મારી ખ્રિસ્તી માન્યતાઓ જણાવવાથી મને આવા વલણનો સામનો કરવામાં મદદ મળી છે. આ આત્મિક ખોરાક પૂરો પાડવા માટે હું તમારો આભાર માનું છું.

એચ. સી., ઝાંબિયા (g01 4/22)

લેખ મારા માટે મોટી મદદ સાબિત થયો છે. કૉલેજના ત્રીજા વર્ષમાં, મારા વર્ગનો એક છોકરો મને એકીટશે જોયા જ કરે છે. પરંતુ હવે મને ખબર પડી કે મારે શું કરવું જોઈએ.

એચ. કે., યુનાઈટેડ સ્ટેટ્‌સ (g01 4/22)

એ એકદમ યોગ્ય સમયે જ આવ્યું! હું નોકરી કરું છું ત્યાં, હું જાતીય પજવણીનો ભોગ બની રહી છું. હું અંદરથી તૂટતી જઈ રહી હતી. હું ભાંગી પડવાની હતી ત્યારે જ આ લેખ આવી ગયો. હવે મને ખબર પડી કે સાથે નોકરી કરનારાઓ સાથે કઈ રીતે વર્તવું.

એલ. ટી., યુનાઈટેડ સ્ટેટ્‌સ (g01 4/22)

નર્સો હું લગભગ ત્રણ વર્ષથી નર્સ છું. માંદગી અને પીડા ભોગવનારાઓની કાળજી લેવી કંઈ સહેલું નથી. “નર્સો—તેઓ વિના આપણું શું થાય?” (જાન્યુઆરી - માર્ચ ૨૦૦૧)ની શૃંખલામાં બીજાઓ અમારા કામની કદર કરે છે એ વાંચવું કેટલું ઉત્તેજનકારક હતું! એમાંય બાઇબલનું વચન એનાથી પણ વધુ ઉત્તેજન આપનારું છે કે જલદી જ નર્સોની જરૂર નહિ હોય.—યશાયાહ ૩૩:૨૪.

જે.એસ.બી., બ્રાઝિલ (g01 7/8)

હું અને મારા પતિ ગૃહ નર્સિંગ સેવા ચલાવીએ છીએ અને આ શૃંખલાએ અમને ખૂબ ઉત્તેજન આપ્યું છે. એણે અમારા વ્યવસાય અને અમારા દરદીઓ પ્રત્યે અમને વધુ સારું વલણ બતાવવા મદદ કરી. તમારો લેખ સર્વોત્તમ હતો!

એસ. એસ., જર્મની (g01 7/8)

આ સંવેદનશીલ લેખો માટે આભાર. નર્સિંગની તાલીમે મને ઘણી રીતોએ પરિપકવ બનવામાં મદદ કરી છે. એને કારણે હું જીવનના હેતુ વિષે વિચારતી થઈ અને બાઇબલ અભ્યાસ કર્યો. સજાગ બનો!ના આ અંકે ખૂબ કદર બતાવી છે જે મેં મારા જીવનમાં કદી પણ મેળવી નથી. લાંબા સમય સુધી આ અંક મારા માટે ઉત્તેજનવર્ધક બની રહેશે!

જે. ડી., ચૅક પ્રજાસત્તાક (g01 7/8)

આ શૃંખલા માટે આભાર. હું ઘણાં વર્ષોથી રજીસ્ટર્ડ નર્સ તરીકે સેવા આપું છું. હું મારા દરદીઓ પ્રત્યે એટલી સહાનુભૂતિ અનુભવું છું કે તેઓની આંખમાં દવા નાખતી વખતે મારી આંખોમાં આંસુ આવી જાય છે. મને ખાતરી છે કે જગત ફરતેની નર્સો આ સજાગ બનો!ની કદર કરશે.

એલ.એ.આર., યુનાઈટેડ સ્ટેટ્‌સ (g01 7/8)