સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મહેનતુ બનવું જાણે કસરત કરવા જેવું છે, જેનાથી તમને હમણાં ફાયદો થાય છે અને ભવિષ્યમાં પણ થશે

યુવાનો માટે

૧૧: મહેનતુ બનો

૧૧: મહેનતુ બનો

એનો શું અર્થ થાય?

મહેનતુ લોકો કામ કરતા શરમાતા નથી. એને બદલે, તેઓને પોતાની જરૂરિયાતો પૂરી કરવા અને બીજાઓને મદદ કરવા મહેનત કરવી ગમે છે, ભલે પછી એ માટે તેઓના વખાણ થાય કે ન થાય!

એ કેમ મહત્ત્વનું છે?

ભલે આપણને ગમે કે ન ગમે પણ આપણું જીવન જવાબદારીઓથી ભરેલું છે. આજની દુનિયામાં લોકોને મહેનત કરવી ગમતી નથી, એટલે જો તમે મહેનતુ બનશો તો તમને જ ફાયદો થશે.—સભાશિક્ષક ૩:૧૩.

‘મેં અનુભવ્યું છે કે મહેનત કરવાથી પોતાના પર ગર્વ થાય છે અને મનને સંતોષ મળે છે. એવા સંતોષને લીધે કામને પ્રેમ કરવાનું હું શીખ્યો છું. કામ વિશે મહેનતુ બનવાથી સારી શાખ ઊભી કરવા પણ મદદ મળે છે.’—રેયન.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “સર્વ પ્રકારના ઉદ્યોગમાં લાભ છે.”—નીતિવચનો ૧૪:૨૩.

તમે શું કરી શકો

અહીં આપેલા મુદ્દાઓ પર ધ્યાન આપીને કામ પ્રત્યે યોગ્ય દૃષ્ટિ કેળવો.

સારી રીતે કામ કરવાનું દિલથી શીખો. તમે નાનું-મોટું કામ કરતા હો, હોમવર્ક કરતા હો કે પછી નોકરી કરતા હો, તમે જે કંઈ કરો એ પૂરા દિલથી કરો. કામ બરાબર પૂરું કર્યા પછી વિચારો કે, એ કામ હજુ સારી રીતે કે ઝડપથી કઈ રીતે કરી શકાય. વધારે આવડત કેળવતા જશો તેમ તમને કામ કરવાની મજા આવશે.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને તું જુએ છે શું? તો તારે જાણવું કે તે તો રાજાઓની હજુરમાં ઊભો રહેશે; તે હલકા માણસોની આગળ ઊભો નહિ રહેશે.”—નીતિવચનો ૨૨:૨૯.

બીજી બાબતો પણ ધ્યાનમાં લો. દરેક સંજોગોમાં જ્યારે તમે તમારી જવાબદારીને સારી રીતે નિભાવો છો, ત્યારે બીજાઓને ફાયદો થાય છે. દાખલા તરીકે, ઘરનાં નાનાં-મોટાં કામ પૂરા કરવા મહેનત કરો છો ત્યારે, તમે કુટુંબના બીજા સભ્યોનો ભાર હળવો કરો છો.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.

વધારાનું કામ કરતા અચકાશો નહિ. ફક્ત જરૂરી છે એટલું જ કામ કરવાને બદલે વધારે કામ કરવાનો પ્રયત્ન કરો. આમ, તમારા જીવનની દોર તમારા હાથમાં હશે. બીજાઓના દબાણને લીધે નહિ, પણ પોતાની મરજીથી મહેનત કરો.—માથ્થી ૫:૪૧.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તું દબાણમાં આવીને નહિ, પણ તારી પોતાની ઇચ્છાથી આ સારું કામ કરે.”—ફિલેમોન ૧૪.

યોગ્ય દૃષ્ટિ રાખો. મહેનતુ લોકો આળસુ હોતા નથી, તેમજ તેઓ હંમેશાં પોતાના કામમાં જ ડૂબેલા રહેતા નથી. સખત મહેનત અને આરામ પ્રત્યે તેઓ યોગ્ય દૃષ્ટિ રાખે છે અને એ બંનેનો આનંદ માણે છે.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “શ્રમ વેઠીને તથા હવામાં બાચકા ભરીને ખોબેખોબા મેળવવા કરતાં મનની શાંતિ સહિત મૂઠ્ઠીભર મળે તે સારું છે.”—સભાશિક્ષક ૪:૬, કોમન લેંગ્વેજ.