ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑગસ્ટ ૨૦૧૭

આ અંકમાં સપ્ટેમ્બર ૨૫–ઑક્ટોબર ૨૨, ૨૦૧૭ માટેના અભ્યાસ લેખો છે.

શું તમે ધીરજથી રાહ જોવા તૈયાર છો?

અગાઉના વફાદાર ઈશ્વરભક્તોએ યહોવાને સવાલ કર્યો હતો કે તેઓએ ક્યાં સુધી કસોટી સહન કરવી પડશે. એવો સવાલ પૂછવા બદલ ઈશ્વર યહોવાએ તેઓને ધમકાવ્યા નહિ.

‘ઈશ્વરની શાંતિ બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે’

શું તમને ક્યારે થયું છે કે યહોવા શા માટે આપણા જીવનમાં અણધારી આફતો આવવા દે છે? જો એમ થયું હોય તો, યહોવા પર પૂરો ભરોસો રાખીને કસોટીનો સામનો કરવા તમને શું મદદ કરી શકે?

જીવન સફર

સતાવણીમાં ધીરજ ધરવાથી આશીર્વાદ મળે છે

સાઇબિરિયામાં મોકલાયેલા સાક્ષીઓ શા માટે ગાય વિશે પૂછતા હતો, જ્યારે કે તેઓને તો ઘેટાંમાં રસ હતો? એનો જવાબ પવેલ અને મારિયાના જીવનની રસપ્રદ કહાનીમાંથી મળશે.

જૂના સ્વભાવને ઉતારી નાખો—કાયમ માટે

જૂના સ્વભાવને ઉતારી નાખવું એક વાત છે, ને એનાથી કાયમ માટે દૂર રહેવું બીજી જ વાત છે. ભલે આપણે અગાઉ ખરાબ કામોમાં ડૂબેલા હોઈએ, એ બંને કરવામાં આપણે કઈ રીતે સફળ થઈ શકીએ?

નવો સ્વભાવ પહેરી લો—કાયમ માટે

યહોવાની મદદથી તેમને ગમે છે એવા વ્યક્તિ બનવામાં સફળતા મળશે. કઈ રીતે તમે રોજબરોજના જીવનમાં કરુણા, દયા, નમ્રતા અને કોમળતા બતાવી શકો એનો વિચાર કરો.

પ્રેમ—એક અનમોલ ગુણ

શાસ્ત્ર સાફ બતાવે છે કે યહોવાની પવિત્ર શક્તિ કાર્ય કરે છે એનું એક કારણ પ્રેમ છે. પ્રેમ એટલે શું? આપણે કઈ રીતે એ કેળવી શકીએ? કઈ રીતે રોજબરોજના જીવનમાં એને બતાવી શકીએ?

આપણો ઇતિહાસ

‘હવે, બીજું સંમેલન ક્યારે આવશે?’

૧૯૩૨માં મેક્સિકો શહેરમાં થયેલું નાનું સંમેલન શા માટે મહત્ત્વનું હતું?

વાચકો તરફથી પ્રશ્નો

માથ્થીના પુસ્તકમાં આપેલો ઈસુના શરૂઆતના જીવન વિશેનો અહેવાલ શા માટે લુકના અહેવાલ કરતાં અલગ છે?