સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૫

ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?

ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?

૧. પૃથ્વી માટે ઈશ્વરનો હેતુ શું છે?

ઈશ્વરે મનુષ્યને રહેવા પૃથ્વી બનાવી અને દૂતોને સ્વર્ગમાં રહેવા બનાવ્યા. (અયૂબ ૩૮:૪, ૭) આમ, મનુષ્યોએ સ્વર્ગમાં નહિ, પણ પૃથ્વી પર વસવાનું હતું. યહોવાએ પૃથ્વી પર એદન નામે સુંદર બગીચો બનાવ્યો. પહેલા પુરુષ આદમ અને તેની પત્ની હવાને તેમણે એ ઘર તરીકે આપ્યો. (ઉત્પત્તિ ૨:૧૫-૧૭) ઈશ્વરે તેઓને અને તેઓનાં સંતાનોને ધરતી પર કાયમ સુખચેનમાં રહેવાની તક આપી હતી.ગીતશાસ્ત્ર ૩૭:૨૯; ૧૧૫:૧૬ વાંચો.

પૃથ્વીના એક નાના ભાગમાં જ એદન બાગ હતો. આદમ અને હવાએ એમાં રહીને પોતાનો પરિવાર વધારવાનો હતો. પરિવાર વધે એમ, તેઓએ પૃથ્વીના બાકીના વિસ્તારને એદન બાગ જેવો બનાવવાનો હતો. (ઉત્પત્તિ ૧:૨૮) પૃથ્વીનો કદી નાશ નહિ થાય. મનુષ્યો હંમેશાં પૃથ્વી પર રહેશે.ગીતશાસ્ત્ર ૧૦૪:૫ વાંચો.

૨. આજે કેમ પૃથ્વી એદન બાગ જેવી નથી?

ઈશ્વરની આજ્ઞા તોડી હોવાથી, આદમ-હવાને એદન બાગમાંથી કાઢી મૂકવામાં આવ્યા. પછી એ સુંદર બગીચો રહ્યો નહિ. આજ સુધી કોઈ મનુષ્ય પૃથ્વીને એ સુંદર બગીચા જેવી બનાવી શક્યો નથી. બાઇબલ કહે છે કે ત્યારથી દુષ્ટ લોકો પૃથ્વીને બગાડતા આવ્યા છે.—અયૂબ ૯:૨૪.ઉત્પત્તિ ૩:૨૩, ૨૪ વાંચો.

શું મનુષ્યો માટે યહોવાનો હેતુ નિષ્ફળ ગયો છે? ના! ઈશ્વર સર્વશક્તિમાન છે. તેમનો હેતુ કદી નિષ્ફળ જતો નથી. (યશાયા ૪૫:૧૮) તેમણે મનુષ્ય માટે જે હેતુ રાખ્યો હતો એને ચોક્કસ પૂરો કરશે.ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૩૪ વાંચો.

૩. પૃથ્વી કેવી રીતે એદન બાગ જેવી સુંદર બનશે?

યહોવાએ ઈસુને રાજા બનાવ્યા છે. ઈસુના રાજ દરમિયાન પૃથ્વી ફરીથી એદન બાગ જેવી બનશે. ઈસુની આગેવાની હેઠળ સ્વર્ગદૂતો આર્માગેદનની લડાઈમાં ઈશ્વરના વિરોધીઓનો નાશ કરશે. પછી, શેતાન નામે દુષ્ટ સ્વર્ગદૂતને ઈસુ ૧,૦૦૦ વર્ષ માટે કેદ કરશે. ઈશ્વરભક્તો વિનાશમાંથી બચી જશે, કેમ કે ઈસુ તેઓને દોરશે અને તેઓનું રક્ષણ કરશે. પછી, તેઓ સુંદર ધરતી પર સદા માટે જીવવાનો આનંદ માણશે.પ્રકટીકરણ ૨૦:૧-૩; ૨૧:૩, ૪ વાંચો.

૪. દુઃખ-તકલીફોનો અંત ક્યારે આવશે?

ઈશ્વર ક્યારે બૂરાઈનો અંત લાવશે? ઈસુએ “નિશાની” આપી હતી કે અંત આવશે એ પહેલાં શું બનશે. આજે દુનિયાની ખરાબ હાલતને લીધે, મનુષ્યોનું ભાવિ ખતરામાં છે. આ બતાવે છે કે આપણે દુષ્ટ દુનિયાના ‘અંત’ની નજીક આવી પહોંચ્યા છીએ.માથ્થી ૨૪:૩, ૭-૧૪, ૨૧, ૨૨ વાંચો.

ઈસુ સ્વર્ગમાંથી ૧,૦૦૦ વર્ષ માટે પૃથ્વી પર રાજ કરશે. એ સમય દરમિયાન તે સર્વ દુઃખ-તકલીફો મિટાવી દેશે. (યશાયા ૯:૬, ૭; ૧૧:૯) ઈસુ ફક્ત રાજા તરીકે જ નહિ, પ્રમુખ યાજક તરીકે પણ સેવા આપશે. આમ, ઈશ્વરને પ્રેમ કરનારા સર્વ લોકોનાં પાપ તે ભૂંસી નાખશે. ઈસુ દ્વારા ઈશ્વર બીમારી, ઘડપણ અને મરણને પણ કાયમ માટે મિટાવી દેશે.યશાયા ૨૫:૮; ૩૩:૨૪ વાંચો.

૫. બગીચા જેવી સુંદર પૃથ્વીમાં કોણ રહેશે?

રાજ્ય ગૃહમાં તમને એવા લોકો મળશે, જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમને ખુશ કરવાનું શીખે છે

જેઓ ઈશ્વરના કહેવા પ્રમાણે જીવે છે, તેઓ એમાં રહેશે. (૧ યોહાન ૨:૧૭) ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી હતી કે નમ્ર લોકોને શોધે અને ઈશ્વરને પસંદ પડે એવા ભક્તો બનવા તેઓને મદદ કરે. યહોવા આજે લાખો લોકોને સુંદર પૃથ્વી પર રહેવા તૈયાર કરી રહ્યા છે. (સફાન્યા ૨:૩) ઈશ્વરનું શિક્ષણ લેવા યહોવાના સાક્ષીઓ રાજ્ય ગૃહમાં ભેગા મળે છે. ત્યાં તેઓ સારા પતિ-પત્ની અને માબાપ બનવાનું શીખે છે. માબાપ અને બાળકો પણ ભેગા મળીને ત્યાં ભક્તિ કરે છે અને ખુશખબર કઈ રીતે તેઓનું જીવન સુધારે છે, એ શીખે છે.મીખાહ ૪:૧-૪ વાંચો.