ઈશ્વર પાસેથી ખુશખબર!

ઈશ્વર પાસેથી કઈ ખુશખબર છે? આપણે કેમ એના પર ભરોસો રાખી શકીએ? આ ચોપડી બાઇબલને લગતા સામાન્ય સવાલોનાં જવાબ આપશે.

આ ચોપડી કેવી રીતે મદદ કરશે?

ઈશ્વરે આપેલા બાઇબલમાંથી શીખવા આ ચોપડી તમને મદદ કરશે. તમે કઈ રીતે કલમો શોધવા પોતાના બાઇબલનો ઉપયોગ કરી શકો.

પાઠ ૧

કઈ ખુશખબર છે?

ઈશ્વર પાસેથી કઈ ખુશખબર છે, એ કેમ મહત્ત્વની છે, અને આપણે શું કરવું જોઈએ એ શીખો.

પાઠ ૨

ખરા ઈશ્વર કોણ છે?

શું ઈશ્વરનું કોઈ નામ છે અને શું તેમને આપણી કોઈ પરવા છે?

પાઠ ૩

શું ખુશખબર ખરેખર ઈશ્વર તરફથી છે?

કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે?

પાઠ ૪

ઈસુ ખ્રિસ્ત કોણ છે?

શીખો કે ઈસુ શા માટે મરણ પામ્યા, છૂટકારો શું છે, અને ઈસુ હમણાં શું કરી રહ્યા છે.

પાઠ ૫

ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?

બાઇબલ જણાવે છે પૃથ્વી માટે ઈશ્વરનો હેતુ શું છે, દુઃખ-તકલીફોનો અંત ક્યારે આવશે, અને પૃથ્વી અને એમાં રહેનારાઓનું ભાવિ કેવું હશે.

પાઠ ૬

ગુજરી ગયેલાઓ માટે આપણને કઈ આશા છે?

ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે? શું આપણે ગુજરી ગયેલા પ્રિયજનોને પાછા જોઈ શકીશું?

પાઠ ૭

ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈશ્વરના રાજ્યના રાજા કોણ છે અને ઈશ્વરનું રાજ્ય શું કરે છે?

પાઠ ૮

ઈશ્વર કેમ દુષ્ટતા અને દુઃખોને ચાલવા દે છે?

દુષ્ટતાની શરૂઆત કેવી રીતે થઈ, અને શા માટે ઈશ્વરે દુઃખ-તકલીફોને ચાલવા દીધા છે? દુઃખ-તકલીફોનો ક્યારે અંત આવશે?

પાઠ ૯

તમારું કુટુંબ કઈ રીતે સુખી થઈ શકે?

આનંદી ઈશ્વર, યહોવા કુટુંબોને સુખી જોવા ચાહે છે. પતિ, પત્ની, માબાપ અને બાળકો માટે બાઇબલની સલાહને ધ્યાન આપો.

પાઠ ૧૦

સાચો ધર્મ કેવી રીતે પારખી શકો?

શું એક જ સાચો ધર્મ છે? સાચી ભક્તિની ઓળખ આપતા પાંચ મુદ્દાઓ પર ધ્યાન આપો.

પાઠ ૧૧

બાઇબલના સિદ્ધાંતો આપણને કેવી રીતે લાભ કરે છે?

ઈસુએ સમજાવ્યું કે આપણને માર્ગદર્શનની કેમ જરૂર છે અને બાઇબલના કયા બે સિદ્ધાંતો સૌથી મહત્ત્વના છે.

પાઠ ૧૨

ઈશ્વરની નજીક જવા તમે શું કરશો?

જાણો કે શું ઈશ્વર બધાની પ્રાર્થનાઓ સાંભળે છે, આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, અને ઈશ્વરની નજીક જવા બીજું શું કરી શકીએ.

પાઠ ૧૩

ધર્મોનું શું થશે?

શું ખરેખર એવો વખત આવશે જ્યારે સઘળા લોકો હળીમળીને સાચા ઈશ્વરની ભક્તિ કરશે?

પાઠ ૧૪

ઈશ્વરે શા માટે સંગઠન બનાવ્યું છે?

બાઇબલ જણાવે છે કે કેમ અને કેવી રીતે સાચા ખ્રિસ્તીઓ સંગઠિત છે.

પાઠ ૧૫

યહોવા વિષે તમારે કેમ શીખતા રહેવું જોઈએ?

તમે જે શીખ્યા એનાથી બીજાઓને કઈ રીતે લાભ થઈ શકે? ઈશ્વર સાથે તમે કેવા સંબંધનો આનંદ માણશો?