સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૧૧–૧૫

અયૂબને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો હતો

અયૂબને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો હતો

સજીવન કરવાની ઈશ્વરની ક્ષમતામાં અયૂબને પૂરી શ્રદ્ધા હતી

૧૪:૭-૯, ૧૩-૧૫

  • તેમને સજીવન કરવા ઈશ્વર સક્ષમ છે, એવો ભરોસો બતાવવા અયૂબ એક વૃક્ષનું ઉદાહરણ આપે છે. એ વૃક્ષ કદાચ જૈતુનનું હતું

  • જૈતુન વૃક્ષનાં મૂળિયાં જમીનમાં ઊંડાં ઊતરેલાં હોવાથી, ભલે એના થડનો નાશ થાય, તોપણ એ ફરીથી ઊગી શકે છે. જ્યાં સુધી એનાં મૂળ જીવતાં હોય, ત્યાં સુધી એ ફરીથી ઊગવા માટે સક્ષમ છે

  • દુકાળ પછી પડેલા વરસાદમાં જૈતુનનું સુકાઈ ગયેલું થડ ફરીથી ઊગી શકે છે. અને એને ‘નવા છોડની જેમ ડાળીઓ’ પણ ફૂટે છે