સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૩૩-૩૭

સાચો મિત્ર શ્રદ્ધા દૃઢ કરતી સલાહ આપે છે

સાચો મિત્ર શ્રદ્ધા દૃઢ કરતી સલાહ આપે છે

અલીહૂએ વાત શરૂ કરી ત્યારે, તેમણે અયૂબને જે સલાહ આપી અને તેમની સાથે જે રીતે વર્ત્યા એ અલીફાઝ, બિલ્દાદ અને સોફાર કરતાં એકદમ અલગ હતું. તેમણે પોતાને એક સાચો મિત્ર અને અસરકારક સલાહ આપનાર સાબિત કર્યા. અનુકરણ કરવા માટે તે આપણા માટે એક સારો દાખલો છે.

અસરકારક સલાહ આપનારના ગુણો

અલીહૂએ સારો દાખલો બેસાડ્યો

૩૨:૪-૭, ૧૧, ૧૨; ૩૩:૧

 

  • ધીરજ

  • ધ્યાનથી સાંભળનાર

  • માનથી વર્તનાર

 
  • અલીહૂએ ધીરજ રાખી અને પોતાની વાત શરૂ કરતાં પહેલાં મોટાઓને તેઓની વાત પૂરી કરવા દીધી

  • સલાહ આપતા પહેલાં ધ્યાનથી સાંભળવાને લીધે તેમને બાબતોને સારી રીતે સમજવા મદદ મળી

  • તેમણે અયૂબને નામથી બોલાવ્યા અને મિત્રભાવે વાત કરી

 

૩૩:૬, ૭, ૩૨

 

  • નમ્ર

  • મળતાવડા

  • સહાનુભૂતિ બતાવનાર

 
  • અલીહૂ નમ્ર અને દયાળુ હતા. તેમણે પોતાની ખામીઓ અને ભૂલો સ્વીકારી

  • તેમણે અયૂબની દુઃખ-તકલીફો પ્રત્યે સહાનુભૂતિ બતાવી

 

૩૩:૨૪, ૨૫; ૩૫:૨,

 

  • યોગ્ય વલણ રાખનાર

  • દયાળુ

  • ઈશ્વર પર આધાર રાખનાર

 
  • અલીહૂએ અયૂબને પ્રેમથી બતાવ્યું કે, તે યોગ્ય વલણ રાખવાનું ચૂકી ગયા છે

  • અલીહૂએ અયૂબને એ જોવા મદદ કરી કે, તે પોતે ન્યાયી હોય એ સૌથી મહત્ત્વનું નથી

  • અલીહૂની સારી સલાહથી અયૂબને મદદ મળી. એનાથી તે યહોવા પાસેથી મળનાર બીજાં સૂચનો સ્વીકારવા તૈયાર થયા