સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભવિષ્યવાણી હંમેશાં પૂરી થઈ છે

ભવિષ્યવાણી હંમેશાં પૂરી થઈ છે

ભવિષ્યવાણી હંમેશાં પૂરી થઈ છે

“જે સારાં વચનો તમારા ઈશ્વર યહોવાએ તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.”—યહોશુઆ ૨૩:૧૪.

બાઇબલ કઈ રીતે જુદું પડે છે? પહેલાંના સમયમાં જ્યોતિષીઓએ કરેલી ભવિષ્યવાણીઓ સ્પષ્ટ અને ભરોસાપાત્ર ન હોવા માટે જાણીતી હતી. આજનું જ્યોતિષશાસ્ત્ર પણ એના કરતાં કંઈ સારું નથી. આજે બનેલા બનાવો પરથી ભવિષ્ય ભાખવામાં આવતું હોય, તો સદીઓ પછી બનનાર બનાવો વિષે જણાવવાનો પ્રયત્ન ક્યાંથી થાય? એનાથી વિરુદ્ધમાં, બાઇબલની ભવિષ્યવાણીઓ વિગતવાર હોય છે અને હંમેશાં સાચી પડે છે, પછી ભલે બાઇબલ “જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર” આપતું હોય.—યશાયા ૪૬:૧૦.

એક દાખલો: ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં, દાનીયેલ પ્રબોધકે એક દર્શન જોયું. એ બતાવતું હતું કે ગ્રીસ કેવી રીતે માદાય-ઈરાનને ઝડપથી હરાવી દેશે. એમાં એ પણ જણાવ્યું કે જ્યારે ગ્રીસનો રાજા જીત મેળવીને ‘બળવાન થશે,’ ત્યારે તેની રાજસત્તા ‘ભાંગી નાખવામાં’ આવશે. તેની જગ્યા કોણ લેશે? દાનીયેલે લખ્યું: ‘એમાંથી ચાર રાજ્યો ઉત્પન્‍ન થશે, પણ તેઓ તેના જેટલાં બળવાન થશે નહિ.’—દાનીયેલ ૮:૫-૮, ૨૦-૨૨.

ઇતિહાસકારો શું જણાવે છે? દાનીયેલના સમયના ૨૦૦થી વધારે વર્ષો પછી, મહાન સિકંદર ગ્રીસનો રાજા બન્યો. દસ વર્ષમાં જ સિકંદરે માદાય-ઈરાનના સામ્રાજ્યને હરાવી દીધું. તેણે ગ્રીસના રાજ્યને સિંધુ નદી (હાલના પાકિસ્તાન) સુધી વિસ્તાર્યું. પણ તે અચાનક ૩૨ વર્ષની ઉંમરે મરણ પામ્યો. છેવટે, એશિયા માઈનોરમાં આવેલા ઈપ્સસ ગામ નજીક થયેલા યુદ્ધમાં તેનું સામ્રાજ્ય વિખેરાઈ ગયું. એ યુદ્ધમાં જીતેલા ચાર વિજેતાઓએ આખરે ગ્રીસ સામ્રાજ્યના ભાગલા પાડી લીધા. તેમ છતાં, તેઓમાંથી કોઈ પણ સિકંદરની સત્તા જેટલું શક્તિશાળી ન બન્યું.

તમને શું લાગે છે? શું કોઈ પણ પુસ્તક દાવો કરી શકે કે એની ભવિષ્યવાણીઓ હંમેશાં પૂરી થાય છે? કે પછી બાઇબલ અજોડ છે? (w12-E 06/01)

[પાન ૪ પર બ્લર્બ]

‘બાઇબલમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ છે, એટલા જ માટે એ અણધારી રીતે પૂરી થાય એવું માનવું અશક્ય છે.’—એક વકીલ બાઇબલ તપાસે છે (અંગ્રેજી), અરવિન એચ. લિન્ટન

[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© Robert Harding Picture Library/SuperStock