સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે ઘણાં લગ્‍નો તૂટી રહ્યાં છે?

શા માટે ઘણાં લગ્‍નો તૂટી રહ્યાં છે?

શા માટે ઘણાં લગ્‍નો તૂટી રહ્યાં છે?

“ફરોશીઓએ તેની [ઈસુની] પાસે આવીને તેનું પરીક્ષણ કરતાં પૂછ્યું, કે શું હરેક કારણને લીધે માણસ પોતાની સ્ત્રીને મૂકી દે એ ઉચિત છે?”​—માત્થી ૧૯:૩.

ઈસુના સમયમાં અમુક લોકોને સવાલ હતો કે લગ્‍ન હંમેશાં માટે ટકાવી રાખવું જોઈએ કે કેમ. ઈસુએ તેઓને કહ્યું, ‘શું તમે એમ નથી વાંચ્યું, કે જેણે તેઓને ઉત્પન્‍ન કર્યાં તેણે તેઓને શરૂઆતથી નરનારી ઉત્પન્‍ન કર્યાં ને કહ્યું, કે તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે; અને બંને એક થશે. માટે તેઓ હવેથી બે નથી, પણ એક છે. એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’ * (માત્થી ૧૯:૪-૬) આ બતાવે છે કે લગ્‍ન કાયમ ટકી રહે એવું ઈશ્વર ઇચ્છે છે.

આજે ઘણા દેશોમાં ૪૦ ટકાથી વધારે લગ્‍નસાથીઓ જુદા થઈ રહ્યા છે, અને છેવટે છૂટાછેડા લે છે. લગ્‍ન વિષે બાઇબલમાં જે સલાહ આપી છે તે શું હવે જૂની થઈ ગઈ છે? લગ્‍ન તૂટવાનું કારણ શું એ છે કે લગ્‍નની ગોઠવણ જ ભૂલભરેલી હતી?

આ ઉદાહરણનો વિચાર કરો: બે યુગલ એક જ મોડેલની કાર ખરીદે છે. એક યુગલ કારનું ખૂબ જ ધ્યાન રાખે છે, અને સાચવીને ચલાવે છે. તેઓની કાર બગડતી નથી. જ્યારે કે બીજું યુગલ પોતાની કાર બેફામ ચલાવે છે, અને એની જરાય કાળજી રાખતું નથી. તેઓની કાર ઘડીએ ઘડીએ બગડે છે, છેવટે સાવ નકામી થઈ જાય છે. કાર બગડી ગઈ એની પાછળ કોનો વાંક? કારનો કે પછી એના માલિકનો? જવાબ સાફ છે.

આજે ઘણા લગ્‍નો તૂટે છે, એનો અર્થ એ નથી કે લગ્‍નની ગોઠવણમાં જ કોઈ ભૂલ છે. આજે ઘણાં બધાં લગ્‍નો સફળ પણ થઈ રહ્યાં છે. એવા યુગલો ઘણા જ ખુશ છે, અને એકબીજાનો સહારો બને છે. એનો ફાયદો આખા કુટુંબને અને સમાજને પણ થાય છે. જેમ કારની સારી સંભાળ રાખવી એ મહેનત માગી લે છે, એવી જ રીતે લગ્‍ન ટકાવી રાખવા મહેનત માગી લે છે.

તમે આજકાલના પરણેલા હોવ કે વર્ષોથી, બાઇબલની સલાહ આજે પણ મદદ કરે છે. હવે પછીના લેખમાં એ વિષે બાઇબલમાં અમુક સિદ્ધાંતો આપેલા છે. (w11-E 02/01)

[ફુટનોટ]

^ જ્યારે લગ્‍નસાથી વ્યભિચાર કરે ત્યારે બાઇબલ છૂટાછેડા લેવાની પરવાનગી આપે છે.​—માત્થી ૧૯:૯.