સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્વર્ગમાં કોઈક તો રહે છે, પણ કોણ?

સ્વર્ગમાં કોઈક તો રહે છે, પણ કોણ?

સ્વર્ગમાં કોઈક તો રહે છે, પણ કોણ?

યુરોપમાં મોટી ઉંમરની એક સ્ત્રી ચર્ચમાં જાય છે. તેના હાથમાં માળા છે. તે પૂરા ભક્તિભાવથી મરિયમના પૂતળાં આગળ ઘૂંટણે પડે છે. આફ્રિકામાં એક કુટુંબ કબ્રસ્તાનમાં કોઈ નજીકના સગાની કબર આગળ શરાબ (જીન) રેડે છે. અમેરિકામાં એક યુવાન ઉપવાસ કરે છે અને ધ્યાન ધરે છે. તેને એવી આશા છે કે એમ કરવાથી પોતાના રક્ષક દેવદૂતનો સંપર્ક કરી શકશે. એશિયામાં એક ધર્મગુરુ રંગીન કાગળથી બનેલી વસ્તુઓ સળગાવીને વડદાદાઓના આત્માઓને અર્પણ ચઢાવે છે.

આ બધા લોકોમાં શું સામાન્ય છે? તેઓ માને છે કે સ્વર્ગમાં આત્માઓ કે કોઈ અગોચર શક્તિ વસે છે; તેઓનો સંપર્ક કરી શકાય અને તેઓ મનુષ્યોને ઘણી હદે લાભ કે નુકસાન કરી શકે છે. જોકે આ માન્યતા કંઈ નવી નથી. પરંતુ સ્વર્ગમાં કોણ રહે છે એને લઈને લોકો જુદું જુદું માનતા હોવાથી ઘણા સવાલ ઊભા થાય છે.

મુસ્લિમો એક જ ઈશ્વરને ભજે છે. એને તેઓ અલ્લાહ કહે છે. * મોટા ભાગના ચર્ચના ખ્રિસ્તીઓ કહે છે કે ઈશ્વર ત્રૈક્ય છે. એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એમ ત્રણ મળીને એક ઈશ્વર છે. જ્યારે કે હિંદુઓ હજારો દેવ-દેવીઓમાં માને છે. બીજા લોકો કહે છે કે અમુક પ્રાણીઓ, વૃક્ષો, પથ્થરો અને ઝરણાંઓમાં અલૌકિક શક્તિ વસે છે. એટલું જ નહિ, આજકાલ ઘણા લોકો દેવ-દાનવ, ભૂત-પ્રેત કે દેવ-દેવીઓને લઈને ટીવી, ફિલ્મો કે પુસ્તકોની અસરમાં આવી જાય છે.

આપણે જોયું તેમ, દેવી-દેવતાઓ અને મરહૂમ સંત-પુરુષોને લઈને લોકો ઘણું અલગ અલગ માને છે. એ જ રીતે તેઓનો સંપર્ક કઈ રીતે કરવો, એને લઈને પણ લોકો જુદું જુદું વિચારે છે. પરંતુ સ્વાભાવિક છે કે સંપર્ક કરવાની બધી જ રીતો કંઈ ખરી નથી. એ સમજવા એક ઉદાહરણ લો. ફોન કરતા પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે કોને ફોન કરવો છે. એ પણ ખાતરી હોવી જોઈએ કે ફોન કરવાના છે એ વ્યક્તિ ખરેખર છે, જે ફોનનો જવાબ આપે. જો કોઈ કાલ્પનિક વ્યક્તિને ફોન કરવા જઈશું તો એનો કોઈ ફાયદો નહિ થાય. એમાંય જો કોઈ બનાવટી વ્યક્તિને ફોન કરી બેસીશું તો આપણને જ નુકસાન થઈ શકે.

તો પછી સ્વર્ગમાં ખરેખર કોણ રહે છે? બાઇબલ એનો જવાબ આપે છે. એ પણ સમજાવે છે કે આપણે ત્યાં કોને પ્રાર્થના કરી શકીએ અને કેવા જવાબની આશા રાખી શકીએ. હવે પછીનો લેખ વાંચવાથી તમે જાણી શકશો કે બાઇબલ એ વિષે શું જણાવે છે. (w10-E 12/01)

[ફુટનોટ]

^ “અલ્લાહ” એ કોઈ નામ નહિ, પણ ખિતાબ છે. એનો અર્થ થાય, ઈશ્વર કે ભગવાન.