સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વર ધન-દોલત આપે છે?

શું ઈશ્વર ધન-દોલત આપે છે?

શું ઈશ્વર ધન-દોલત આપે છે?

‘ઈશ્વરમાં ભરોસો રાખો. તેમના માટે ખુલ્લા હાથે દાન-ધર્મ કરો. એમ કરશો તો બદલામાં ઈશ્વર પણ તમને ઘણું આપશે. તે ચાહે છે કે તમારી પાસે સારો ધંધો હોય. મસ્ત મઝાની કાર હોય. મોટો બંગલો હોય.’—એસતાદો ન્યૂઝ પેપર.

બ્રાઝિલના અમુક ધાર્મિક પંથો પેપરમાં આવી ઘણી જાહેરાતો છપાવે છે. ઘણા લોકો એમાં ભરોસો મૂકે છે. આ વિષે અમેરિકામાં સર્વે કરવામાં આવ્યો હતો. ટાઈમ મૅગેઝિન એના રિપોર્ટમાં જણાવે છે: ‘૬૧ ટકા લોકો માને છે કે વ્યક્તિ ધનવાન બને એવું ઈશ્વર ઇચ્છે છે. ૩૧ ટકા લોકોએ કહ્યું કે ઈશ્વરને દાન-ધર્મ કરીએ તો બદલામાં તે બમણું આપશે.’

આવી માન્યતાઓ લૅટિન અમેરિકામાં ઘણી જાણીતી છે. જેમ કે, બ્રાઝિલમાં જે પાદરીઓ કહે કે ‘ઈશ્વર તમને ધનવાન બનાવશે,’ તેઓના ચર્ચમાં વધારે લોકો જાય છે. પણ શું ઈશ્વર વચન આપે છે કે તે પોતાના ભક્તોને ધનવાન બનાવશે? શું ઇતિહાસ બતાવે છે કે ઈશ્વરના બધા ભક્તો ધનવાન હતા?

બાઇબલનું હેબ્રી શાસ્ત્ર બતાવે છે કે ઈશ્વરના આશીર્વાદ હોય તેઓમાંના અમુક પાસે ઘણી સંપત્તિ હતી. દાખલા તરીકે, પુનર્નિયમ ૮:૧૮માં લખ્યું છે: ‘તું યહોવાહ તારા ઈશ્વરને યાદ કર, કેમકે સંપત્તિ મેળવવા માટે તને શક્તિ આપનાર તે જ છે.’ એનાથી ઈસ્રાએલીઓને ખાતરી થઈ કે તેઓ ઈશ્વરની આજ્ઞા પાળશે તો ધનવાન પ્રજા બનશે.

પણ શું ઈશ્વર કોઈ વ્યક્તિને ધનવાન બનાવી શકે? ઈશ્વરભક્ત અયૂબનો વિચાર કરીએ. તે ખૂબ ધનવાન હતા. પણ શેતાને તેમનું પરીક્ષણ કરીને રાજામાંથી રંક બનાવી દીધા. તોય અયૂબ યહોવાહને વિશ્વાસુ રહ્યા. એટલે “યહોવાહે અયૂબને બમણું આપ્યું.” (અયૂબ ૧:૩; ૪૨:૧૦) હવે ઈશ્વરભક્ત ઈબ્રાહીમનો વિચાર કરો. તે પણ ઘણા ધનવાન હતા. ઉત્પત્તિ ૧૩:૨ જણાવે છે કે ‘ઈબ્રાહિમ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે ખૂબ ધનવાન હતા.’ એક વાર ચાર રાજાઓ તેમના ભત્રીજા લોટને પકડી ગયા. એ વખતે ઈબ્રાહીમ “પોતાના ઘરમાં જન્મેલા ત્રણસો અઢાર કવાયત [લશ્કરી તાલીમ] શીખેલા નોકરો લઇને દાન લગી તેઓની પાછળ” ગયા. (ઉત્પત્તિ ૧૪:૧૪) ઈબ્રાહીમ પાસે લડાઈ કરવા ‘ત્રણસો અઢાર નોકરો’ હોય તો, ઘરના બીજા કામ-કાજ માટે કેટલા નોકરો હશે! તેઓ બધાનું પૂરું પાડવું એ નાનીસૂની વાત ન હતી. આ બતાવે છે કે ઈબ્રાહીમ કેટલા ધનવાન હતા.

અયૂબ ને ઈબ્રાહીમ સિવાય બીજા ઈશ્વરભક્તો પણ ધનવાન હતા. જેમ કે, ઇસ્હાક, યાકૂબ, દાઊદ અને સુલેમાન. તો પછી, શું જેઓ ઈશ્વરની ભક્તિ કરે તેઓ જ ધનવાન બને છે? જો કોઈ ગરીબ હોય તો, ઈશ્વરની કૃપા તેના પર નથી એમ સમજવું જોઈએ? હવે પછીના લેખમાં એના વિષે વધારે સમજણ મેળવીશું. (w09 9/1)