સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવો જન્મ પામવાનો મકસદ શું છે?

નવો જન્મ પામવાનો મકસદ શું છે?

નવો જન્મ પામવાનો મકસદ શું છે?

ઈસુએ કહ્યું કે “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી.” (યોહાન ૩:૩) ઘણા ખ્રિસ્તીઓ માને છે કે નવો જન્મ પામીને તારણ મેળવી શકાય છે. કેમ કે તેઓને લાગે છે કે ‘દેવના રાજ્યમાં જવું’ અને તારણ મેળવવું, સરખું જ છે. પણ એ બંને વચ્ચે આભ-જમીનનો તફાવત છે. એ સમજવા ચાલો આપણે ‘દેવના રાજ્ય’ વિષે થોડું જોઈએ.

‘દેવનું રાજ્ય’ બીજા શબ્દોમાં પરમેશ્વરની સરકાર છે. બાઇબલ જણાવે છે કે ઈસુ, પરમેશ્વરની સરકારના રાજા છે અને તેમની સાથે બીજા અમુક લોકો પણ રાજ કરશે. (દાનીયેલ ૭:૧, ૧૩, ૧૪; માત્થી ૨૬:૬૩, ૬૪) આ લોકો બાઇબલમાં “નાની ટોળી” તરીકે ઓળખાય છે. આ નાની ટોળીમાં, “એક લાખ ચુમ્માળીસ હજાર” છે. તેઓને પૃથ્વીના ‘સર્વ કુળ, ભાષા, પ્રજા તથા દેશમાંથી’ “ખરીદવામાં આવ્યા” છે.—લુક ૧૨:૩૨; પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧, ૩; ૨૦:૬.

તેઓ દેવનું રાજ્ય એટલે કે ‘આકાશના રાજ્યમાંથી’ રાજ કરશે. એ બતાવે છે કે ઈસુ અને તેમના સાથી રાજાઓ આકાશમાંથી રાજ કરશે.—લુક ૮:૧૦; માત્થી ૧૩:૧૧.

ઈસુએ કહ્યું કે ‘દેવના રાજ્યમાં જવા’ નવો જન્મ પામવો પડે. એનો અર્થ થાય કે પસંદ કરેલી એક લાખ ચુમ્માળીસ હજાર વ્યક્તિઓ ઈસુ સાથે આકાશમાં રાજ કરવા નવો જન્મ પામે છે.

આપણે શીખી ગયા કે નવો જન્મ પામવો પરમેશ્વરના હાથમાં છે. નવો જન્મ પામેલી વ્યક્તિઓ જ આકાશમાંથી રાજ કરી શકશે. પણ નવો જન્મ કઈ રીતે થાય છે? (w09 4/1)

[પાન ૭ પર બ્લર્બ]

પસંદ કરાએલા લોકો જ નવો જન્મ પામીને દેવના રાજ્યમાં રાજ કરશે

[પાન ૭ પર ચિત્ર]

ઈસુ અને પૃથ્વી પરથી પસંદ કરાએલા લોકો દેવના રાજ્યમાં રાજ કરશે