સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

કુટુંબમાં કે ફ્રૅન્ડ સર્કલમાં યહોવાહને ભજતા નથી એવી વ્યક્તિના લગ્‍નમાં જઈ શકાય?

લગ્‍ન એ આનંદનો પ્રસંગ છે. મૅરેજમાં જવાનું બધાને ગમે! જોકે, યુવાનો કે બાળકોને લગ્‍નનું આમંત્રણ મળ્યું હોય તો, તેઓએ જવા માટે માબાપ કે કુટુંબના વડીલની રજા લેવી જોઈએ. (એફેસી ૬:૧-૩) હવે કલ્પના કરો કે એક બહેનના પતિ યહોવાહને ભજતા નથી. તે પત્નીને કહે છે કે ‘એક ફ્રૅન્ડનાં લગ્‍ન ચર્ચમાં છે. તું પણ ચાલ.’ તે બહેન શું કરશે? કદાચ તે વિચારશે કે ‘હું લગ્‍નમાં જઈશ. પણ કોઈ વિધિમાં ભાગ નહિ લઉં.’

આવા સંજોગમાં કોઈના મૅરેજમાં જવું કે નહિ એ તો સવસવની પસંદગી છે. તોપણ દરેકે યહોવાહને હિસાબ આપવો પડશે. એટલે નિર્ણય લેતા પહેલાં વિચારવું જોઈએ કે એ વિષે બાઇબલ શું કહે છે? કયા સિદ્ધાંતો લાગુ પડે છે?

‘યહોવાહની કૃપા પામવા હું શું કરી શકું?’ એ જ દરેકના મનમાં હોવું જોઈએ. ઈસુએ કહ્યું: ‘ઈશ્વર આત્મા છે; અને જેઓ તેને ભજે છે, તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.’ ‘ઈશ્વરની દોરવણી પ્રમાણે આપણે તન-મનથી તેમની ભક્તિ કરવી જોઈએ.’ (યોહાન ૪:૨૪) આપણે યહોવાહના ભક્તો હોવાથી કોઈ ધર્મની પ્રાર્થના, વિધિ કે એવા કોઈ પ્રસંગમાં ભાગ લેતા નથી. આપણે બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવીએ છીએ.—૨ કોરીંથી ૬:૧૪-૧૭.

પોતાના નિર્ણયની બીજાઓ પર અસર પડે છે એ ભૂલવું ન જોઈએ! ધારો કે તમે લગ્‍નમાં જાવ, પણ વિધિમાં ભાગ ન લો, તો એ કુટુંબ કે ફ્રૅન્ડને કેવું લાગશે? તેમ જ મંડળના ભાઈ-બહેનોને કેવું લાગશે? (રૂમી ૧૪:૧૩) કદાચ તમે કે કુટુંબમાં કોઈ આમ વિચારે: ‘આપણા સંબંધી યહોવાહના ભક્ત નથી, તોય તેઓના લગ્‍નમાં જવાથી કોઈ તકલીફ થવાની નથી.’ પણ તમારા નિર્ણયથી મંડળના ભાઈ-બહેનો પર ખરાબ અસર પડે તો શું? એનાથી કદાચ તેઓનું અંતર નબળું પડી જાય તો?

યહોવાહને ભજતા ન હોય એવા સગાંના લગ્‍નમાં જવું સહેલું નથી. ધારો કે તમને વર-કન્યા સાથે જ રહેવાનું કહેવામાં આવે? બની શકે કે તમારા લગ્‍ન સાથીને કંઈ વાંધો ન હોય, કેમ કે તે યહોવાહને ભજતા નથી. પણ તમારા વિષે શું? જો લગ્‍ન કોર્ટ કે સરકારી ઑફિસમાં હોય તો, ત્યાં હાજર રહેવું વધુ સહેલું હોય શકે. કેમ કે ત્યાં તમે ફક્ત કાનૂની બાબતો માટે જ હાજર હશો.

ધારો કે કોઈક ધાર્મિક જગ્યાએ લગ્‍ન રાખવામાં આવ્યા હોય. પાદરી કે બ્રાહ્મણ લગ્‍ન કરાવવાના હોય. તે તમને વિધિમાં કંઈ કરવાનું કહે તો? તમે ના પાડો તો કદાચ અમુક સગાં-વહાલાંને તમારા લીધે શરમાવું પડે! એ કારણથી તમે લગ્‍નમાં જવાનું કદાચ માંડી વાળો. (નીતિવચનો ૨૨:૩) તમને લગ્‍નમાં જવાનું આમંત્રણ મળે ત્યારે જ શું કરી શકો? કુટુંબને જણાવી શકો કે તમે બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવો છો. લગ્‍ન પ્રસંગમાં શું કરી શકશો ને શું નહિ. આમ તમારા કુટુંબના માથા પરથી ટેન્શન ઓછું થશે!

બાઇબલ સિદ્ધાંતો પર વિચાર્યા પછી કોઈક કહેશે કે ‘ત્યાં જવામાં કંઈ વાંધો નથી. હું એમાં કોઈ પણ ભાગ નહિ લઉં, ફક્ત હાજર જ રહીશ.’ પણ અમુક કહેશે: ‘હું સગા-સંબંધીનાં લગ્‍નમાં નહિ જઈશ. લગ્‍નમાં જઈને કોઈક બાબતમાં હું યહોવાહનો નિયમ તોડી બેસું તો, તેમની કૃપા ગુમાવીશ. એ મને પોસાય નહિ. એના બદલે હું લગ્‍નની વિધિ પછી મળવા અને જમવા જઈશ.’ તમે “જે કંઈ કરો” એમાં યહોવાહનું નામ રોશન થાય એવી રીતે કરજો. (૧ કોરીંથી ૧૦:૩૧) નાના-મોટા કોઈ પણ નિર્ણય લેવામાં ‘દરેકે પોતાનો બોજો ઊંચકવો પડશે.’ (ગલાતી ૬:૫) તમારી મરજી પ્રમાણે નિર્ણય લો. પણ સૌથી મહત્ત્વનું, યહોવાહની આગળ શુદ્ધ દિલ રાખવાનું ક્યારેય ભૂલશો નહિ. (w07 11/15)