સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પૃથ્વીનો પ્રલય થશે?

શું પૃથ્વીનો પ્રલય થશે?

શું પૃથ્વીનો પ્રલય થશે?

શું તમે “આર્માગેદન” શબ્દ કદી સાંભળ્યો છે? આ શબ્દ પવિત્ર શાસ્ત્રમાં જોવા મળે છે. દુનિયાના ઘણા લોકો માને છે કે ત્યારે આખી દુનિયાનો પ્રલય થશે. પૃથ્વીનો તદ્દન નાશ થશે અને એમાંથી કોઈ બચશે નહિ. ફિલ્મોમાં બતાવવામાં આવે છે કે દુનિયાનો પ્રલય થશે ત્યારે કોઈ બચશે નહિ.

બાઇબલમાં ઈશ્વરનાં વચનો છે. આપણે ઈશ્વર પાસેથી જ જાણવાની જરૂર છે કે આર્માગેદન શું છે? એમાં શું થશે અને શું નહિ થાય? એની આપણા કુટુંબ પર કેવી અસર પડશે?

એનાથી આપણને જાણવા મળશે કે આર્માગેદનમાં પ્રલય થવાનો નથી. પણ આર્માગેદન પછીની દુનિયામાં રહેતા લોકો માટે સુખનો સૂરજ ઊગશે. આપણે બીજા લેખમાં જોઈશું કે હકીકતમાં આર્માગેદન શું છે. એ વાંચીને તમને એના વિષેનું સત્ય શીખવા મળશે.

[પાન ૩ પર બોક્સ/ચિત્ર]

ઘણા લોકો આર્માગેદન વિષે શું માને છે?

• અણુયુદ્ધથી સર્વનો નાશ

• જીવજંતુઓ અને પ્રાણીઓનો નાશ

• કોઈ ગ્રહ પૃથ્વી સાથે અથડાશે

• ઈશ્વર દુષ્ટોનો નાશ કરશે