સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શેતાન ઈશ્વર અને આપણો દુશ્મન

શેતાન ઈશ્વર અને આપણો દુશ્મન

શેતાન ઈશ્વર અને આપણો દુશ્મન

શેતાન. આ શબ્દ સાંભળીને તમારા મનમાં કેવું ચિત્ર આવે છે? શું તે લોકોને ખોટાં કામ કરવા લલચાવનાર, કોઈ દુષ્ટ વ્યક્તિ છે? કોઈ ખરાબ દૂત છે? કે પછી શેતાન જેવું કંઈ છે જ નહિ? શું આપણે શેતાનથી ડરવું જોઈએ? કે પછી એ તો અંધશ્રદ્ધા કે વહેમ છે, દંતકથાનું કોઈ પાત્ર છે, એમ કહીને શેતાન છે જ નહિ એમ માનવું જોઈએ? શું શેતાન માણસના મનની બૂરાઈ જ છે?

કોઈ શક નથી કે શેતાન વિષે લોકોના અલગ અલગ વિચાર છે. કલ્પના કરો કે કોઈ ગુનેગાર પોતાનું અસલી રૂપ સંતાડે. લોકો માટે સારાં કામ કરીને એવો દેખાવ કરે કે પોતે બહુ સારો છે. પોતાનામાં બૂરાઈ ભરેલી છે એની કોઈને ગંધ પણ આવવા દેતો નથી. આવા લોકોનો ઇરાદો જાણવો ખૂબ મુશ્કેલ છે, ખરું ને? બાઇબલ જણાવે છે કે શેતાન પણ પોતાનું અસલી રૂપ છુપાવે છે. બાઇબલ કહે છે: “શેતાન પણ પ્રકાશનો દૂત હોવાનો દેખાવ કરે છે.” (૨ કોરીંથી ૧૧:૧૪, કોમન લેંગ્વેજ) શેતાન પોતે બહુ સારો છે એવો દેખાવ કરીને લોકોને છેતરે છે. તે લોકોના મનમાં ઠસાવવા માંગે છે કે શેતાન જેવું કંઈ છે જ નહિ. લોકો એમ માનવા લાગે, એટલે શેતાનનું કામ થઈ જાય છે.

તો પછી શેતાન ખરેખર કોણ છે? તે ક્યારે અને ક્યાંથી આવ્યો? તે આજે લોકોને કઈ રીતે છેતરે છે? તેની ચાલમાં ન ફસાઈએ, એ માટે આપણે શું કરી શકીએ? બાઇબલમાં શેતાનની શરૂઆતથી લઈને આજ સુધીનો ઇતિહાસ જોવા મળે છે. ઉપરના સવાલોના પણ બાઇબલ જવાબ આપે છે.

[પાન ૩ પર ચિત્ર]

જેમ કોઈ નકાબથી ચહેરો છુપાવે, તેમ શેતાન પણ પોતાનું અસલી રૂપ છુપાવે છે!