સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શાસ્ત્રથી લગ્‍ન જીવન ખીલી ઊઠે છે

શાસ્ત્રથી લગ્‍ન જીવન ખીલી ઊઠે છે

શાસ્ત્રથી લગ્‍ન જીવન ખીલી ઊઠે છે

અમુક લોકો ‘લગ્‍ન’ શબ્દ સાંભળીને જ સપનાંની દુનિયામાં ખોવાઈ જાય છે. જ્યારે કે, અમુક નિસાસા નાખે છે. એક પત્ની દુઃખી થઈ જણાવે છે કે, “અમે ફક્ત કહેવા પૂરતાં જ પતિ-પત્ની છે. સાથી હોવા છતાં પણ મને એકલું અટૂલું લાગે છે.”

શા માટે પતિ-પત્નીનો પ્રેમ એકદમ ઠંડો પડી જાય છે! એવું શું બને છે જેથી તેઓના સબંધમાં આભ જમીનનો ફરક પડી જાય છે? એક મેડિકલ પત્રકારે કહ્યું: “લોકો કોઈ પણ અનુભવ વગર લગ્‍ન જીવનમાં ઝંપલાવે છે.”

અમેરિકામાં એક સર્વેએ બતાવ્યું કે, લગ્‍ન શું છે એ લોકો જાણતા જ નથી. વળી, “ઘણા લોકોએ નાનપણથી જ માબાપના દુ:ખી લગ્‍ન જોયા હોય છે. અરે, ઘણાં બાળકો તો નાના હોય ત્યારે જ માબાપે છૂટાછેડા લઈ લીધા હોય છે. તેથી, તેઓ જાણે છે કે દુ:ખી લગ્‍ન શું છે. પરંતુ, લગ્‍ન કયું સુખ લઈ આવી શકે એ તેઓ જાણતા નથી.”

ખ્રિસ્તીઓને પણ લગ્‍નમાં સમસ્યા ઊભી થઈ શકે છે. તેથી, પહેલી સદીમાં તેઓને સલાહ આપવામાં આવી કે લગ્‍નમાંથી ‘છૂટા થવાની ઇચ્છા ના રાખો’. (૧ કોરીંથી ૭:૨૭) જોકે, પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ તો ઊભી થશે જ. પરંતુ, બાઇબલના ઊંચા સિદ્ધાંતો તેઓને મદદ કરી શકે.

યહોવાહ દેવે લગ્‍નની શરૂઆત કરી ત્યારે, તેમણે બાઇબલમાં પતિ-પત્નીને સલાહ આપી જે તેઓને મદદ કરી શકે. જેમ કે, યહોવાહ દેવે પ્રબોધક યશાયાહ દ્વારા કહ્યું: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.”—યશાયાહ ૪૮:૧૭, ૧૮.

શું તમારું લગ્‍ન જીવન ચીમળાયેલા ફૂલની જેમ કરમાવા માંડ્યું છે? શું તમને એમ લાગે છે કે, તમે પ્રેમ વિનાના લગ્‍નની સાંકળમાં બંધાઈ ગયા છો? એક પત્નીએ ૨૬ વર્ષ પછી જણાવ્યું કે, “જ્યારે લગ્‍ન જીવન ફૂલની જેમ કરમાવા માંડે ત્યારે દુઃખી દુઃખી થઈ જવાય છે. પણ શું થાય, એ તો ચાલ્યા જ કરે.” પરંતુ, એમ હિંમત હારી જવાને બદલે શું તમે કંઈક કરી શકો? હવે પછીનો લેખ બતાવશે કે, કઈ રીતે પતિ-પત્ની પોતાના લગ્‍નમાં બાઇબલની સલાહને લાગુ પાડી શકે. એમ કરવાથી, તેઓ કાયમ માટે લગ્‍ન ટકાવી રાખી શકશે.