સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે મેલીવિદ્યા વિષે શું જાણો છો?

તમે મેલીવિદ્યા વિષે શું જાણો છો?

તમે મેલીવિદ્યા વિષે શું જાણો છો?

મેલીવિદ્યા! આ શબ્દથી તમારા મનમાં કયા વિચારો આવે છે?

ઘણા લોકો માને છે કે, મેલીવિદ્યા અંધશ્રદ્ધા જેવી છે. તેથી, ગભરાવું ન જોઈએ. ઘણા માને છે કે, મેલીવિદ્યા ફક્ત કાલ્પનિક છે. માથાથી પગ સુધી બાંય વિનાના લાંબા ખૂલતા ઝભ્ભાથી ઢંકાયેલી ઘરડી બેડોળ ડાકણો હોય છે જેઓ રાંધવાના મોટા ધગધગતા હાંડલામાં ચામાચીડિયાની પાંખો નાખતી હોય છે. તે લોકોનું દેડકામાં રૂપાંતર કરી શકે છે. વળી, તે રાતના સમયે ઝાડુ પર બેસીને હસતી હસતી આકાશમાં ઊડતી હોય છે.

બીજાઓ કહે છે કે, મેલીવિદ્યા હસી કાઢવા જેવી વાત નથી. અમુક સંશોધકોના કહેવા પ્રમાણે જગતની અડધા કરતાં વધારે વસ્તી માને છે કે, ડાકણો છે અને તે બીજાઓના જીવનમાં ખલેલ પહોંચાડી શકે છે. લાખો લોકો માને છે કે મેલીવિદ્યા એ નુકશાનકારક અને ભયાનક છે તેથી એનાથી સાવચેત રહેવું જોઈએ. દાખલા તરીકે, આફ્રિકાના ધર્મ વિષે એક પુસ્તક કહે છે: “આફ્રિકાના લોકો જાણે છે કે, મંત્રતંત્ર અને મેલીવિદ્યા ખતરનાક છે. પરંતુ, તે આફ્રિકાના લોકોનો જીવનનો એક ભાગ છે . . . તેઓના સમાજમાં ડાકણો અને જાદુગરોને લોકો ધિક્કારે છે. આફ્રિકામાં આજે પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તેઓને ઘણી વાર સખત મારવામાં આવે છે. તેથી, તેઓ પોતાના જીવન પણ ગુમાવતા હોય છે.”

છતાં, પશ્ચિમના દેશોમાં મેલીવિદ્યાને આદર આપવામાં આવે છે. પુસ્તકો, ટેલિવિઝન, અને ફિલ્મોએ લોકોનો મેલીવિદ્યા પ્રત્યેનો ડર ઓછો કર્યો છે. મનોરંજન વિષે અભ્યાસ કરનાર ડેવિડ ડેવિસ એનું વર્ણન આમ કરે છે: “અચાનક ડાકણો એકદમ યુવાન અને રૂપાળી દેખાય છે. હોલીવુડ આવી વસ્તુની નકલ કરવામાં બહું જ ઉસ્તાદ છે. . . . તેઓ ડાકણોને રૂપાળી અને મોહ પમાડે એવી બતાવે છે, જેથી શ્રોતાઓને એ પસંદ પડે, અને આ શ્રોતાગણમાં સ્ત્રીઓ અને નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે.” હોલીવુડ એ સારી રીતે જાણે છે કે, કઈ રીતે લોકોને આકર્ષવા જેથી તેઓ પૈસા બનાવી શકે.

અમુક લોકો કહે છે કે, યુનાઈટેડ સ્ટેટ્‌સમાં મેલીવિદ્યાની ચળવળ ઝડપથી વધી રહી છે. જગતના ઘણા ધનવાન દેશોમાં સ્ત્રીઓએ આ ચળવળ શરૂ કરી છે, કારણ કે તેઓ મૂળ ધર્મોથી નારાજ છે. તેથી, ભિન્‍નભિન્‍ન પ્રકારના મંત્રતંત્રથી ધાર્મિક જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે છે. હકીકતમાં, આજે મેલીવિદ્યાના એટલા બધા રૂપો છે કે, લોકો “ડાકણ” શબ્દનો અર્થ પણ જુદી જુદી રીતે કરે છે. છતાં, ડાકણ શબ્દનો અર્થ વિક્કા તરીકે કરવામાં આવે છે. એક શબ્દકોશ પ્રમાણે એનો અર્થ, “પશ્ચિમ યુરોપમાં ખ્રિસ્તી ધર્મ પહેલાના પ્રાથમિક અવસ્થાના દેવોમાં માનવું થાય છે. એ હવે ૨૦મી સદીમાં ફરીથી શરૂ થયો છે.” * તેથી, આજે ઘણી જાદુગરણીઓ પોતાને વિધર્મી અથવા વિધર્મનો નવો રૂપ તરીકે ઓળખાવે છે.

ઇતિહાસની શરૂઆતથી, ડાકણોને ધિક્કારવામાં, રિબાવવામાં અને કેટલીકને તો મારી નાખવામાં પણ આવી છે. છતાં, આજે ડાકણો પોતાની સારી છાપ પાડવાનો પ્રયત્ન કરી રહી છે. એક સર્વેક્ષણમાં ડાકણોના એક સમૂહને પૂછવામાં આવ્યું કે, તેઓ લોકોને શું જણાવવા ઇચ્છે છે. તેઓનો જવાબ સંશોધક મોર્ગોટ ઍલ્ડર ટૂંકમાં કહે છે: “અમે દુષ્ટ નથી. અમે શેતાનને ભજતા નથી. વળી, અમે લોકોને હાનિ પહોંચાડતા નથી અને ગેરમાર્ગે દોરતા નથી. તેથી, અમે જરાય ભયરૂપ નથી. અમે પણ તમારી જેમ જ સામાન્ય લોકો છીએ. અમારાં કુટુંબો છે, અમે પણ નોકરી કરીએ છીએ, આશાઓ રાખીએ છીએ અને તમારી જેમ જ સ્વપ્નો પણ જોઈએ છે. જોકે, અમે કોઈ ધાર્મિક સંપ્રદાય નથી. છતાં, અમે વિચિત્ર લોકો નથી. . . . અમારાથી તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. . . . તમે ધારો છો એવા અમે નથી. તમારી અને અમારી વચ્ચે કંઈ જ ફરક નથી.”

જોકે, લોકોએ આ સંદેશાને સ્વીકાર્યો છે. પરંતુ, શું એનો એવો અર્થ થાય કે, મેલીવિદ્યા જોખમકારક નથી? ચાલો આપણે આ પ્રશ્નનો જવાબ હવે પછીના લેખમાં જોઈએ.

[ફુટનોટ]

^ અંગ્રેજી શબ્દ “વીચક્રાફ્ટ” એ “વીસ” અથવા “વીક્કા” જૂની અંગ્રેજીમાંથી આવે છે. આ શબ્દ “ડાકણ” એ સ્ત્રી અને પુરુષ બંને માટે લાગુ પડે છે.