સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

દક્ષિણપૂર્વ એશિયા

વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ પ્રમાણે મહા મેકૉંગમાં ૧૯૯૭થી ૨૦૧૧ની વચ્ચે વનસ્પતિ અને પ્રાણીઓની ઘણી નવી જાતિઓ શોધવામાં આવી છે. એમાં લાલ આંખોવાળા ઝેરી સાપનો પણ સમાવેશ થાય છે. મહા મેકૉંગનો વિસ્તાર કંબોડિયા, લાઓસ, મ્યાનમાર, થાઇલૅન્ડ, વિયેતનામ, યુન્નાન અને ચીન સુધી ફેલાયેલો છે. ૨૦૧૧માં આવી જાતિઓ શોધવામાં આવી છે. જેમ કે, ૮૨ વનસ્પતિ, ૨૧ સરિસૃપ એટલે કે પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓ, ૧૩ માછલી, પાંચ દ્વિચર એટલે કે જમીન અને પાણી બંને પર ચાલનાર પ્રાણીઓ અને પાંચ સસ્તન પ્રાણીઓ.

યુરોપ

ધ મૉસ્કો ટાઈમ્સના અહેવાલ પ્રમાણે “આખા યુરોપમાં” માણસોની ગેરકાયદે હેરાફેરી એક મોટી સમસ્યા છે. જાતીય શોષણ કરવા, બળજબરીથી કામ કરાવવા અને “શરીરના અંગોનો ગેરકાયદે વેપાર” કરવા માણસોને વેચવામાં આવે છે. આવી હેરાફેરી કરનારાઓ ગરીબી, બેકારી અને જાતીય અસમાનતાનો ગેરલાભ ઉઠાવે છે.

ન્યૂ ઝીલૅન્ડ

ટીવી જોતા બાળકો અને તરુણો પર થયેલા અભ્યાસને આધારે સંશોધકો આ તારણ પર આવ્યા કે, વધુ પડતું ટીવી જોવાથી “બાળકનું વર્તન યુવાન થાય તેમ વધારે ખરાબ થતું જાય છે.” તેઓના કહેવા પ્રમાણે બાળકોએ “સારા કાર્યક્રમ જ જોવા જોઈએ અને એ પણ દિવસના ફક્ત એક કે બે કલાક.” (g14-E 05)

અલાસ્કા

“અલાસ્કાના મોટાભાગના ગામડાં” દરિયાકિનારે અથવા નદીની નજીક આવેલા છે. એમાંના ૮૬ ટકા ગામડાંને પૂરની અસર થઈ છે અને જમીનનું ધોવાણ થયું છે. અહેવાલ બતાવે છે કે વધતા તાપમાનને લીધે દરિયાકાંઠે અને નદી કિનારે બરફ જલદીથી જામતો નથી. તેથી, પાનખર ઋતુમાં આવતાં વાવાઝોડાંથી આસપાસનાં ગામડાંને વધારે નુકસાન થવાની શક્યતા છે.

વિશ્વ

મારિયા વૉન ડેર હુવેન, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના ડાયરેક્ટર છે. તે કહે છે, પ્રદુષણ ન થાય એવી પવનઊર્જા અને સૌરઊર્જા જેવી વિદ્યુત ઉત્પન્ન કરવાની ટૅક્નોલૉજી માટે ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા છે. તેમ છતાં, “એક યુનિટ વિદ્યુત ઉત્પન્ન કરવાથી આજે એટલું જ પ્રદુષણ થાય છે, જેટલું ૨૦ વર્ષ પહેલાં થતું હતું.”