સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“આખું કુટુંબ સાથે બેસીને જમવાથી સંપ વધ્યો છે”

“આખું કુટુંબ સાથે બેસીને જમવાથી સંપ વધ્યો છે”

“આખું કુટુંબ સાથે બેસીને જમવાથી સંપ વધ્યો છે”

શું તમારું કુટુંબ દિવસમાં એક વખત પણ સાથે બેસીને જમવાનો આનંદ માણે છે? અરેરે આજે કોની પાસે એટલો સમય છે! આજ-કાલ એવું બની રહ્યું છે, કે કુટુંબમાં એકલા એકલા ખાઈ લેશે. પણ આખું કુટુંબ સાથે જમવાના ઘણા ફાયદાઓ છે. એનાથી આપણે ધરાઈને ખાઈ શકીએ છીએ, અને એકબીજા સાથે દિલ ખોલીને વાત કરી શકીએ છીએ.

ઍલગર્ડસ અને તેની પત્ની રીમાબહેનનો વિચાર કરો. તેઓ લિથુએનિયાના છે, જે યુરોપમાં આવેલું છે. તેઓની ત્રણ દીકરીઓ છે. ઍલગર્ડસ કહે છે: “ખરું કે દિવસે હું કામે જાઉં છું અને મારી દીકરીઓ સ્કૂલે હોય છે. પણ અમે એ રીતે સમય ગોઠવીએ છીએ કે સાંજે અમે સાથે બેસીને જમી શકીએ. ખાતા ખાતા અમે દિવસમાં જે પણ કર્યું હોય એની વાત કરીએ છીએ. અમારી ચિંતાઓ એકબીજાને જણાવીએ છીએ. તેમ જ અમે જે જે કરવાના હોઈએ એના વિષે વાત કરીએ છીએ. અમે ખુલ્લા દિલથી એકબીજાને જણાવીએ છીએ કે અમને શું ગમે છે અને શું નથી ગમતું. અમે આ સમયે બાઇબલના અનેક વિષય પર છૂટથી વાત કરી શકીએ છીએ. ખરેખર, આખું કુટુંબ સાથે જમવાથી સંપ વધ્યો છે.”

રીમાબહેન કહે છે: “મારી દીકરીઓ મને રસોઈ કરવા મદદ કરે છે. રાંધતા રાંધતા મારી દીકરીઓ મને તેઓના દિલની વાત કરે છે. તેઓને રસોડામાં કામ કરવું ગમે છે અને સાથે સાથે તેઓ રાંધતા પણ શીખે છે. આમ કરવાથી અમને ખૂબ મજા આવે છે, ને અમારું કામ પણ પૂરું થાય છે.”

ઍલગર્ડસ, રીમાબહેન અને તેઓની દીકરીઓને, સાથે જમવાથી ઘણા આશીર્વાદો મળ્યા છે. જો હમણાં તમે કુટુંબ સાથે જમતા ન હોવ, તો કેમ નહિ કે દિવસમાં એક વખત સાથે બેસીને જમવાનું શરૂ કરો. જો તમે મા કે બાપ એકલા હાથે બાળકોને મોટા કરતા હોવ, તો પણ તમે તમારા બાળકો સાથે જમી શકો. એમ કરવા તમારે અમુક ભોગ આપવા પડી શકે. પણ એની સામે તમે ઘણા આશીર્વાદો મેળવશો. (g 11/06)