સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ભિન્‍નતાઓના દેશનો” આકર્ષક ઇતિહાસ

“ભિન્‍નતાઓના દેશનો” આકર્ષક ઇતિહાસ

“ભિન્‍નતાઓના દેશનો” આકર્ષક ઇતિહાસ

બ્રાઝિલમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

બ્રાઝિલને “ભિન્‍નતાઓનો દેશ” કહેવામાં આવે છે. કંઈક ૮૫,૧૧,૯૯૯ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બ્રાઝિલ દેશને ૭,૪૦૦ કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે. બ્રાઝિલને ગરમ દેશ કહેવામાં આવે છે, પરંતુ મોસમની વાત આવે છે ત્યારે તેના દક્ષિણથી માંડીને ઉત્તર એમેઝોન સુધી ઝાઝો તફાવત છે. એમાં રહેનારાઓ પણ ભિન્‍ન સંસ્કૃતિઓમાંથી આવ્યા છે. ઉપરાંત, આ દેશનો ઇતિહાસ પણ વિવિધતાઓથી ભરપૂર છે.

આજથી કંઈક ૫૦૦ વર્ષ અગાઉ પહેલી વાર પોર્ટુગીઝ લોકોએ બ્રાઝિલમાં પ્રવેશ કર્યો ત્યારે, તેઓ અહીંના લોકોની આગતા-સ્વાગતા જોઈને આશ્ચર્ય પામ્યા. એ વિષે પોર્ટુગીઝના વેપારી પેરો વાજ ડી કામીન્યાએ રાજા મેન્યુલ ૧ને લખ્યું હતું કે બ્રાઝિલના લોકોએ અમ અજાણ્યાઓનો પ્રેમભર્યો આવકાર કર્યો અને અમને ભેટી પડ્યા. પરંતુ શા માટે પોર્ટુગીઝ લોકો બ્રાઝિલમાં આવ્યા?

માર્ચ ૯, ૧૫૦૦માં પોર્ટુગલના રાજાએ પેદ્રુ એલવરીશ કબ્રાલને જહાજોના એક મોટા લશ્કર સાથે પોર્ટુગલથી રવાના કર્યા. તેઓ ભારતના કાલિકટમાં પોર્ટુગલનું વેપાર કેન્દ્ર સ્થાપવા માંગતા હતા. પરંતુ પોતાના મુકામ સુધી પહોંચતા પહેલા કબ્રાલ એપ્રિલ ૨૩, ૧૫૦૦ના રોજ બ્રાઝિલના કિનારે પહોંચ્યો. આજે બ્રાઝિલના આ સ્થળને બાહિયા નામે ઓળખવામાં આવે છે.

કેટલાક સંશોધકો કહે છે કે પોર્ટુગીઝોને બ્રાઝિલ વિષે પહેલેથી જ ખબર હતી, એથી કબ્રાલ એ દેશમાં જાણીજોઈને ગયો હતો. * બાબત જે કંઈ હોય, એમ લાગે છે કે બ્રાઝિલના વેપારીઓ પાસે બ્રાઝિલ-વુડ સિવાય અન્ય કંઈ પણ નહોતું. અને બ્રાઝિલ-વુડ ઝાડનું લાકડું લાલ રંગનું હોવાથી એનો ડાઈ બનાવવા ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે કે એની સરખામણીમાં ભારતના મરી-મસાલાઓની આખી દુનિયામાં માંગ હતી.

પોર્ટુગલના રાજાએ ફર્નાન્ડો દ નોરોંયે નામના વેપારીને દસ વર્ષ માટે બ્રાઝિલ દેશ ભાડે આપ્યો હતો. તે અહીંના બ્રાઝિલ-વુડનો વેપાર કરતો હતો અને બદલામાં રાજાને કર ભરતો હતો. પરંતુ આ નવા સ્થળ પર યુરોપના બીજા દેશોની પણ નજર હતી. એથી ફ્રેંચ, અંગ્રેજ અને સ્પૅનિશ નાવિકોએ ગેરકાયદેસર વેપાર કરવા માંડ્યો અને નોરોંયે એ રોકી શક્યો નહિ. પરિણામે વર્ષ ૧૫૩૨થી પોર્ટુગલે બ્રાઝિલને પોતાની વસાહત બનાવવાનું શરૂ કર્યું. પછી ખાંડનું ઉત્પાદન બ્રાઝિલનો સૌથી સારો ધંધો બની ગયો.

ત્યાર બાદ ૧૮મી સદી દરમિયાન, સોનું અને હીરાની ખાણો વધવા લાગી. પરંતુ ૧૯મી સદી આવતા સુધીમાં એમેઝોન વિસ્તારમાં રબર ઉદ્યોગ ખૂબ જ જાણીતો બન્યો. * પછી, કૉફી ઉદ્યોગ વિકસવાથી આખા બ્રાઝિલની રોનક જ બદલાઈ ગઈ, દેશમાં નવા-નવા શહેરો બનવા લાગ્યા. કૉફીના વેપાર માટે રેલમાર્ગ બંધાયો તથા સંતુશ અને રીઓ ડી જાનેરો જેવા બંદર બનાવવામાં આવ્યા. ઓગણીસમી સદીના અંત સુધીમાં તો દુનિયામાં કૉફીનું અર્ધા જેટલું ઉત્પાદન બ્રાઝિલમાં જ થતું હતું. આમ સાઓ પાઊલો શહેર, બ્રાઝિલનું સૌથી મુખ્ય વેપારી કેન્દ્ર બની ગયું હતું.

ગુલામી કરાવવી એ બ્રાઝિલના ઇતિહાસમાં એક કલંકરૂપ બાબત રહી. શરૂઆતમાં પોર્ટુગીઝોએ બ્રાઝિલ-વુડ કાપવા અને લઈ જવા માટે આદિવાસીઓનો ઉપયોગ કર્યો. પછી, તેઓને શેરડીના ખેતરમાં કામ કરવા મોકલી દેવામાં આવ્યા. પરંતુ આ આદિવાસીઓમાં બીમારી ફેલાઈ ગઈ અને તેઓ મોટી સંખ્યામાં મરવા લાગ્યા. ત્યારે તેઓની જગ્યાએ પોર્ટુગીઝો આફ્રિકાથી ગુલામો લાવ્યા.

પછી તો ગુલામોની સંખ્યા વધવા માંડી, લાખોની સંખ્યામાં આફ્રિકાના લોકોને ગુલામ બનાવીને અહીં લાવવામાં આવ્યા. તેઓ પોતાની સંસ્કૃતિ અને બાપ-દાદાઓ પાસેથી મળેલો વારસો પણ સાથે લાવ્યા. તેઓની સંસ્કૃતિની અસર સાંબા જેવા જાણીતા સંગીત અને કેપોએરા (એક પ્રકારની લડાઈ)માં સ્પષ્ટપણે નજરે પડે છે. તેઓની ખાવા-પીવાની અસર પણ સ્પષ્ટ નજરે પડે છે. ફેજ્હૂઆડૂ તેઓનું એક એવું ભોજન છે જેને બ્લેક બીનથી બનાવવામાં આવે છે. છેવટે, ૧૮૮૮માં બ્રાઝિલમાં ગુલામીની પ્રથા નાબૂદ કરવામાં આવી. લગભગ ૭,૫૦,૦૦૦ ગુલામોને સ્વતંત્ર કરવામાં આવ્યા જેમાંના મોટા ભાગના શેરડીના ખેતરમાં કામ કરતા હતા.

ઓગણીસમી સદીથી, બ્રાઝિલમાં લાખો પરદેશીઓ રહેવા માટે આવવા લાગ્યા. એમાં ઇટાલીઅન, જર્મન, જાપાની, પૉલિશ, સાઈરો-લેબનોની, સ્પૅનિશ અને સ્વિસ લોકોનો પણ સમાવેશ થાય છે. વસવાટ માટે બ્રાઝિલ એકદમ સરસ સ્થળ છે. અહીં ભાતભાતના પશુ અને ફૂલ-ઝાડ મોટી સંખ્યામાં જોવા મળે છે. બ્રાઝિલમાં કુદરતી આફતો ભાગ્યે જ ત્રાટકે છે. અહીં ધરતીકંપ, જ્વાળામુખી કે પૂર જેવી ઘટનાઓ તથા યુદ્ધ પણ નથી થતા. તો પછી ચાલો આપણે બ્રાઝિલ ફરવા માટે જઈએ અને એના જાણીતા દૃશ્યો જોવાનો આનંદ માણીએ. સાચે જ આપણે પણ એ જ કુદરતી દૃશ્યો અને લોકોની આગતા-સ્વાગતા જોઈને ખુશ થઈ જઈશું જે આજથી ૫૦૦ વર્ષ અગાઉ પોર્ટુગીઝોને જોવા મળી હતી.

[ફુટનોટ્‌સ]

^ વર્ષ ૧૪૯૪માં પોર્ટુગલ અને સ્પૅને ટોર્ડસીયસ સંધિ પર સહી કરી ત્યારે, તેઓએ દક્ષિણ ઍટલૅંટિક મહાસાગરના પશ્ચિમના વિસ્તારોને અરસપરસ વહેંચી લીધા હતા. કેટલાક કહે છે કે બ્રાઝિલ પોર્ટુગલના ભાગે આવ્યું હતું અને કબ્રાલ એને પૂરી રીતે પોર્ટુગલની સત્તામાં લેવા માટે જ નીકળ્યો હતો.

^ મે ૨૨, ૧૯૯૭ના સજાગ બનો! (અંગ્રેજી)નું પાન ૧૪-૧૭ જુઓ

[નકશા/પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

એમેઝોન પ્રદેશ

બાહિયા રાજ્ય

બ્રાઝિલીયા

રીઓ ડી જાનેરો

સાઓ પાઊલો

સંતુશ

ઇગુઆઝુ ધોધ

[ચિત્રો]

૧. પેદ્રુ એલવરીશ કબ્રાલ

૨. વર્ષ ૧૪૯૪, ટોર્ડસીયસ સંધિ

૩. કૉફી લઈ જતા મજૂરો

૪. બ્રાઝિલથી નજરે પડતા ઇગુઆઝુ ધોધ

૫. ઈપીશૂના આદિવાસી

[ક્રેડીટ લાઈન્સ]

Culver Pictures

Courtesy of Archivo General de Indias, Sevilla, Spain

બ્રાઝિલ અને બ્રાઝિલવાસીઓને પુસ્તક, ૧૮૫૭

FOTO: MOURA

[પાન ૧૮ પર ચિત્રો]

૧. બ્રાઝિલમાં મોટી સંખ્યામાં પ્યૂમા જોવા મળે છે

૨. એમેઝોનના જંગલોમાં ઓર્કિડ ફૂલ

૩. બાહિયા રાજ્યના સાલ્વેડોરનો પોશાક

૪. મકાઓ

૫. કોપકબાનો કિનારો, રીઓ ડી જાનેરો. બ્રાઝિલમાં ૭,૦૦૦ કિલોમીટરથી પણ લાંબો સરસ દરિયાકિનારો છે

[ક્રેડીટ લાઈન]

Courtesy Sã́o Paulo Zoo

[પાન ૧૯ પર ચિત્ર]

બ્રાઝિલીયા—૧૯૬૦થી બ્રાઝિલનું પાટનગર

[પાન ૧૯ પર ચિત્ર]

સાઓ પાઊલો—બ્રાઝિલનું વેપારી કેન્દ્ર

[ક્રેડીટ લાઈન]

FOTO: MOURA

[પાન ૧૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© 1996 Visual Language