સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘દુનિયા કંઈ જુદી જ હશે’

‘દુનિયા કંઈ જુદી જ હશે’

‘દુનિયા કંઈ જુદી જ હશે’

ગયા વર્ષે ઑગસ્ટમાં, મોસ્કોમાં યહોવાહના સાક્ષીઓના એક મહાસંમેલનને રોકવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા, જેનાથી લોકોનું વધારે ધ્યાન ખેંચાયું. (વધારે માહિતી માટે પાન ૨૭ અને ૨૮ જુઓ.) ધ મોસ્કો ટાઇમ્સ છાપામાં જણાવવામાં આવ્યું: “યહોવાહના સાક્ષીઓનું મહાસંમેલન ભરાવાનું હતું, એ સ્ટેડિયમના ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું કે, સ્ટેડિયમના સંચાલકો આ મહાસંમેલનની વિરુદ્ધ નથી. તેમણે જણાવ્યું કે [એને રોકવાનો] ઑર્ડર ક્યાંથી આવ્યો એની તેમને કંઈ જ ખબર નથી.”

એક સપ્તાહ પછી ધ મોસ્કો ટાઇમ્સના એક વાચકે પત્ર લખીને પ્રકાશકોના વખાણ કર્યા કે, “કોઈનો પક્ષ લીધા વિના” લખેલો એ લેખ તેમને ગમ્યો, અને વાચકોએ એ લેખ “જરૂર વાંચવો જોઈએ.” પત્ર લખનારે નોંધ્યું: “યહોવાહના સાક્ષીઓને તેઓની વાર્ષિક મહાસંમેલનની તૈયારીમાં ઘણી મુશ્કેલીઓ પડી છે. એના વિષે તમે ખૂબ જ સરસ રીતે લખ્યું છે, અને એનાથી દેખાઈ આવે છે કે, તેઓ સાથે કેવો અન્યાય થઈ રહ્યો છે.”

એ પત્રકારે યહોવાહના સાક્ષીઓ વિષે આગળ જણાવ્યું કે, તેઓ “આખી દુનિયામાં (હવે તો રશિયામાં પણ) સારી રીતે જાણીતા છે. . . બધા જાણે છે કે તેઓ . . . સારા, દયાળુ અને નમ્ર લોકો છે જેઓ બીજાઓ સાથે સારી રીતે વર્તે છે. વળી, બીજાઓ પર કોઈ પણ પ્રકારનું દબાણ કરતા નથી અને બધા સાથે હળીમળીને રહેવા માટે પ્રયત્નો કરે છે. પછી ભલેને કોઈ ચુસ્ત ખ્રિસ્તી, મુસલમાન કે બૌદ્ધ ધર્મમાં માનતી હોય. તેમ જ, તેઓ લાંચ લેતા નથી, તેઓ દારૂડિયા નથી અને તેઓ ડ્રગ્ઝના બંધાણી પણ નથી. એનું કારણ એક જ છે કે, તેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે છે. યહોવાહના સાક્ષીઓની જેમ, દુનિયાના બધા લોકો બાઇબલ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે તો, આપણી આ દુઃખી દુનિયા કંઈક જુદી જ હશે.”

રશિયાના સરકારી અધિકારીઓએ યહોવાહના સાક્ષીઓ વિષે જાતે તપાસ કર્યા પછી, તેઓ પણ ઉપર જણાવવામાં આવ્યું, તેની સાથે સહમત થયા. દાખલા તરીકે, એવા અધિકારીઓએ સાક્ષીઓને રશિયાના સેંટ પિટર્સબર્ગમાં સરસ એસેમ્બ્લી હૉલ બાંધવા માટે પરવાનગી આપી. ગયા વર્ષે સપ્ટેમ્બર ૧૮ના રોજ આ હૉલનું સમર્પણ કરવામાં આવ્યું ત્યારે, તેમાં ૨,૨૫૭ લોકો હાજર હતા, અને બીજા ૨,૨૨૮ લોકોએ પણ સેંટ પિટર્સબર્ગના રાજ્યગૃહોમાં અને એની શાખામાં આનંદથી એ પ્રોગ્રામ સાંભળ્યો.