ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જાન્યુઆરી ૨૦૧૮

આ અંકમાં ફેબ્રુઆરી ૨૬–એપ્રિલ ૧, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માડાગાસ્કરમાં

એવા પ્રચારકોને મળો જેઓ માડાગાસ્કરના વિશાળ વિસ્તારમાં રાજ્યનો સંદેશ ફેલાવવા ગયા છે.

“નબળાને તે બળ આપે છે”

અંત નજીક આવતો જાય છે તેમ જીવનની ચિંતાઓ વધશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. ૨૦૧૮નું વાર્ષિક વચન આપણને યાદ અપાવે છે કે બળ માટે યહોવા તરફ મીટ માંડીએ.

સ્મરણપ્રસંગ ઈશ્વરભક્તોને એકતામાં લાવે છે

સ્મરણપ્રસંગથી યહોવાના ભક્તોને કઈ રીતોએ સંપમાં રહેવા મદદ મળે છે? શું ક્યારેય પણ છેલ્લું સ્મરણપ્રસંગ હશે? એ ક્યારે હશે?

જેમની પાસે બધું છે, તેમને શા માટે આપવું જોઈએ?

ઈશ્વરને આપણે પ્રેમ કરીએ છીએ એ બતાવવાની એક રીતે છે કે આપણે તેમને આપીએ. આપણી મૂલ્યવાન વસ્તુઓ દ્વારા યહોવાને મહિમા આપવાથી કઈ રીતે ફાયદો થાય છે?

કેવા પ્રેમથી સાચી ખુશી મળે છે?

૨ તિમોથી ૩:૨-૪માં જણાવેલા પ્રેમ અને યહોવા ચાહે છે એવા પ્રેમ વચ્ચે શો ફરક છે? એનો જવાબ મેળવવાથી આપણે સાચી ખુશી અને સંતોષ મેળવી શકીએ છીએ.

ઈશ્વરભક્તો અને દુનિયાના લોકો વચ્ચેનો ફરક જુઓ

છેલ્લા દિવસોમાં દુનિયાના લોકોના ગુણો અને ઈશ્વરના લોકોના ગુણો વચ્ચે કેવો ફરક જોવા મળે છે?

શું તમે જાણો છો?

શું પ્રાચીન ઇઝરાયેલમાં રોજબરોજના જીવનમાં થતા ઝઘડા થાળે પાડવા મુસાના નિયમશાસ્ત્રના સિદ્ધાંતો લાગુ પાડવામાં આવતા હતા?