સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મહેમાનો માટે માહિતી

મહેમાનો માટે માહિતી

અટેન્ડન્ટ તેઓ તમને મદદ કરશે. ગાડી ક્યાં પાર્ક કરવી, બેસવાની જગ્યા રાખવા વિશે, એક જગ્યાએ ભીડ ન થઈ જાય એ માટે કે બીજી બાબતોમાં તેઓ તમને માર્ગદર્શન આપશે. તેઓને પૂરો સહકાર આપો.

દાન સંમેલનની ગોઠવણ કરવામાં ઘણો ખર્ચ થાય છે. પણ એનાથી બધાને સારી રીતે બેસવા અને સાંભળવા મદદ મળે છે. તેમ જ, વીડિયો માટેના સાધનો અને બીજી બધી ગોઠવણો આ સંમેલનને આનંદદાયક બનાવે છે અને આપણને યહોવાની નજીક રહેવા મદદ કરે છે. તમે દિલથી જે કંઈ દાન આપો એનાથી ખર્ચો નીકળી શકે છે અને જગતવ્યાપી કામ માટે પણ વાપરી શકાય છે. દાન-પેટીઓ સંમેલનમાં ઘણી જગ્યાએ રાખવામાં આવી છે. તમારા દાનની અમે ખૂબ કદર કરીએ છીએ. યહોવાના કામને આગળ વધારવા આ રીતે ટેકો આપવા માટે નિયામક જૂથ તમારો દિલથી આભાર માને છે.

પ્રાથમિક સારવાર યાદ રાખો કે આ ફક્ત ઇમર્જન્સી માટે જ છે.

ખોવાયું અને મળ્યું વિભાગ કંઈ પણ ખોવાયેલી ચીજવસ્તુ મળે તો આ વિભાગમાં લાવવી જોઈએ. તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમે એની તપાસ અહીં કરી શકો. તમારું બાળક ખોવાઈ ગયું હોય તો પહેલા અહીં તપાસ કરવી અથવા કોઈના ખોવાયેલાં બાળકોને અહીં મૂકી જવા. પણ નોંધ લો કે આ વિભાગ બાળકોની દેખરેખ માટે નથી. તેથી, તમારાં બાળકોનું ધ્યાન રાખો અને હંમેશાં તમારી સાથે જ રાખો.

બેસવાની ગોઠવણ બીજાઓનો વિચાર કરજો. યાદ રાખો, તમારી સાથે એક જ ઘરમાં રહેતા હોય કે એક જ કારમાં મુસાફરી કરતા હોય કે બાઇબલ અભ્યાસ કરતા હોય તેઓ માટે જ તમે સીટ રોકી શકો છો. બીજી ખાલી સીટ પર તમારી કંઈ પણ વસ્તુ રાખશો નહિ.

સ્વયંસેવા જો તમારે સંમેલનમાં કોઈ પણ રીતે મદદ કરવી હોય, તો માહિતી અને સ્વયંસેવા વિભાગમાં તમારું નામ આપો.

ખાસ સભા

રાજ્ય પ્રચારકો માટે શાળા પ્રચારકાર્યમાં વધારે કરવા માંગતા ૨૩-૬૫ વર્ષના પાયોનિયર ભાઈ-બહેનો રવિવારે બપોરે રાખેલી સભામાં આવી શકે. આ સભા રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવા ચાહતા ભાઈ-બહેનો માટે છે. આ સભા કયા સમયે અને સ્થળે હશે, એની અગાઉથી જાહેરાત કરવામાં આવશે.

‘પ્રેમ કાયમ ટકી રહે છે!’