સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના માર્ગ પર ચાલો

ઈશ્વરના માર્ગ પર ચાલો

પાઠ ૩

ઈશ્વરના માર્ગ પર ચાલો

ઈશ્વર કોણ છે? બધા લોકોના નામ હોય છે. તેમ જ ઈશ્વરનું નામ યહોવા છે. તેમનું એક જ નામ છે, ઘણા નહિ. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮; માથ્થી ૬:૯) તે કેવા છે? તેમની કૃપા કોના પર છે? એ યહોવા પોતે જણાવે છે. પણ ક્યાં? તમને માનવામાં નહિ આવે પણ એ જવાબો બાઇબલમાં મળી આવે છે. એ વાંચવાથી તમારા મનને શાંતિ મળશે.—એફેસી ૫:૧૫, ૧૬.

યહોવાનું કહ્યું કરો. યહોવા ઇચ્છે છે કે તમે પ્રેમથી તેમની જ ભક્તિ કરો. એવું કંઈ ન કરો જેનાથી તેમને દુઃખ પહોંચે.—યોહાન ૪:૨૪.

બધા ધર્મો સાચા રસ્તે નથી જતા. બાઇબલ જીવનના બે રસ્તા વિશે વાત કરે છે. પહેલો સાંકડો, બીજો પહોળો છે. સાંકડા રસ્તા પર યહોવાની ભક્તિ કરતા થોડા જ લોકો ચાલી રહ્યા છે. પણ પહોળા રસ્તા પર બીજા બધા ધર્મોના કરોડો લોકો ચાલે છે. આ રસ્તો મોતના મુખમાં લઈ જાય છે. પણ સાંકડો રસ્તો જીવનના દ્વાર પાસે લઈ જાય છે. બધા ભલે ગમે એમ કરે, આપણે તો પ્રભુનું કહ્યું જ કરવું જોઈએ.—માથ્થી ૭:૧૩, ૧૪.