ગુજરાતી
આફત આવી પડે ત્યારે
https://cms-imgp.jw-cdn.org/img/p/102014243/univ/art/102014243_univ_sqr_xl.jpg

મુખ્ય વિષય | આફત આવી પડે ત્યારે શું કરશો?

આફત આવી પડે ત્યારે

આફત આવી પડે ત્યારે

દરેકના જીવનમાં ક્યારેક તો દુઃખદ બનાવ બને છે. એમાં પૈસેટકે સુખી લોકોનો પણ સમાવેશ થાય છે.

બાઇબલ કહે છે:

‘ઝડપી દોડનાર જ હંમેશાં શરતમાં જીત મેળવે અથવા બળવાન યોદ્ધા જ લડાઈમાં જીતે એવું નથી. બુદ્ધિમાનને જ હંમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ, એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.’—સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ.

તેથી, તમારા પર આફત આવશે કે નહિ એ સવાલ નથી. પરંતુ, આફત આવી પડે ત્યારે, એનો સામનો કઈ રીતે કરશો. દાખલા તરીકે:

  • કુદરતી આફતમાં માલમિલકત ગુમાવી બેસો ત્યારે શું કરશો?

  • મોટી બીમારી થાય ત્યારે શું કરશો?

  • કુટુંબમાં કોઈ ગુજરી જાય ત્યારે શું કરશો?

યહોવાના સાક્ષીઓ આ મૅગેઝિનના પ્રકાશકો છે. અમે માનીએ છીએ કે દુઃખદ બનાવ બને ત્યારે, એનો સામનો કરવા બાઇબલમાંથી જરૂરી મદદ મળે છે. તેમ જ, ખરી આશા પણ મળે છે. (રોમનો ૧૫:૪) ચાલો, એ વિશે વધુ જાણવા ત્રણ વ્યક્તિઓના અનુભવો જોઈએ. (g14-E 07)