સજાગ બનો! નં. ૧ ૨૦૨૫ | મોંઘવારીનો સામનો કઈ રીતે કરી શકો?
વધતી જતી મોંઘવારીને લીધે શું તમને ચિંતા થાય છે? કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા, શું તમારે વધારે કલાકો કામ કરવું પડે છે? મિત્રો અને કુટુંબીજનોને શું તમે પૂરતો સમય આપી શકતા નથી? જો એમ હોય, તો આ સજાગ બનો!ના લેખોથી તમને મદદ મળશે. જીવન સારી રીતે જીવવા અને ચિંતાઓ ઓછી કરવા આ લેખોમાં વ્યવહારુ સૂચનો આપ્યાં છે. છેલ્લા લેખમાં ભાવિની એક સોનેરી આશા વિશે જણાવ્યું છે. એ આશાથી તમને આજે પણ મુશ્કેલીઓમાં રાહત મળશે.
હકીકતનો સ્વીકાર કરો
મોંઘવારી વખતે હકીકતનો સ્વીકાર કરશો તો પોતાના સંજોગો સુધારી શકશો.
સમજી-વિચારીને પૈસા વાપરો
ધ્યાન આપો કે બચત કરવાની પાંચ રીતો તમને સમજી-વિચારીને પૈસા વાપરવા મદદ કરી શકે છે.
જીવનમાં સંતોષ રાખો
જાણો કે કઈ રીતે થોડામાં જીવીને પણ ખુશ રહી શકાય.
ઉદાર બનો
ઉદાર રીતે બીજાઓને આપવાથી કઈ રીતે તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા મદદ મળી શકે?
સોનેરી ભાવિની આશા રાખો
બાઇબલ ઉજ્જવળ ભાવિની સુંદર આશા આપે છે. એ આશાથી તમને આજે પણ મુશ્કેલીઓનો સામનો કરવા મદદ મળશે.
વધારે જાણો
મોંઘવારીનો સામનો કરવા ઘણા લોકોને બાઇબલમાંથી મદદ મળી રહી છે. એનાથી તમને પણ મદદ મળી શકે છે.

